એસટી કર્મચારીઓને દિવાળી પહેલાં જલસા પડી ગયા,…. 46 ટકા મોંઘવારી ભથ્થું મળશે

Spread the love

એસટી કર્મચારીઓને નવરાત્રી પહેલાં જ દિવાળી આવી ગઈ છે. સરકારે મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારો કર્યો છે. આમ એસટી કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. આના લીધે હવે એસટી કર્મચારીઓને 46 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ ઉપરાંત હાલમાં ચૂકવાતા એરિયર્સ પણ ચૂકવી દેવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે.એસટી કર્મચારીઓમાં જાહેરાતની સાથે આનંદ વ્યાપી ગયો છે.

આ પગારવધારો અને એરિયર્સ તેમની લાંબા સમયથી પડતર માંગોમાં ક હતી. તેઓ આ મુદ્દે અનેક વખત સરકાર સાથે બાખડી ચૂક્યા છે. એસટી કર્મચારોનો આ મુદ્દે સરકાર સાથે અનેક વખત વિવાદ પણ થયો છે. તેઓ આ અંગે અવારનવાર આંદોલનની ચીમકી પણ આપી ચૂક્યા છે. જો કે હવે સરકારના નિર્ણથી તેમને રાહત થઈ ગઈ છે.

આ નિર્ણય થકી કુલ ₹125 કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને પ્રાપ્ત થશે. રાત-દિવસ પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઉત્કૃષ્ટ જવાબદારી નિભાવનાર એસ.ટી. નિગમના સર્વે કર્મચારીઓના જીવન ધોરણને વધુ સરળ અને સમૃદ્ધિમય બનાવવા ગુજરાત સરકાર નિરંતર પ્રયાસરત છે.

આ પહેલાં ગયા વર્ષે એસ.ટી. નિગમના કર્મચારીઓને નવરાત્રિ-દિવાળી પહેલા સાત ટકા મોંઘવારી ભથ્થું ચુકવવાનો નિર્ણય કરવામાં આવતા કર્મચારીઓમાં હર્ષ ફેલાઈ ગયો હતો. આ ઉપરાંત ૧૯ માસનું મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ત્રણ હપ્તામાં ચુકવવા મંજૂરી આપી દેવામાં આવી હતી.

એસ.ટી.ના કર્મચારીઓને તા.૧-૭-૨૦૨૧થી મુળ પગારના ૩૧ ટકાના દરે મોંઘવારી ભથ્થું ચુકવવામાં આવતું હતું. જેથી રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની માફક તેમને પણ ૩૮ ટકા મોંઘવારી ભથ્થું ચુકવવા એસ.ટી. નિગમના માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત ફળી હોય તેમ તાજેતરમાં કર્મચારીઓને દિવાળી પહેલા જ દિવાળીની ભેટ આપવામાં આવી હોય તેમ નિગમના કર્મચારી/અધિકારીઓને તા.૧-૧-૨૦૨૨થી અમલી બનતા મોંઘવારી ભથ્થાના ૩૪ ટકા એ તા.૧-૭-૨૦૨૨થી અમલી બનતા મોંઘવારી ભથ્થાના ૩૮ ટકાના સુધારેલ દરો ચુકવવા મંજૂરી અપાઈ છે. સુધારેલા મોંઘવારી ભથ્થાના સાત ટકા (એટલે કે ૩૮ ટકા)ની અસર સપ્ટેમ્બર-૨૦૨૩ પેઈડ ઈન ઓક્ટોબર-૨૦૨૩ના પગારમાં આપવા અને તફાવતના એરિયર્સની રકમ ચુકવવા માટે અલગથી સુચના આપવા આદેશ થયો છે.

આ ઉપરાંત તા.૧-૭-૨૦૨૧થી તા.૩૧-૦૧-૨૦૨૩ (૧૯ મહિના)ના ત્રણ ટકા મોંઘવારી ભથ્થાના એરિયર્સનું રકમ ત્રણ હપ્તામાં ચુકવાશે. જેનો પ્રથમ હપ્તો ઓક્ટોબર-૨૦૨૩ પેઈડ ઈન નવેમ્બર-૨૦૨૩, બીજો હપ્તો ડિસેમ્બર-૨૦૨૩ પેઈડ ઈન જાન્યુઆરી-૨૦૨૪ અને ત્રીજો હપ્તો ફેબુ્રઆરી-૨૦૨૪ પેઈડ ઈન માર્ચ-૨૦૨૪માં પગાર સાથે ચુકવાશે. વધુમાં એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા બદલી કામદાર, રોજમદાર કર્મચારીઓના રોજીંદા વેતનદરોમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે તેમના રોજીંદા વેતનદરમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com