હવે રૂ. 2 લાખથી વધુની રોકડ ચુકવણી કરી તો ગયા સમજો, આઇટી વિભાગની નજર તમારા પર છે..

Spread the love

હોટલો, લક્ઝરી બ્રાન્ડ્સના વેચાણ, હોસ્પિટલ અને આઇવીએફ સેન્ટરમાં રોકડમાં જંગી રકમની ચુકવણીના કિસ્સા વધતાં જાય છે.

ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (સીબીડીટી)એ આવી જગ્યાએ રોકડમાં થતી જંગી રકમની ચુકવણી પર સંબંધિત વ્યક્તિને કોઇ પણ પ્રકારની સમસ્યા કે દખલગીરીનો સામનો ન કરવો પડે એ રીતે નજર રાખવા આવકવેરા વિભાગને આદેશ કર્યો છે.

વધુ પાછલા નાણાકીય વર્ષથી આવકવેરાની જે બાકી રકમ હોય તેની રિકવરી માટે ખાસ પ્રયત્નો કરવા પણ સીબીડીટી દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. સીબીડીટી દ્રારા તાજેતરમાં જ એન્યુઅલ એકશન પ્લાન 2024-25 તૈયાર કરીને તેને જારી કરવામાં આવ્યો હતો. આવકવેરા વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યા મુજબ રૂ. 2 લાખથી વધુ રકમની ચુકવણી રોકડમાં કરવામાં આવે તો તે અંગે સ્ટેટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ ટ્રાન્ઝક્શન (એસએફટી) દ્રારા આવકવેરા વિભાગને જાણ કરવા બેંકો સહિતની નાણાકીય સંસ્થાઓને આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ આ સંસ્થાઓ દ્રારા આ પ્રકારે જાણકારી આપવામાં આવતી નથી. સીબીડીટીએ આઇટી વિભાગને આપેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના જે એસએફટી રજુ કરવામાં આવ્યા છે તેની ચકાસણી પરથી જાણવા મળ્યું છે કે રૂ. 2 લાખથી ઉપરના રોકડ વહેવારોને રિપોર્ટ કરવાની જોગવાઇનું પાલન બહુ ચતુરાઇપૂર્વક ટાળવામાં આવે છે અને નિયમોનો આવો ભંગ બહુ સામાન્ય બની ગયો છે. આ ઉપરાંત આઇટી એક્ટની 139 એ કલરની જોગવાઇ મુજબ જ્યારે આવી રીતે રોકડ ચુકવણી કરવામાં આવે ત્યારે રકમ ચુકવનારે પાન નંબર આપવાની અને રકમ લેનારે પાન નંબર મેળવવાની જોગવાઇ છે, પરંતુ આ જોગવાઇનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી માટેની કોઇ વ્યવસ્થા નથી.

આ બાબતને ધ્યાનમાં રાખી સીબીડીટીએ આવકવેરા વિભાગને જણાવ્યું છે કે કોઇ પણ કિસ્સામાં જો રૂ. 2 લાખથી વધુ રકમની ચુકવણી રોકડમાં કરવામાં આવી હોય તો આ ચુકવણી કોણે કરી અને તેનો આવકનો સ્રોત શું છે તેની ચકાસણી કરવી અનિવાર્ય છે. સીબીડીટીએ આવી રીતે જંગી રકમની રોકડ ચુકવણી જ્યાં બહુ પ્રચલિત છે એવા કેટલાક ખર્ચ પણ શોધી કાઢયા છે. જેમાં હોટલ, બેંક્વેટ હોલ, લક્ઝરી બ્રાન્ડનું રિટેલ વેચાણ, આઇવીએફ ક્લિનિક, હોસ્પિટલ, ડિઝાઇનર ક્લોથિંગ સ્ટોર, મેડિકલ કોલેજમાં એનઆરઆઇ ક્વોટાની સિટ માટે થતી ચુકવણી વગેરે સમાવિષ્ટ છે. આવી જગ્યાએ થતાં રોકડના વહેવારો શોધી કાઢી કોઇ પણ પ્રકારની દખલગીરી ન થાય એવી રીતે આવી રીત રોકડમાં ચુકવણી કરનારની માહિતી મેળવવા માટે આવકવેરા વિભાગને આદેશ આપવામાં આવ્યો છે.

આવકવેરા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અર્થતંત્રમાં રોકડમાં થતાં વહેવારોની સંખ્યા કેટલી મોટી છે એનો સંકેત આઇટી ડિપાર્ટમેન્ટે કરેલા સર્ચ ઓપરેશન્સ પરથી મળે છે. નાણાકીય વર્ષ 2023-24માં આવકવેરા વિભાગે દેશભરમાં કુલ 1,100 સર્ચ ઓપરેશન્સ અને રેડ હાથ ધરી હતી. આ 1,100 સર્ચ ઓપરેશન્સમાં જે કુલ રૂ. 2,500 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી હતી, તે પૈકી રૂ. 1,700 કરોડ તો રોકડ રકમ જ હતી.

સીબીડીટીએ આવકવેરા વિભાગને આપેલા આદેશમાં જણાવાયું છે કે ડેટા માઇનિંગ અને ડેટા એનાલિસીસના કારણે કર ભરતા ન હોય એવી મોટી આવક ધરાવતા કરદાતાઓને શોધી કાઢવું હવે સરળ બન્યું છે અને આ પ્રકારે ડેટાનો ઉપયોગ કરવાથી વિશાળ સંખ્યામાં કરદાતાઓને શોધી કાઢી શકાય તેમ છે. જે લોકો આઇટી રિટર્ન ભરતા નથી અથવા તો આઇટી રિટર્ન ભરે છે પણ જેમના રિટર્ન તેમણે કરેલા નાણાકીય વહેવારો સાથે સુસંગત નથી તેમને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમના ઉપયોગથી શોધી કાઢી શકાય છે અને તેમના વહેવારુંનું ઇ વેરિફિકેશન પણ થઇ શકે છે. આના કારણે પણ નવા કરદાતા શોધી શકાય એમ છે.

સીબીડીટીએ આવકવેરા વિભાગને એવો આદેશ પણ આપ્યો છે કે 2023-24માં રિટર્ન ભરનારા કરદાતાની જે સંખ્યા હતી તેમાં વર્ષ 2024-25માં 10 ટકાનો વધારો કરવામાં આવે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે ડેટા માઇનિંગ, ડેટા એનાલિસીસ અને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનો ઉપયોગ કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com