કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશભરમાં લૉકડાઉન (Lockdown) છે. જરૂરી સામાન અને સેવાઓ સિવાય તમામ વેપાર ઠપ છે. આથાથી ઇકોનોમી (Economy) અને ઉદ્યોગો (Industry)ને ખૂબ માઠી અસર પડી છે. આ જ કારણે દેશના સાત શહેરમાં મકાનો રસ્તા થઈ શકે છે. ગત અનેક વર્ષોથી રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રમાં આવેલી મંદી (Recession)ને કારણે પહેલાથી જ મકાનો રસ્તા થઈ ગયા છે.
કોરોના વાયરસના પ્રકોપની મકાનની ખરીદી કરવા માંગતા લોકોમાં સકારાત્મક અસર થતી જોવા મળી રહી છે. આ જ કારણે દેશના સાત શહેરમાં મકાનો વધારે સસ્તા થઈ શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી છે. બેન્કિંગ તેમજ નાણાકીય જગતમાં રોકડના સંકટ પછી આમાં વધારે મંદી આવી હતી. આ જ કારણે કંપનીઓ ઓછા ભાવે મકાનો વેચવા મજબૂર બની હતી. હવે કોરોનાના કહેરે તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીની કમર જ તોડી નાખી છે.
સંપત્તિ અંગે માર્ગદર્શન આપતી કંપની એનરૉકના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસના સંક્રમણને કારણે દેશના સાત શહેરમાં મકાનોનું વેચાણ 35 ટકા સુધી ઘટી શકે છે. આ શહેરોમાં દિલ્હી-એનસીઆર (ગાઝિયાબાદ, નોઇડા, ગ્રેટર નોઇડા, ગુરુગ્રામ, ફરીદાબાદ) મુંબઈ મહાનગર વિસ્તાર, કોલકાતા, ચેન્નઇ, બેંગલુરુ, પુણે અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.
કંપનીએ એક રિપોર્ટમાં કહ્યું છે કે કોમર્શિયલ સંપત્તિની વેચાણમાં પણ કોરોના વાયરસની માઠી અસર પડી શકે છે. રિપોર્ટ પ્રમાણે લીઝ પર ઑફિસની ગતિવિધિમાં 30 ટકાનો ઘટાડો શક્ય છે. આ ઉપરાંત રિટેલ ક્ષેત્રમાં 64 ટકા ઘટાડો જોવા મળી શકે છે.
રિપોર્ટ પ્રમાણે આ વર્ષે એપાર્ટમેન્ટના વેચાણ ફક્ત 1.7 થી 1.96 લાખ યૂનિટ વચ્ચે જ રહી શકે છે. વર્ષ 2019માં આ વેચાણ 2.61 લાખ યૂનિટ રહ્યું હતું.
આ ઉપરાંત પ્રોપર્ટીના પઝેશનમાં પણ વાર લાગી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે લૉકડાઉન ખુલ્યા બાદ મજૂરો બાંધકામ સાઇટો પર પરત ફરે તેમાં વાર લાગી શકે છે. આ ઉપરાંત બિલ્ડરોને નાણાકીય વ્યવસ્થા કરવામાં પણ સમસ્યા આવી શકે છે. આ જ કારણે મકાનોનું પઝેશન આપવામાં વાર લાગી શકે છે. અંદાજ પ્રમાણે અનેક પ્રોજેક્ટ પૂરા થવામાં એક વર્ષ વધારાનો સમય લાગી શકે છે.