સુપ્રિમ કોર્ટે પોક્સોના એક કેસમાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે આરોપીને દોષી જાહેર કર્યા બાદ સજા લોટરીની જેમ ન હોવું જોઇએ…. તેને લઇને કેન્દ્રે ગાઇડ લાઇન તૈયાર કરવી જોઇએ. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે દોષીને સજા દેવાના મામલામાં હાલ વ્યાપક વિષમતાઓ છે અને તે પૂરી રીતે જજ પર નિર્ભર છે.સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે કે તે સજા આપવાના મામલામાં એક સમગ્ર નીતિ તૈયાર કરે.
તેના માટે 6 મહિનામાં રિપોર્ટ રજુ થાય. તેમાં તમામ હિતધારક અને એક્સપર્ટ્સને રાખવામાં આવે. અમારું સૂચન છે કે તેમાં કાયદા સાથે જોડાયેલા લોકો મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્રી એક્ઝિક્યુટિવ અને ધારાસભ્યો પણ હોય.
જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ એચ.વી.એન. ભાટીની બેન્ચે જણાવ્યું હતું કે હાલના સમયમાં આરોપીને દોષી જાહેર કરાયા બાદ સજાનો મામલો જજના અંગત મત પર નિર્ભર છે. સજાને લઇને કોઇ સમગ્ર નીતિ નથી. એેટલે કેસોમાં અનેકવાર અસમાનતાઓ જોવા મળે છે. દોષિ જાહેર કરાયા બાદ સજાનો મામલો બેહદ મહત્વનો છે.
અહીં આરોપીને સજા આપવાના અધિકારનો સવાલ હતો જેના પર સુનાવણી સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે દુર્ભાગ્ય છે, હજુ સજાને લઇને કોઇ સ્પષ્ટ નીતિ નથી. સજામાં વિષમતાઓ નિષ્પક્ષ ટ્રાયલના સિધ્ધાંતની વિરુધ્ધ કોર્ટે જણાવ્યું હતું કે જજ ક્યારેય સીમાની બહાર ન હોવો જોઇએ. સરકારે સજાના મામલે એક યોગ્ય ગાઇડ લાઇન્સ તૈયાર કરે, જેથી કોઇપણ પ્રકારની વિષમતાઓને ખતમ કરી શકાય. સજા આપવી એ લોટરી જેવું ન હોવું જોઇએ.
અનુચ્છેદ-14 અને 21 અંતર્ગત આ મહત્વનો અધિકાર છે અને તે બધાને મળ્યો છે. જો સજામાં કોઇ વિષમતા થઇ તો તે સ્વતંત્ર અને નિષ્પક્ષ ટ્રાયલના સિદ્ધાંતની વિરુધ્ધ હશે.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે, સજા પર ચર્ચા દરમિયાન સીઆરપીસીની ધારા-360 અંતર્ગત કોર્ટની જવાબદારી છે કે તે તમામ તથ્યો પર વિચાર કરે. આ દરમિયાન આરોપીનો વ્યવહાર વગેરે પણ જોવામાં આવે છે. આ પરિસ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે ટ્રાયલ કોર્ટ સીઆરપીની ધારા 360નું પાલન કરે.
કોઇપણ આરોપીને જ્યારે દોષી જાહેર કરવામાં આવે છે ત્યારે અદાલત સજા પર દલીલો સાંભળે છે. આ દરમિયાન તે તથ્યોને જુએ છે. તેના આધારે ઓછામાં ઓછી અને વધુમાં વધુ સજા આપવામાં આવે છે. કોર્ટે જણાવ્યું હતું કે કેનેડા, ન્યુઝીલેન્ડ, ઇઝરાયેલ, બ્રિટનમાં સમગ્ર નીતિ તૈયાર છે. તેના માટે લો કમિશને પણ 2003માં રિપોર્ટ રજૂ કર્યો હતો.
તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં સજા આપવાને લઇને એક સમગ્ર નીતિ તૈયાર કરવી જોઇએ. જો સજાને લઇને ગાઇડલાઇન્સ બને છે તો નિશ્ચિત રીતે તેનો ક્રિમીનલ જસ્ટિસ સિસ્ટમમાં ઘણો ફાયદો થશે, આ ફેસલાની દુરગામી અસર જોવા મળી શકે છે.
બિહારમાં પોક્સોનો એક કેસ નોંધાયો હતો. ટ્રાયલ કોર્ટે એક જ દિવસમાં સુનાવણી પૂરી કરી દીધી હતી. આરોપ હતો કે આરોપીને બચાવની તક નહોતી મળી અને બે દિવસ બાદ મામલામાં ફાંસીની સજા આપવામાં આવેલી. મામલો હાઇકોર્ટમાં આવ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે સીઆરપીસીના અલગ અલગ જોગવાઇનું પાલન નથી થયું.
ટ્રાયલ કોર્ટના (ફાંસીના) ફેસલાને ફગાવી દેવાયો અને ફરીથી ટ્રાયલનો આદેશ થયો. આ ફેસલાને સુપ્રિમમાં પડકારાયો હતો. સુપ્રિમે પણ અપીલ ફગાવી દીધી હતી અને નિર્દેશ આપ્યો હતો કે ટ્રાયલ કોર્ટ પોક્સો કાનૂન અંતર્ગત ટ્રાયલ ઝડપથી પૂરી કરે.