મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની ૧૧મી બેઠક ગાંધીનગરમાં યોજાઈ

Spread the love

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ નાગરિકોને ઘેર બેઠાં વધુ ને વધુ સેવાઓ પૂરી પાડવા ઈ-ગ્રામ સેન્‍ટરના માધ્યમથી G2C અને B2C સેવાઓનો વ્યાપ વધારવાના આયોજન માટે દિશા નિર્દેશો આપ્યા છે.આ સંદર્ભમાં તેમણે વી.સી.ઈ નો બેન્‍કીંગ કોરસ્પોન્‍ડન્‍ટ તરીકે ઉપયોગ કરવા વ્યાપ વધારવા સૂચન કર્યું છે.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની ૧૧મી બેઠકમાં તેમણે આ નિર્દેશો આપ્યા હતા.

પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટને વધુ સુદૃઢ બનાવવાની ચર્ચા વિચારણા સાથે પ્રોજેક્ટની બહુવિધ કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગ્રામીણ સ્તરે નાગરિકોને સુવિધા-સેવાઓ અસરકારક રીતે પૂરી પાડવા ગ્રામ સચિવાલયની સંકલ્પના આપેલી છે.

આ સંકલ્પનાને સાકાર કરવાના હેતુસર ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ૨૦૦૭ થી ગુજરાતમાં સ્થાપના કરવામાં આવેલી છે. ગ્રામીણ વિકાસમાં ઈ-સર્વિસીઝ ડિલીવરી સેન્‍ટર તરીકે ગ્રામ પંચાયતની ઓળખ ઉભી કરીને ગામના યુવાઓને ગામમાં જ રોજગારીની તકો મળી રહે તેવો તેનો આશય છે.રાજ્યભરની ૧૪૧૮૧ જેટલી ઈ-ગ્રામ પંચાયતો દ્વારા G2C એટલે કે સરકાર થી નાગરિક સેવાઓ અંતર્ગત ૩૨૧ થી વધુ સેવાઓ ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ મારફતે પૂરી પાડવામાં આવે છે.

ડિઝીટલ સર્વિસીઝનો લાભ ગ્રામીણ સ્તર સુધી પહોંચાડવા ૨૦૧૯થી ડિજીટલ ગુજરાત અન્‍વયે ડિજીટલ સેવાસેતુનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત જુદા જુદા વિભાગોને સેવાઓના ૧ કરોડ ૭ લાખથી વધુ પ્રમાણપત્રો આપવામાં આવેલા છે.એટલું જ નહી અન્ય સેવાઓના મહેસૂલી, ખેડૂતલક્ષી સેવાઓમાં ૭/૧૨ના ઉતારા, ૮ અ પ્રમાણપત્ર, વીજબીલ રસીદ સેવાઓ, પ્રીપેઈડ ગેસ બીલ રસીદ, જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, આવકના દાખલા, ગંગા સ્વરૂપા વિધવા પેન્‍શન યોજના, વ્હાલી દિકરી યોજના જેવી સેવાઓ મળીને સમગ્રતયા ૪૨ કરોડથી વધુ ડિજીટલ વ્યવહરો ઈ-ગ્રામ મારફતે થયા છે.

આવી સેવાઓ ઈ-ગ્રામ કેન્‍દ્રો પરથી પૂરી પાડવા માટે VCEને નિયત રકમ પ્રોત્સહન પુરસ્કાર રૂપે આપીને વધુ ને વધુ ડિજીટલ ટ્રાન્‍ઝેક્શનને પ્રેરિત કરવાની પણ રાજ્ય સરકારે નેમ રાખી છે.આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં પણ ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ સહાયરૂપ બન્યો છે.ઇ ગ્રામ સેન્ટર દ્વારા અંદાજે ૪૬ લાખ ઈ-શ્રમ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે તેમજ ૨૯ લાખથી વધુ કિસાનોએ પી.એમ કિસાન પોર્ટલનો વિવિધ અરજીઓ માટે લાભ મેળવ્યો છે.

આ ઉપરાંત ગ્રામજનોને ઈ-ગ્રામ સેન્ટર દ્વારા આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવે છે. ૪૨૦૦થી વધુ ઈ-ગ્રામ સેન્ટર PMJAY અન્વયે આયુષ્માન કાર્ડ પ્રદાન કામગીરી સાથે સંકળાયેલા છે તેમજ ૩૫૦૦ ઈ-ગ્રામ સેન્ટર ફાઇનાન્સિયલ કોરસપોન્ડન્ટ તરીકે કામગીરી કરે છે. ૫૬૬ ઈ ગ્રામ કેન્‍દ્રો આધારકાર્ડની સેવા આપે છે.ગ્રામ સુવિધા ટેક્ષ કલેક્શન પોર્ટલ ૨૦૨૦-૨૧ થી શરૂ કરવામાં આવ્યું છે અને ઘર વેરો, પાણી વેરો, લાઈટ તથા સફાઈ વેરા જેવા વિવિધ પ્રકારના કર ગ્રામ્યસ્તરે એકત્રિત કરવા ૧૪ હજારથી વધુ ગ્રામ પંચાયતો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે. ગ્રામજનો પોતાનો વેરો ઓનલાઈન ભરી શકે તે માટેની વ્યવસ્થા પણ પ્રગતિમાં છે તેમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર તેમજ મહેસુલ, કૃષિ, આરોગ્યના અધિક મુખ્યસચિવશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવશ્રી તેમજ ગ્રામવિકાસ અગ્રસચિવ સહિત સંબંધિત વિભાગોના સચિવો પણ સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com