લોકસભાની ચૂંટણીમાં એક મંચ પર આવેલા ક્ષત્રિયો હવે ફરી એક થયા છે. અમદાવાદ ક્ષત્રિયોના મોટા સંમેલનનું આયોજન થયું છે. સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના હેતુથી આ સંમેલન યોજાયું છે. સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત કરાઈ. જેમાં મંચના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તિલક કરી વરણી કરવામાં આવી.
ત્યારે ફરી એકવાર ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા વિરોધમાં જોવા મળ્યા. ક્ષત્રિય સમાજના સંમેલન પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ હંગામો કર્યો. સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મિનીબાએ વિરોધ વિરોધ દર્શાવીને કહ્યું કે, અમારું સન્માન નથી જાળવવામાં આવતું.
સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરાયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. પદ્મિનીબાએ કહ્યું કે, કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. આમ, પરષોત્તમ રૂપાલાના બફાટ બાદ રાજપૂત સંમેલન દરમિયાન પણ પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરાયો હતો.
ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની મંચના પ્રમુખ તરીકે જાહેરાત થયા બાદ તેમણે કહ્યું કે, આ સંગઠન રાજનીતિ માટે કામ નહીં કરે. ક્ષત્રિયો એક થાય તેના માટે આ મંચ છે. ક્ષત્રિયોના સંતાનો આગળ વધે તેવો પ્રયાસ થશે. આ સાથે આ સંમેલનમાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળે તેના માટે ઠરાવ કરવામાં આવ્યો છે. કૃષ્ણકુમારસિંહજીના નિધનને 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તેમને આ સન્માન મળે તેવી માંગ કરાઈ.
આ પ્રસંગે ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવિણસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, સમાજમાં એકતા ના હોવાના કારણે રાજકીય લાભ નથી મળ્યો. સમાજને રાજકારણથી દૂર ના કરી શકાય. સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી છે. ક્ષત્રિય સમાજની ૧૯ ટકા વસ્તી હોવા છતાં અત્યાર સુધી માત્ર બે જ મુખ્યમંત્રી મળ્યા. ક્ષત્રિય સમાજ એક થવો ખુબ જ જરૂરી છે. ક્ષત્રિય સમાજ નૈતિકતા વાળું રાજકારણ કરે એ ખુબ જરૂરી છે.
તો ભાવનગર રાજવી વિજયરાજસિંહ ગોહિલે કહ્યું કે, સમસ્ત ક્ષત્રિય સમાજ એક થયો છે તે ખુશીની વાત છે. હવે તમામ સંગઠનો એક છત્રછાયા હેઠળ કામ કરશે. ક્ષત્રિયોને સારી તક મળે તે માટે કામ કરવામાં આવશે. આ સંગઠન રાજનીતિ માટે કામ નહીં કરે. રાજકીય વાતોથી સંગઠનની દિશા બદલાતી હોય છે. છેલ્લા ૧૫ વર્ષથી ભારતરત્ન આપવામાં આવે એ માટે માંગ થઈ રહી છે. પહેલા ક્ષત્રિય સમાજ અને બદલમાં અન્ય સમાજ માટે આ સંગઠન કરશે