શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી વધુ ઝડપથી કયા ધર્મને પાળતા લોકોની સંખ્યા વધી રહી છે? તો તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે પ્યુ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટ મુજબ વર્ષ 2060 સુધી સમગ્ર દુનિયામાં મુસ્લિમ ધર્મને માનનારા લોકોની કુલ વસ્તી વર્ષ 2015ની સરખામણીમાં 70 ટકા વધી જશે. એટલે કે દુનિયામાં સૌથી વધુ ઝડપથી ફેલાઈ રહેલો ધર્મ ઈસ્લામ છે.
જેટલી ઝડપથી મુસ્લિમ વસ્તી વધી રહી છે તે પ્રમાણે વર્ષ 2070 સુધીમાં દુનિયામાં ઈસ્લામ ધર્મને માનનારા લોકોની સંખ્યા સૌથી વધુ હશે.
હાલ જો કે દુનિયામાં સૌથી વધુ પળાતા ધર્મોમાં ખ્રિસ્તિ ધર્મ મોખરે છે. જેના બે અબજથી વધુ અનુયાયીઓ છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2020 સુધીના અનુમાન પ્રમાણે દુનિયામાં ઈસાઈ ધર્મને માનનારા 2.38 બિલિયન એટલે કે લગભગ 238 કરોડ છે. જ્યારે ઈસ્લામ ધર્મના ફોલોઅર્સ 191 કરોડ છે. હિન્દુ ધર્મને માનનારા 116 કરોડ લોકો છે.
હવે વાત આવે છે દુનિયામાં દર વર્ષે સૌથી વધુ લોકો કયા ધર્મમાં કન્વર્ટ થાય છે? જો કે તેનો 100 ટકા સાચો જવાબ આપવો તો મુશ્કેલ છે કારણ કે કોઈ પણ અન્ય ધર્મમાં કન્વર્ટ થનારા લોકોની સંખ્યાની ગણતરી મુશ્કેલ છે. કારણ કે કેટલાક દેશોમાં જ્યારે રાષ્ટ્રીય વસ્તી ગણતરી થાય છે તો તેમાં ધર્મ અંગે સવાલ કરાતા નથી. જો ધર્મ વિશે સવાલ પૂછવામાં આવે તો પણ એ નથી પૂછવામાં આવતું કે તમે પહેલા કયા ધર્મને માનતા હતા કે કન્વર્ટ થઈને આ ધર્મમાં આવ્યા છો. કેટલાક દેશોમાં કાનૂની કે સામાજિક પરિણામ ધર્મ પરિવર્તનને કપરું બનાવે છે. જેમ કે કેટલાક દેશોમાં ઈસ્લામ છોડો તો મોતની સજા અપાય છે.
આથી જ ઈસ્લામથી કોઈ અન્ય ધર્મમાં કન્વર્ટ થવાના આંકડા મળવા મુશ્કેલ છે. પરંતુ જે જાણકારી મળે છે તે મુજબ ધર્મ પરિવર્તનનું વૈશ્વિક મુસ્લિમ વસ્તી પર કોઈ ફરક પડતો નથી. કારણ કે જેટલા લોકો ઈસ્લામમાં કન્વર્ટ થાય છે એટલા જ લોકો ઈસ્લામ છોડે છે. તો આ હિસાબ લગભગ બરાબરી પર રહે છે. પ્યુ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટ મુજબ એક સ્ટડી મુજબ 2010 અને 2050 વચ્ચે ધર્મ પરિવર્તન દ્વારા ઈસ્લામને માનનારા લોકોની સંખ્યામાં લગભગ 32 લાખ લોકો વધુ જોડાય તેવી શક્યતા છે. જો કે આ વધારો તો મામૂલી હશે, પરંતુ ત્યારબાદ પણ અન્ય ધર્મોની સરખામણીમાં ઈસ્લામ દુનિયાનો બીજો સૌથી મોટો ધર્મ બની રહેશે.
એક રિપોર્ટ મુડજબ અમેરિકી મુસલમાનોમાંથી 25 ટકા બીજા ધર્મમાંથી કન્વર્ટ થયા છે. બ્રિટનમાં દર વર્ષે લગભગ 6000 લોકો ઈસ્લામ ધર્મ અપનાવે છે. એક રિપોર્ટ મુજબ બ્રિટનમાં મુસ્લિમ ધર્મ અપનાવનારાઓમાં મોટાભાગે મહિલાઓ હતી. ધ હફિંગટન પોસ્ટ મુજબ એવો અંદાજો છે કે દર વર્ષે લગભગ 20,000 અમેરિકન બીજા ધર્મોમાંથી ઈસ્લામમાં કન્વર્ટ થાય છે. પ્યુ રિસર્ચ મુજબ અન્ય ધર્મોથી ઉલ્ટુ અમેરિકામાં ઈસ્લામ ધર્મ અપનાવનારાઓની સંકા આ ધર્મને છોડનારા અમેરિકી મુસલમાનોની સખ્યાન લગભગ બરાબર છે. જેમાં ઈસ્લામ છોડનારાઓની સંખ્યા ધર્મ બદલનારાઓની સંખ્યા કરતા વધુ છે.
ઈસ્લામ અપનાવનારા લોકોમાંથી 77 ટકા ખ્રિસ્તિ ધર્મમાંથી છે. જ્યારે બાકીના 23 ટકા અન્ય ધર્મોમાંથી છે. ગિનિઝ બુક મુજબ દુનિયાભરમાં 1990 અને 2000 વચ્ચે ખ્રિસ્તિ ધર્મ અપનાવનારા લોકોની સરખામણીમાં લગભગ 12.5 મિલિયન (125 કરોડ)થી વધુ લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો. 1990 અને 2000 વચ્ચે ખ્રિસ્તિ ધર્મ અપનાવનારા લોકોની સરખામણીમાં લગભગ 12.5 મિલિયન વધુ લોકો દુનિયાભરમાં ઈસ્લામમાં પરિવર્તિત થયા. આમ છતાં વૈશ્વિક સ્તર પર ઈસ્લામ બીજા નંબર પર સૌથી વધુ સંખ્યામાં ધર્માંતરણ થનારો ધર્મ બન્યો છે. જો સૌથી વધુ મુસ્લિમ જનસંખ્યાવાળા દેશોની વાત કરીએ તો ઈન્ડોનેશિયા પહેલા નંબરે છે, જ્યારે ત્યારબાદ પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ આવે છે.