મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી20 મીટિંગો તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 11 જેટલી મહત્વપૂર્ણ પોલિસીઓ લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબિને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ‘ટીમ ગુજરાત’એ તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાને ‘વિકસિત ભારત @2047’નું જે વિઝન આપ્યું છે, તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ યોજનાઓ, પહેલો, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 3 વર્ષ દરમિયાન જાહેર કરેલી નવી નીતિઓ

1. ગુજરાત આત્મનિર્ભર પોલિસી
2. ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી
3. નવી ગુજરાત IT/ITes પોલિસી
4. ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી
5. ડ્રોન પોલિસી
6. ગુજરાત સેમિકંડક્ટર પોલિસી
7. ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી
8. સિનેમેટિક ટુરિઝમ પોલિસી
9. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0)
10. ગુજરાત ખરીદ નીતિ
11. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી 2024

દિશાદર્શન કરનારું ₹3 લાખ 32 હજાર કરોડનું માતબર બજેટ

• વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું સફળ આયોજન
• “અર્નિગ વેલ, લિવિંગ વેલ”ના મંત્ર સાથે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
• ઝીરો કેઝ્યુઅલ્ટી અભિગમ સાથે બિપરજોય વાવાઝોડાંનો સામનો.
• ગુજરાતમાં સફળતાપૂર્વક 17 જી20 બેઠકોનું આયોજન
• ગુજરાતમાં 2649 અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, જે લક્ષ્‍યાંકના 107%
• મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત
• મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પોતાની અધિકૃત વોટ્સએપ ચેનલ કાર્યરત.
• Sustainable Development Goals ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ

ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસ

• આગામી ત્રણ વર્ષમાં ₹1500 કરોડના ખર્ચે 3 લાખ જેટલા શ્રમિક બસેરાનું નિર્માણ કરવાનું આયોજન
• ઇ-શ્રમ પોર્ટલ પર 1 કરોડ 17 લાખથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને આપવામાં આવ્યા સ્માર્ટ કાર્ડ
• ₹1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકવામાં આવી.
• શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લાઓમાં 290 ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત
• શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યારસુધીમાં 2 કરોડ 68 લાખ લોકોને ભોજન વિતરણ
• પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં 14 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય
• 72 લાખથી વધુ NFSA કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ
• રાજ્યના 3.82 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાશે

યુવા વિકાસ – સફળ યુવા સમર્થ ગુજરાત

• ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ છેલ્લા ચાર વર્ષોથી સતત દેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ ક્રમે
• યુવાનોના કૌશલ્યને કેન્દ્રમાં રાખીને રોજગારી આપવાના ઉદ્દેશથી ગુજરાતમાં કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના
• કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા જાન્યુઆરી 2024થી ડ્રોન એપ્લીકેશનમાં 9 અદ્યતન કોર્સ શરૂ
• કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીએ રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી
• સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું “ટાઈપ સર્ટીફિકેટ” મેળવનાર કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દેશની એકમાત્ર સરકારી યુનિવર્સિટી
• સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ હેઠળ 18 સી.એમ. ફેલો સરકાર સાથે જોડાયા.
• રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત
• 2023માં ખેલ મહાકુંભ 2.0 ઇવેન્ટમાં 53 લાખ 66 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
• રાજ્યના 21 જિલ્લાઓના 50 તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય

અન્નદાતાનું માન, અન્નદાતાનું ધ્યાન

• પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 58.79 લાખ જેટલા ખેડૂત કુટુંબોને ₹11,058.59 કરોડની રાશી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં
• રાજ્યનો ડાંગ જિલ્લો સૌપ્રથમ 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો.
• રાજ્યના 53 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી.
• 9.85 લાખ ખેડૂતો 8.45 લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
• નેનો યુરિયાનો વધ્યો વ્યાપ, 56.65 લાખ જેટલી નેનો યુરિયા (500 મીલિ) ની બોટલોનો વપરાશ થયો.
• કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ-A ની સ્થાપના
• લગભગ 15 લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી, 23.4 લાખ હેક્ટર વિસ્તારને તે હેઠળ આવરી લીધો છે.
• છેલ્લા 3 વર્ષોમાં ખેડૂતોને ₹24,660 કરોડની પાવર સબસીડી આપવામાં આવી.
• કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 13,730 એટલે કે 76% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી, ખેડૂતોની જીવન ગુણવત્તામાં સુધારો

• રાજ્યના 246 તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ 2023 નું સફળ આયોજન, જેમાં 2.10 લાખથી વધુ ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો/નિષ્ણાતો પાસેથી મેળવ્યું ટેક્નિકલ માર્ગદર્શન
• તુવેર ₹7,000 પ્રતિ ક્વિંટલ, ચણા ₹5440 પ્રતિ ક્વિંટલ અને રાયડાની ₹5650 પ્રતિ ક્વિંટલની ટેકાના ભાવે ખરીદી કરી.
• વર્ષ 2021-22 દરમ્યાન ચણાનું ઉત્પાદન વધતાં ભારત સરકાર દ્વારા ખરીદી માટે મંજૂર કરેલ જથ્થા ઉપરાંત રાજ્ય સરકારના ખર્ચે વધારાના 22 હજાર મેટ્રિક ટન જેટલા ચણાની ₹115 કરોડથી વધુના ખર્ચે ખરીદી કરવામાં આવી.
• ઇ-સેવાઓ વધુ સુલભ બને તે માટે સામાન્ય સેવા કેન્દ્રો તરીકે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓ (PACS)નો વિકાસ કરવા માટે GOIની પહેલ અન્વયે 3233 PACS ઓનબોર્ડ થયા, જેમાંથી 1812 PACS કાર્યરત છે.
• વિવિધ કૃષિ રાહત પેકેજ અંતર્ગત 12,78,600 જેટલા અસરગ્રસ્ત ખેડૂત લાભાર્થીઓને કુલ ₹1925.89 કરોડની સહાય
• ગુજરાતમાં જુલાઈ-૨૦૨૪ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે ₹350 કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર
• છેલ્લા ત્રણ વર્ષમાં પશુપાલન ક્ષેત્ર માટે બજેટ જોગવાઈમાં કુલ 132%નો વધારો.
• “મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના” અન્વયે 609 કરોડ રૂપિયાની સહાય.

• “લમ્પી સ્કીન ડીસીઝ”ના રોગચાળા દરમ્યાન 63 લાખ સ્વસ્થ પશુઓમાં રસીકરણ.
• મિલેટ વર્ષનો લાભ રાજ્યના 80 લાખ જેટલા નાગરિકો અને ખેડૂતોને થયો.

નારી સશક્તિકરણ (સશક્ત નારી, સશક્ત પરિવાર)

• મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 5 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ.
• નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024 જાહેર.
• પોષણ સુધા યોજનાનો વ્યાપ વધાર્યો, ગુજરાતના તમામ 14 આદિજાતિ જિલ્લાઓમાં અમલી.
• વર્ષ 2023માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર, 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી.
• વર્ષ 2024-25માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ 804 યોજનાઓ આવરી લેવામાં આવી.
• ‘નમો ડ્રોન દીદી યોજના’ હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ.

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાત

• પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી ₹5 લાખની સહાય વધારીને ₹10 લાખ.
• વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ AIIMSનું ઉદ્ઘાટન.
• ગુજરાતમાં 2.6 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ
• પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં નવા 188 ડાયાલિસિસ કેન્દ્રો શરૂ.
• રાજ્યમાં કુલ 35 ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં 63 હજારથી વધુ દર્દીઓના 1,69,066 કીયોથેરાપી સેશન્સ થયા
• રાજ્ય વિશિષ્ટ પહેલ અંતર્ગત, વિદ્યાર્થીઓ (1.15 કરોડ)ની આરોગ્ય તપાસ બાદ ડીજીટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત એક માત્ર રાજ્ય.
• 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અંતર્ગત રાજ્યમાં 150 નવી ઇમરજન્સી એમ્બ્યુલન્સનો વધારો, કુલ સંખ્યા 800 થઈ.
• ફ્રી ડાયાગ્નોસ્ટિક સર્વિસ ઇનીશિએટીવ (FDSI) અંતર્ગત પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા 33 થી વધારી 111, જિલ્લા હોસ્પિટલ ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા 68થી વધારી 134 કરવામાં આવી.
• છેલ્લા 3 વર્ષોમાં રાજ્યમાં 9 નવી મેડિકલ કોલેજો કાર્યરત, કુલ 1100 મેડિકલ સીટ્સ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ.

• પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 10,029 નિક્ષયમિત્રનું નિક્ષય પોર્ટલમાં રજીસ્ટ્રેશન
• ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે 3,00,727 પોષણકીટનુ વિતરણ, આ કામગીરીમાં ગુજરાત ભારતમાં પ્રથમ.
• નમો શ્રી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 12 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની યોજના જાહેર.
• રાષ્ટ્રીય નેત્રદાન ઝુંબેશ હેઠળ ગુજરાતમાં 14 લાખ સફળ મોતિયાના ઓપરેશન કરાયા.

શિક્ષિત ગુજરાત, સંપન્ન ગુજરાત

• ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની રિયલ ટાઇમ જાણકારી મેળવવાના હેતુથી વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ.
• મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત 874.68 કરોડના ખર્ચે 97,187 સ્માર્ટ ક્લાસરૂમ્સ તથા 1,432.40 કરોડના ખર્ચે 21,037 કમ્પ્યુટર લેબ્સ પૂરા પાડવામાં આવ્યા.
• શાળા પ્રવેશોત્સવ 2024 દરમ્યાન 6685 ક્લાસરૂમ, 7878 કોમ્પ્યુટર લેબ, 26,570 સ્માર્ટ ક્લાસના લોકાર્પણ-ઉદ્ઘાટન.
• ‘નમો લક્ષ્‍મી’ યોજના હેઠળ ધોરણ 9 થી 12 દરમિયાન ચાર વર્ષોમાં વિદ્યાર્થીનીઓને ₹50 હજારની આર્થિક સહાય.
• ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ ₹25 હજારની આર્થિક સહાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com