ત્રણ-ચાર દિવસ પહેલા એક સમાચાર વાયરલ થયા હતા. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે અપીલ કરી હતી કે ઈન્ડિયાને બદલે ભારત લખવા અને બોલવાની અપીલ કરી હતી.
મંગળવારે G-20 મહેમાનો માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા છાપવામાં આવેલા રાત્રિભોજન માટેના આમંત્રણ કાર્ડમાં ભારતના રાષ્ટ્રપતિનો ઉલ્લેખ જોવા મળ્યો હતો. આ આમંત્રણ પત્ર બહાર આવતા જ રાજકીય પક્ષોને તક મળી ગઈ. બપોરે શરૂ થયેલા આ હોબાળાએ સાંજ સુધીમાં ટ્વિટર પર આક્ષેપબાજીનો મારો શરૂ થયો હતો.
ભારતના સંદર્ભમાં સાદો અને સીધો જવાબ એ છે કે જો કેન્દ્ર સરકાર પાસે લોકસભા અને રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી હોય તો આ કાર્ય બિલકુલ મુશ્કેલ નથી. કેન્દ્ર સરકારે કેબિનેટમાંથી બિલની દરખાસ્ત મંજૂર કરીને લોકસભામાં રજૂ કરવાની હોય છે. ત્યાંથી પસાર થયા બાદ બિલ રાજ્યસભામાં જશે. ત્યાંથી પસાર થયા બાદ તે રાષ્ટ્રપતિ પાસે જશે. તેમની સહી બાદ જે પણ દરખાસ્ત આવશે તેને સ્વીકારવામાં આવશે. ઈન્ડિયા એટલે કે ભારત દેશના બંધારણમાં નોંધાયેલું છે. જો કેન્દ્ર સરકાર ખરેખર ભારત નામ સાથે જવા માંગતી હોય તો તેણે બંધારણમાંથી ઈન્ડિયા ધેટ ઈઝ શબ્દ દૂર કરવો પડશે. આ માટે કેબિનેટની મંજૂરી, લોકસભા, રાજ્યસભાની મંજૂરી અને રાષ્ટ્રપતિની સહી બાદ દેશના બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ ગાયબ થઈ જશે અને દેશનું નામ ભારત થઈ જશે.
જો ઈન્ડિયા બદલીને ભારત નામ થશે તો ફેરફારો કરવા પડશે
- સૌથી વધુ સમય અને પૈસા નામ બદલવા માટે વાપરવામાં આવશે. કારણ કે જ્યાં પણ ઈન્ડિયા લખાઈ રહ્યું છે. ત્યાં ભારત કરવું પડશે.
- દેશની તમામ બંધારણીય સંસ્થાઓમાં ઈન્ડિયાને બદલે ભારત લખવું પડશે.
- ધ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ઈન્ડિયાની જગ્યાએ ધ પ્રાઈમ મિનિસ્ટર ઓફ ભારત લખાશે.
- ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પણ ચીફ જસ્ટિસ ઓફ ભારતથી ઓખળાશે.
- ગેઝેટથી લઈ દરેક જગ્યાએ આ બદલાવ તાત્કાલિક અસરથી કરવાની જરૂર પડશે.
- સૌથી મોટો ફેરફાર ચલણી નોટોમાં કરવો પડશે. હવે દરેક નોટ પર ઈન્ડિયા લખેલું છે.
- દુનિયાભરમાં ફેલાયેલી દૂતાવાસોમાં ઈન્ડિયાને બદલીને ભારત કરવું પડશે.
- હવે ઈન્ટરનેટની દુનિયામાં ભારતની ઓળખ .in થી થાય છે. આ બદલવું પડશે.
- મોટાભાગની સરકારી વેબસાઈટમાં Gov.in દેખાય છે. તેમાં પણ ફેરફાર કરવા પડશે.
જો કે, દરેક જરૂરી ફેરફાર માટે સમયરેખા નક્કી કરવાનું કેન્દ્ર સરકારના હાથમાં છે. તે મુજબ ફેરફારો લાગુ કરવામાં આવશે. દેશનું નામ બદલવા કરતાં રાજ્યનું નામ બદલવું વધુ મુશ્કેલ છે. રાજ્ય વિધાનસભાની મંજૂરી, જો વિધાન પરિષદ હોય તો તેની મંજૂરી, પછી રેલવે, પોસ્ટ ઓફિસ સહિતના વિવિધ વિભાગોની એનઓસી અને પછી કેન્દ્રીય કેબિનેટની મંજૂરી અને પછી સંસદના બંને ગૃહોમાં બિલ લાવીને. રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા છે.