કોરોના થયો છે કે નહીં તેની જાણકારી તેના ટેસ્ટ પરથી મળે છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરાય છે કે કોરોના નેગેટિવ છે કે પોઝિટીવ. પોલિમરેઝ ચેન રિએક્શન એટલે કે પીસીઆર પરીક્ષણ જાણીતી લેબમાં લેવામાં આવે છે. આ પીસીઆર પરીક્ષણો ગળા, શ્વસન પ્રવાહી અને મોઢાની લાળના નમૂનાઓના સ્વેબ્સ પર કરવામાં આવે છે. વિશ્વભરમાં કોરોનાવાયરસથી લોકો ફફડી રહ્યા છે. કોરોનાનો ટેસ્ટ સામાન્ય વ્યક્તિ કરાવી શકતો નથી. પરંતુ જો કોઇ વ્યક્તિને શંકા હોય તો તે ડોક્ટરની સલાહ પછી કરાવી શકે છે. નાકની પાછળનો ભાગ અને ગળું એ એવી બે જગ્યાઓ છે. જ્યાં વાયરસની સંભાવના વધારે છે. આ કોષોને સ્વેબ દ્વારા લેવામાં આવે છે. સ્વેબ એક સોલ્યુશનમાં નાંખવામાં આવે છે. જ્યાંથી કોષો રિલિઝ થાય છે. નમૂનામાંથી મળેલી આનુવંશિક સામગ્રીને કોરોના વાયરસના આનુવંશિક કોડ સાથે સરખાવવામાં માટે સ્વેબ પરીક્ષણનો ઉપયોગ કરવમાં આવે છે. પીસીઆર ટેસ્ટમાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જે ડીએનએની નકલો બનાવે છે.
પોલિમર એવા એન્ઝાઈમોને કહેવામાં આવે છે જે ડીએનએની નકલો બનાવે છે. ચેઈન રિએક્શનમાં ડીએનએની નકલની ઝડપથી કોપી કરવામાં આવે છે. એકની બે, બેની ચાર થાય છે. આ રીતે, આ ક્રમ આગળ વધે છે. સાર્સ-સીઓવી-2 વાયરસ આરએનએથી બનેલો છે. તેથી તેને ડીએનએમાં ફેરવવાની જરૂર પડે છે. જેના માટે રિવર્સ ટ્રાંસ્ક્રિપ્શન નામની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટઝ એન્ઝાઇમ આરએનએને ડીએનએમાં પરિવર્તિત કરે છે. આ પછી, ડીએનએની નકલો બનાવવામાં આવે છે. તેને વધારે વિસ્તૃત કરવામાં આવે છે. આ ડીએનએને રંગબેરંગી બનાવવાના ‘પ્રોબ’ વાયરસની હાજરી વિશે જણાવે છે. (GFX OUT) આ ટેસ્ટ સાર્સ-સીઓવી-2ને અન્ય વાયરસથી અલગ કરશે નમૂના લેવા અને રિપોર્ટ આપવામાં કુલ સમય લગભગ 24 કલાકનો થતો હોય છે.ભારતમાં સાર્સ-સીઓવી-2નું પરીક્ષણ કરવા માટે બે તબક્કાના રીઅલ ટાઇમ પીસીઆર કરવામાં આવે છે. પ્રથમ તબક્કે, કોરોના વાયરસના સામાન્ય આનુવંશિક તત્વો શોધી કાઢવામાં આવે છે, જે નમૂનામાંથી મળી શકે છે. બીજા તબક્કામાં વિશિષ્ટ જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે. જે ફક્ત સાર્સ-સીઓવી-2 વાયરસમાં હોય છે. માર્ચની શરૂઆતમાં કોઇ પણ લેબમાં કોરોનો વાયરસનું પરીક્ષણ કરવામાં આવતું હતું. પરંતુ તેની ખરાઇ માટે પીસીઆર ફક્ત પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા કરવામાં આવે છે. જોકે હવે પુનાની આ ઇન્સ્ટીટ્યુટે હવે આ ટેકનિક તમામ લેબ પર મોકલી આપી છે. જેથી નમૂનાના પરિક્ષણ માટે પૂના જવાની જરૂર રહેતી નથી. કોરોના વાયરસના પરીક્ષણો દેશભરના અનેક કેન્દ્રો પર કરવામાં આવી રહ્યા છે.