એન.એચ.એસ.આર.સી.એલ. દ્વારા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલ બ્રિજનું બાંધકામ પૂર્ણ

Spread the love

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 53 ઉપર 70 મીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલનો પુલ બાંધ્યો છે.28 સ્ટીલના પુલમાંથી આ પહેલો પુલ છે

અમદાવાદ

આજે, ગુજરાતના સુરત શહેરમાં એન.એચ.એસ.આર.સી.એલ. દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 53 ઉપર 70 મીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલનો પુલ બાંધ્યો છે.28 સ્ટીલના પુલમાંથી આ પહેલો પુલ છે જે એમ.એ.એચ.એસ.આર. કોરિડોરનો ભાગ હશે. આ સ્ટીલના પુલના નિર્માણમાં અંદાજે 70, 000 એમ.ટી. નિર્દિષ્ટ સ્ટીલનો ઉપયોગ થવાનો છે. આ સ્ટીલના પુલના ગાળાની લંબાઈ 60 મીટર ‘સિમ્પલી સપોર્ટેડ’ થી 130 + 100 મીટર ‘સતત ગાળા’ સુધી બદલાય છે.જાપાનીઝ જ્ઞાનની સાથે, ભારત મેક-ઈન-ઈન્ડિયા વિઝન હેઠળ બાંધકામનું નિર્માણ કરવા માટે તેની સ્વદેશી તકનીકી અને સામગ્રી ક્ષમતાઓનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યું છે. એચ.એસ.આર. માટે સ્ટીલના પુલ આવા ઉદાહરણોમાંનું એક ઉદાહરણ છે.ધોરીમાર્ગો, એક્સપ્રેસવે અને રેલ્વે માર્ગને પાર કરવા માટે સ્ટીલના પુલ એ સૌથી યોગ્ય છે. તે અગાઉથી તૈયાર કરેલ કોંક્રીટ પુલથી વિપરીત, 40 થી 45 મીટર દુર સુધી ફેલાયેલા છે, જે નદીના પુલ સહિત મોટાભાગના વિભાગો માટે યોગ્ય છે. ભારત પાસે 100 થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ભારે અંતરની અને સેમી-હાઈ સ્પીડ ટ્રેનો માટે સ્ટીલના પુલ બનાવવાની કુશળતા તો છે જ. અને, આ પ્રથમ વખત છે જયારે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી શિંકનસેન બુલેટ ટ્રેનને ટેકો આપવા માટે સ્ટીલનો પુલ બનાવવામાં આવ્યો હતો અને સફળતાપૂર્વક અને ચોકસાઇ સાથે તેને લોન્ચ કરવામાં આવ્યો હોઈ.એકવાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હી નજીક આવેલ હાપુડ જિલ્લાનુ વર્કશોપ જે પુલના સ્થળથી લગભગ 1200 કિમી દૂર છે, તેમાં તૈયાર થયા પછી, તે સ્ટીલનું માળખું, જેમાં લગભગ 700 ટુકડાઓ અને 673 મેટ્રિક ટનનો સમાવેશ થાય છે, તેને ભારગાડીમાં ભરી સ્થાપનના સ્થળે પરિવહન કરવામાં આવે છે.

બાંધકામની જગ્યા પર, 12 થી 14 મીટરની ઉંચાઈના સ્ટીલના પુલ ને 10 થી 12 મીટર ઉંચા થાંભલાઓ ઉપર સ્ટેજિંગ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લગભગ 200 મેટ્રિક ટન વજનના લોન્ચિંગ નોઝને મુખ્ય પુલ એસેમ્બલી સાથે એસેમ્બલ કરવામાં આવ્યું હતું. જંગી કાળજી અને કુશળતા સાથે, પુલ એસેમ્બલીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સંપૂર્ણ ટ્રાફિક બ્લોક હેઠળ ખાસ ડિઝાઇન કરાયેલ પુલિંગ વ્યવસ્થા દ્વારા તેના ઇચ્છિત ગાળા સુધી ખેંચવામાં આવી હતી.સ્ટીલના દરેક ઉત્પાદન બેચનું ઉત્પાદકના પરિસરમાં અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ (યુ.ટી.) દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્ટીલના પુલના નિર્માણમાં જાપાની ઈજનેર દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિઝાઈન આકૃતિ મુજબ કાપણકામ, શારકામ, ઝારણકામ અને રંગકામની અતિ-આધુનિક અને ચોક્કસ કામગીરી થાય છે. ઠેકેદારને આંતરરાષ્ટ્રીય ઝારણકામના નિષ્ણાતો દ્વારા પ્રમાણિત ઝારણકામ કરનારને અને તેનું નિરીક્ષણ કરનારને રોજગારી આપવાનું ફરજિયાત છે. દરેક પ્રયોગશાળામાં તૈનાત જાપાનીઝ આંતરરાષ્ટ્રીય ઝારણકામના નિષ્ણાત (આઈ.ડબલ્યુ.ઈ.) દ્વારા પણ ઝારણકામની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવે છે. બનાવટી સંરચના નિરિક્ષણ એસેમ્બલી પ્રક્રિયામાંથી પસાર થાય છે. અને પછી સ્ટીલની સંરચનાની અત્યાધુનિક 5-સ્તરવાળી પેઇન્ટિંગને અનુસરે છે.સ્ટીલ ગર્ડર્સ માટે અપનાવવામાં આવેલી પેઇન્ટિંગ તકનીક ભારતમાં આ પ્રકારની પ્રથમ તકનીક છે. તે જાપાન રોડ એસોસિએશનની “સ્ટીલ રોડ બ્રિજીસના કાટ સંરક્ષણ માટેની હેન્ડબુક”ની સી- 5 પેઇન્ટિંગ સિસ્ટમને અનુરૂપ છે.

તકનીકી મુદ્દાઓ:

1. મુખ્ય પુલની લંબાઈ: 70 મીટર

2. મુખ્ય પુલનું વજન: 673 એમ.ટી.

3. લોન્ચિંગ નોઝની લંબાઈ: 38 મીટર

4. લોન્ચિંગ નોઝનું વજન: 167 એમ.ટી.

5. વપરાયેલ સ્ટીલ: 673 એમ.ટી. (મુખ્ય પુલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com