સચિવાલય બન્યું ઘરડાઘર, નિવૃત્ત થયા બાદ CMO કાર્યાલય, મહાનગરપાલિકા, બોર્ડ નિગમોમાં ઘૂસણખોરી : મનીષ દોશી

Spread the love

રાજ્યમાં હમણાં એક પરિપત્ર બહાર પડ્યો જેમાં જે અધિકારીઓ કામ ન કરતા હોય તેમને તગેડી મુકવામાં આવશે, ત્યારે નિવૃત્તિની વયમર્યાદા પહેલા જાે કામ ન કરતા હોય તો ઘરે બેસી જાવ ત્યારે રાજ્ય સરકારમાં આઉટસોર્સિંગનો વ્યાપ વધ્યો છે શોષણ વધી રહ્યું છે અને નિવૃત્ત થયા બાદ ઝ્રસ્ર્ં કાર્યાલય મહાનગરપાલિકા, નિગમો, બોર્ડમાં ઉચ્ચ અધિકારીઓ નિવૃત્તિ બાદ પુનઃ એન્ટ્રી મેળવીને અભી મેં જવાન હું, તેમ ઘરડા ઘર હોય તેમ સચિવાલયમાં પાંચ થી આઠ વર્ષથી ચીપકી રહ્યા છે ત્યારે જાેવા જઈએ તો સચિવાલય ઘરડા ઘર બન્યું હોય તેવું લાગી રહ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે,ગુજરાત કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકારના બેવડા ધોરણ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે મુખ્યમંત્રી કાર્યાલય- ઝ્રસ્ર્ંમાં આઠ-દસ વર્ષથી નિવૃત થયેલા અધિકારીઓ-કર્મચારીઓ અડીંગો જમાવી બેઠા છે, સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત કર્મચારીઓનો ભરડો છે, બીજી બાજુ સરકારના વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ છે અને આઉટ સોર્સીંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે.
મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મહત્વના પદ પર નિવૃત્ત બાદ કરાર આધારિત અધિકારીઓ અડીંગો જમાવીને બેઠા છે. કર્મચારીઓના કામગીરી મુલ્યાંકન કરવા માટે સરકાર પાસે કોઇ વ્યવસ્થા નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરની સરદાર સરોવર યોજનાના મુખ્ય ઓપરેશન પરના અધિકારીઓ સાત વર્ષથી નિવૃત્તી પછી સત્તા ભોગવી રહ્યાં છે. સરદાર સરોવર સહિતના મહત્વના પ્રોજેક્ટમાં ૪૫ ટકા કરતાં વધારે જગ્યા ખાલી છે.
ગુજરાતમાં ૪,૬૯,૧૩૩ કાયમી કર્મચારીનું મહેકમ છે. સરકાર જે કાયમી ભરતી પ્રક્રિયા હાથ નહીં ધરે તો આગામી ૧૦ વર્ષમાં ગુજરાતના અનેક વિભાગો કર્મચારી વિનાના ખાલી થઈ જશે. સરકાર કાયમી ભરતી પ્રક્રિયા ન કરીને ૧૦ લાખથી વધુ આઉટ સોર્સીંગ, કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે.
રાજય સરકારના વૈધાનિક અને સંસદીય બાબતનો વિભાગ એક્સટેન્શન વાળા અધિકારીઓનું જ રાજ ચાલી રહ્યું છે, તો લાયકાત ધરાવતા અધિકારીઓ બઢતી મેળવ્યા વગર જ રિટાયર્ડ થઈ જાય છે. પરિણામે વિભાગની કામગીરીને સીધી અસર જાેવા મળે છે. આ નિવૃત્ત અધિકારીઓ નિવૃત્તિ બાદ ૮-૧૦ વર્ષથી એક્સટેન્શન આપવામાં આવતું હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવાર લાયકાત અધિકારીઓ ની બઢતી રોકાઈ ગઈ છે અને વિભાગમાં નિષ્ક્રિયતા અને શુષ્ક વાતાવરણ થઈ જાય તે સ્વાભાવિક છે.

શિક્ષણ વિભાગમાં ૩૨૦૦૦ શિક્ષકો સાથે મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. આરોગ્ય વિભાગમાં મોટા ભાગના વર્ગ-૩ અને ૪ના કર્મચારી કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીંગથી ચાલી રહ્યાં છે. રાજ્યના મહેસુલ વિભાગમાં ૬૦૦૦ થી વધુ તલાટીની જગ્યા ખાલી છે. બે-ત્રણ ગામ વચ્ચે એક તલાટીની જવાબદારી સંભાળે છે.વસ્તીના પ્રમાણે કાયદો-વ્યવસ્થા સંભાળતા પોલીસ દળમાં ૪૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. રાજ્યની વસ્તીમાં વધારો થયો પણ કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.સરકારના વધુ એક ર્નિણયથી કર્મચારીમાં અસુરક્ષાની લાગણી અનુભવી રહ્યાં છે, જુની પેન્શન યોજના, કાયમી ભરતી, ફિક્સ પે દુર કરો સહિતની માંગ સાથે કર્મચારી આંદોલન ચલાવી રહ્યાં છે. રાજ્ય સરકાર લાંબા સમયથી ભરતી કરતી નથી, ગુજરાતના હજારો યુવાનો નોકરીની રાહ જાેઈને વયમર્યાદા વટાવી રહ્યાં છે.અનેક અધિકારીઓ સામે ગંભીર ખાતાકીય તપાસ છતાં નિવૃત્તી સુધી તપાસના નામે નાટક ચાલે છે અને નિવૃત્તી બાદ કરાર આધારિત મહત્વની નિમણુંક કરવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓ પાસેથી નિયમ પ્રમાણેના કામ લેવામાં નિષ્ફળ ભાજપ સરકાર કર્મચારીઓ પાસે મનમાની કરાવા વધુ એક પરિપત્ર દ્વારા ભય ઉભો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com