ઘણા બધા લોકોને સમયાંતરે સંપૂર્ણ બોડી ચેકઅપ કરવાની આદત હોય છે. તમને પણ આવી ટેવ હોય અથવા તો તમારા શરીરમાં સહેજ પણ ફેરફાર થાય અને જો તમને ડોક્ટર પાસે ચેકઅપ માટે જવું પડતું હોય તો રાહ જુઓ, આ પદ્ધતિ તમને એક પ્રકારે માનસિક રીતે બીમાર પણ બનાવી શકે છે. આ વાત કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજના ફિઝિયોલોજી વિભાગના વડા પ્રોફેસર નરસિંહ વર્માનું કહેવું છે.
તેમણે કહ્યું હતું કે આજકાલ ખાનગી પેથોલોજી લોકો માટે માત્ર રૂ. 2500માં સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવવા અથવા માત્ર રૂ. 1500માં સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવવાના પેકેજો સાથે બહાર આવે છે, આ પદ્ધતિ માત્ર કોમર્શિયલ છે અને પૈસા કમાવવાનું માધ્યમ છે. લોકો આ અંગે મૂંઝવણમાં મુકાય જાય છે અને પેથોલોજીમાં જઈને ટેસ્ટ કરાવે છે.
તેમણેકહ્યું હતું કે ડોકટરો દર્દીના શરીરના વિવિધ ભાગો દ્વારા તેના શરીરને સ્પર્શ કરીને તેનો રોગ શોધી શકે છે, પરંતુ કોવિડ પછી, ડોકટરોએ દર્દીઓને સ્પર્શ કરવાનું બંધ જ કરી દીધું છે. માત્ર મશીનો પર નિર્ભર બની ગયા છે. તમામ પ્રકારના ટેસ્ટ લખવામાં આવી રહ્યા છે. તેનાથી પેથોલોજી લેબ્સ પણ સારું કમાય રહી છે. આ પદ્ધતિ પણ બંધ થવી જોઈએ.
આ રીતે જો ફૂલ બોડી ચેકઅપ કરવાની કોઈને આદત પડી જાય તો દેખીતી રીતે જ આવી સ્થિતિમાં કોમ્પ્યુટર કેટલીક ઉણપને હાઈલાઈટ કરે છે અને તે લોકોના મગજમાં ચોંટી જાય છે કે તેમનું ઝિંક વધી ગયું છે અથવા તેમનું કેલ્શિયમ ઘટી ગયું છે અથવા વિટામિન ડીની ઉણપ છે અને ક્યારેક લિવરમાં થોડી ઉણપ છે. જો થોડી પણ ઉણપ હોય તો લોકોને લાગે છે કે તેમનું લીવર ખરાબ થઈ ગયું છે. આવી સ્થિતિમાં મનમાં ડર બેસી જાય છે.
ઘણી વખત તો આ જ રીતે રોગ શરૂ થાય છે અને લોકો ખોટી રીતે પોતાને રોગથી બચાવવા માટે સારવાર શરૂ કરી દે છે, જે તેમને વધુ બીમાર બનાવે છે. કારણ કે આપણા શરીરમાં દરરોજ ફેરફારો થતા રહે છે, લોકો આને સમજી શકતા નથી અને તેને એક રોગ માની લે છે.
તેમણે જણાવ્યું હતું કે કે ડાયાબિટીસનો એક માત્ર ટેસ્ટ એવો છે કે તે 6 મહિનામાં અથવા વર્ષમાં એક વખત કરાવવો જોઈએ. તેનાથી શરીરમાં બ્લડ શુગર લેવલ જાણી શકાય છે અને યોગ્ય સમયે સારવાર શરૂ થાય છે. આ સિવાય 6 મહિનામાં કે વર્ષમાં એકવાર બ્લડ પ્રેશર પણ ચેક કરી શકાય છે. જેથી તમારું નિયમિત બ્લડ પ્રેશર કેટલું રહે છે તેનો અંદાજ આવી શકે. આ ઉપરાંત, જો તમને તમારું વજન માપવાની આદત હોય તો તમે તે પણ કરી શકો છો, પરંતુ સમયાંતરે સંપૂર્ણ શરીરનું ચેકઅપ કરાવવું અથવા લોહી લેવાનું ખૂબ ખોટું છે.