ગુજરાતમાં વાવાઝોડું આવશે, ચોમાસાની વિદાય વચ્ચે અંબાલાલ પટેલની આગાહી

Spread the love

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ તેમ છતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા અને ઉત્તર ભારતમાં ઠંડી જલ્દી આવશે. બીજી બાજુ વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરવામા આવી છે. આ સાથે તેમણે રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે પણ આગાહી કરી છે.

જળની અસરના કારણે ગુજરાતમાં પણ વહેલી સવારે અને રાત્રે ઠંડા પાવનોના કારણે ઠંડક વધશે. હાલની ગરમીમાં ઘટાડો થશે. 5-6-7 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળો આવશે. જેમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જનધનમાં રોગ આવવાની શક્યતા છે. 7 થી 10 ઓક્ટોબરે દેશના ઉતરીય પર્વતીય પ્રદેશો પંજાબ, રાજસ્થાન, હરિયાણામાં કરા સાથે વરસાદ થશે, જેની અસર ગુજરાતમાં પણ થવાની શક્યતા છે. ત્યાર બાદ પણ પશ્ચિમી વિક્ષેભ આવશે. સીઝનની પહેલી હિમવર્ષા 7-9 ઓક્ટોબરમાં થશે. 12 ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતા છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં પણ હલચલ થઇ શકે છે.

ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત કરતા જણાવ્યુ છે કે, વરસાદ પૂર્ણ થયો છે. વરસાદ બાદના ઓક્ટોબર અને નવેમ્બર, આ બે મહિનાને ટ્રાન્ઝેશન પિરીયડ કહેવામાં આવે છે. આ બે મહિનામાં મોટાભાગે તાપમાનમાં વધારે ફેરફાર નથી થતો. અત્યારે દિવસના તાપમાન અને રાતના તાપમાનમાં વધારે ફેરફાર થતા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, હજી ઠંડી શરૂ નથી થઇ તેનો અર્થ કે અત્યારે ઠંડી પડવાની શક્યતા નથી. ટેમ્પરેચર ઘણું જ નોર્મલ છે. આગામી ચાર પાંચ દિવસ પણ હવામાન સામાન્ય રહેવાની શક્યતા છે. એટલે આગામી દિવસોમાં 22થી 24 ડિગ્રી સેલ્શિયસ તાપમાન રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. તાપી, સુરત, નવસારી, ડાંગ, આહવાના ભાગોમાં વરસાદની શક્યતા છે. 7 ઓક્ટોબર પછી ચક્રવાત બનવાની સંભાવના છે. જેમાં 12 થી 15 ઓક્ટોબર દરમિયાન ભારે વાવાઝોડાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com