” તમે કયા ગામનાં?”, અમે….અમે તો ‘ દિકરી ‘ ગામનાં

Spread the love

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ રાજ્યનું અનોખું “દીકરી ગામ” તરીકે જાહેર થયું છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના હસ્તે “દીકરી ગામ”ની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામમાં “સમરસ બાલિકા પંચાયત”ની રચના કરવામાં આવી હતી.

આ અવસરે આયોજિત કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આનોખા એવા “દીકરી ગામ” પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થઈ રહ્યો છે, તે આનંદની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલા સશક્તિકરણ માટે થયેલા પ્રયાસો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, દીકરી ગામ લોકો માટે પ્રોત્સાહનરૂપ બનશે. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવેએ પ્રાસંગિક સંબોધન કરતા કહ્યું હતું કે, આ એક નવતર પ્રયોગ છે. જે અંતર્ગત સમગ્ર ગામમાં, જેમના દીકરી છે, ત્યાં દીકરીની નેમ પ્લેટ લગાવવામાં આવી છે.

ઉપરાંત સમરસ બાલિકા પંચાયતની રચના કરાઈ છે. તેમજ ગામમાં મહિલા સશક્તિકરણ સહિતના કાર્યક્રમો પર ભાર મુકાશે. આ તકે પી.એમ.સી. સિમેન્ટ કંપનીના પ્રતિનિધિ સંજયભાઈ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે અન્વયે પી.એમ.સી સિમેન્ટ કંપની તેના (CSR) સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગામની દરેક દીકરીના જન્મ સમયે સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવી તેમાં પ્રથમ હપ્તો જમા કરાવશે તેવી જાહેરાત કરાઈ હતી.

આ પ્રસંગે સમરસ બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ આઠ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નવજાત બાળકી તથા માતાઓનું વિશેષ સન્માન કરાયું હતું. તેમજ વ્હાલી દીકરી મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પાટીદડ ગામને દીકરી ગામ ઘોષિત કરવા માટે આંગણવાડીની બહેનોએ ઉઠાવેલી જહેમત અને ઘરે ઘરે જઈને કરેલા સર્વેની વિશેષ નોંધ લેવાઈ હતી અને આંગણવાડી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારા, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદ બા ખાચર, ગામના સરપંચ મુકેશ વિરડિયા, ગોંડલ તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાવડા, દહેજ પ્રતિબંધક અધિકારી સીમાબેન શિંગાળા, ગોંડલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ, ગામના ઉપસરપંચ કોકિલાબેન ખાચર, તેમજ સખી મંડળની બહેનો, મહિલાઓ, બાલિકાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, ભારત સરકાર પુરસ્કૃત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના સહયોગ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના સહકાર થકી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડ ગામથી “દીકરી ગામ” પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે. આ ગામનું દરેક ઘર પોતાની દીકરી નામે ઓળખાય તે માટે તમામ ઘર પર દીકરીના નામની પ્લેટ લગાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com