અમારા સ્વજનો ક્યાં..મારી વ્હાલી દીકરી..દીકરો ભાઈ ક્યાં, આ ચીખ પોકાર છે રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોની મોલ ભડકે બળ્યો તેમાં કેટલાય પરિવારના દિપક બુઝાઇ ગયા…અરે મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. આગની ચપેટમાં કેટલા આવ્યા તેનો સત્તાવાર આંકડો 27 છે પણ હજુય કેટલા એવા પરિવારો છે જે તેમના પોતિકાઓની રાહમાં દિવસ રાત આસું સેરવી રહ્યા છે.
હે વિધાતા..આ તો કેવા લેખ લખ્યા તે કોઈ સ્વજન તેની વ્હાલી વ્યક્તિની અંતિમ વિધિ પણ ન કરી શકે હે સરકાર હે તંત્ર આ તો કેવી બેદરકારી તમે દાખવી કે કોઈ માં-બાપ તેના દીકરાનું છેલ્લી વખત મોઢું પણ ન જોઈ શકે, 2 દિવસ પરિવારે કેવી રીતે કાઢ્યા તે કલ્પવાથી હૈયું ભરાઈ આવે છે..
એક એવો અંદેશો પણ છે કે કદાચ ગુમ થયેલા 5થી 6 લોકોના અવશેષો પણ ન મળે, અનુમાન છે અને અનુમાન જ રહે તેવું બધા જ લોકો ઈચ્છે છે પણ જો ઘટના પર નજર કરીએ તો મોલમાં આગ પ્રચંડ લાગી હતી જેના કારણે જે 27 લોકોના મૃતદેહો મળ્યા છે તે પણ તેમની હાઈટથી બે-3 ફૂટ ઓછા છે. મહિલા છે કે પુરુષનો મૃતદેહ છે તે પણ ઓળખવો મુશ્કેલ બન્યો છે.
એવી પણ ચર્ચા થઈ રહી છે કે આગ લાગી ત્યારે TRP મોલનું તાપમાન અંદાજિત 3500 ડીગ્રી સેલ્સિયસ જેટલું પહોંચી ગયું હતું. એટલે ઘણા એવા લોકો હશે જેનું શરીર આ ભયાનક આગમાં ભસ્મ થઈ ગયું હશે.
હાલ તો 27 માંથી 13થી વધુ લોકોના DNA મેચ થઈ ગયા છે અને પરિવારે આક્રંદ સાથે વસમી વિદાય પણ આપી દીધી છે. પણ એક બાજુ એ તરફ પણ ઈશારો કરે છે 5-6 પરિવારો એવા હશે જેમના સ્વજનનો કોઈ અત્તો પત્તો નહીં મળે, કરુણતા તો જુઓ હાલમાં કેટલાય એવા પરિવારો હશે જે ભગવાનને એવી પ્રાર્થના કરી રહ્યા હશે કે તેમના સ્વજનો મૃતદેહની ઓળખ થઈ જાય જેથી અંતિમ વિધિ તો થઈ શકે.
જ્યાં વેલ્ડીંગ કામ ચાલુ હતુ એ જ જગ્યાએ અત્યંત જવલનશીલ પદાર્થો જેવા કે પેટ્રોલ,ફોર્મના ગાદલા વગેર પડ્યુ હતુ. આગ લાગ્યા બાદ આવી સામગ્રીથી આગ ભયાનક અને બેકાબુ બની હતી. અધિકારીઓ કહી રહ્યા છે કે, અમે અમારી કારર્કીદીમાં આવી ઘટના ક્યારેય જોઈ નથી.
વેલ્ડીંગ કરનારો માણસ 30 વર્ષનો અનુભવી હતો. પરંતુ સીસીટીવીમાં દેખાઈ રહ્યુ છે કે, તેના હાથ લેલ્ડીંગ કરતા હતા અને તેની નજર અન્ય કોઈ દીશામાં હતી. ઉપરાંત આગ લાગ્યા બાદ આ માણસ ત્યાંથી તુરંત જ ભાગી ગયો હતો. પોલીસે તેને પક્ડીને પૂછપરછ કરી હતી. તો તેમણે એવો બચાવ કર્યો હતો કે આગ લાગ્ચાની જાણ કરવા માટે તે દોડ્યો હતો. આગ… આગ… એવી બુમો પાડી હતી. પરંતુ બચી ગયેલા લોકોનુ કહેવુ છે કે, તે જૂઠ્ઠુ બોલી રહ્યો છે. કોઈએ પણ આ માણસને આગની જાણ કરતા જોયો નથી. જો આ માણસે તાત્કાલીક રીતે બધાચે સચેત કર્યો હોત તો બધા જ લોકો સલામત રીતે બહાર નિકળી સક્યા હોત અને તમામનો જીવ પણ બચી શક્યો હોત.
સૌથી આઘાતનક વાત એ છે કે, મોલની અંદર પ્રવેશવા માટે પ્લાસ્ટીકના કાર્ડ આપ્યા હતા. પરંતુ આગમાં બધુ બળી જતા દરવાજા ખુલ્યા નહોતા.હવે જેમ જેમ ડીએનએ ટેસ્ટ બાદ બોડીની ઓળખ થતી જશે તેમ તેમ કલેક્ટર દ્રારા તેમને સરકારની 4 લાખની તેમજ કેન્દ્ર સરકારની 2 લાખની સહાય ચૂકવી દેવાશે. સરકારે કલેક્ટરને આદેશ કર્યો છે કે, સહાય ચૂકવવામાં જરાય વિલંબ કરવાનો નથી કે કોઈ પ્રકારના વાંધા વચકા કાઢવાના નથી.
સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે મોલનો માલિક નિયમિત રીતે જૂદા જૂદા અધિકારીઓને પરિવાર સાથે પોતાના ગેમઝોનમાં બોલાવતો હતો. તેમજ તેમને નાસ્તાની અને જમવાની સગવડ કરી આપતો હતો. તેના પરિવારના બાળકોને ગેમઝોનમાં તમામ ગેમ્સને વિનામૂલ્યે ઉપયોગ પણ કરવા દેતો હતો. કોઈ આઈએએસ અધિકારી સામે કાર્યવાહી કરવી કે નહી તેનો નિર્ણય મુખ્યમંત્રીએ જ લેવાનો છે, એવુ ટોચના અધિકારીઓ જણાવી રહ્યા છે.