સીતામાતા અને લક્ષ્‍મણજી વચ્ચે થયેલા એક પ્રસંગને લઈને વધું એક સ્વામિનારાયણનાં સ્વામિ વિવાદમાં

Spread the love

સાળંગપુરના હનુમાનદાદાનો વિવાદ માંડ શાંત થયો છે ત્યાં તો રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયના મુનિએ વધુ એક ડખો કર્યો છે. રાજકોટના સ્વામીનારાયણ સંપ્રદાયના અપૂર્વ મુનિએ સીતામાતા અને લક્ષ્‍મણજી માટે કરેલી અભદ્ર ટિપ્પણીથી સનાતન ધર્મીઓ અને સાધુ-સંતોમાં ભારે આક્રોશ ફેલાયો છે અને આવી બેહૂદી અને તથ્ય વગરની વાતો કરનાર મુનિ માફી માગે એવી માગણી ઊઠી છે.

રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરના અપૂર્વ મુનિનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ પ્રભુ શ્રીરામને બચાવવા માટે સીતામાતા અને લક્ષ્‍મણજી વચ્ચે થયેલા એક પ્રસંગને ટાંકીને એવું બોલતા જણાઈ રહ્યા છે કે ‘સીતાજી લક્ષ્‍મણજીને કહે છે કે તમારા ભાઈને બચાવવા જાઓ. ત્યારે લક્ષ્‍મણજી કહે છે કે મારા ભાઈનું નામ લેવાથી લોકોની તકલીફ મટે છે તો મારા ભાઈને તકલીફ હોય જ નહીં. આ સમયે સીતાજી અપશબ્દો બોલ્યાં છે, કટુ શબ્દો બોલ્યાં છે. તેઓ કહે છે કે લક્ષ્‍મણજી, મને ખબર છે તારી દાનત ખરાબ છે. તું તેર વર્ષથી અમારી ભેગો એટલે ફરે છે કે રામ મરી જાય તો હું તારી સાથે લગ્ન કરું. હું મરી જઈશ, પણ તારી સાથે તો ક્યારેય લગ્ન નહીં કરું.’

આ વિડિયો વાઇરલ થતાં સનાતન ધર્મના સાધુ-સંતોમાં ભારે રોષ ઉઠ્યો છે. ગઈ કાલે રાજકોટમાં જગન્નાથજી મંદિરે આ મુદ્દે સાધુ-સંતો એકઠા થયા હતા અને અપૂર્વ મુનિ પાસે માફી માગવા માટેની માગણી કરી હતી. યોગીરાજ મનોહરદાસે ચીમકી ઉચ્ચારતાં એવું કહ્યું હતું કે ‘આ વ્યક્તિ જો આ બયાન પર માફી ન માગે તો આ મામલો એટલો મોટો થશે કે કદાચ તે એક દિવસ માફી માગવાને લાયક નહીં રહે. તેને અમે છોડીશું નહીં.’

આમ હવે સાળંગપુરમાં વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત કષ્ટભંજન હનુમાનજી મંદિરનો વિવાદ માંડ શાંત પડ્યો છે ત્યાં રાજકોટ સ્વામીનારાયણ મંદિરના મુનિના અભદ્ર વાણી-વિલાસથી ફરી એકવાર મામલો તંગ બને એવી સ્થિતિ સર્જાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com