રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસે દ્વારા કરતા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા કેટલા દિવસોથી શરૂ કરવામાં આવી છે. આ ન્યાય યાત્રામાં કોંગ્રસના ઘણા મોટા કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યારે કોઠારીયાનો કમલેશ ઉર્ફે કમો કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાયા હતાં. હાથમાં ધ્વજ લઈ કમેલશ ન્યાય યાત્રમાં જોડાઈ ન્યાય માટે સરકાર સામે સવાલ કર્યા હતા.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કેટલાક દિવસોથી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસે રાજકોટ અગ્નિકાંડના મામલે મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે રાજકોટ બંધનું એલાન આપ્યું હતું. ત્યારે કોંગ્રેસને આ મામલે સફળતા મળી હતી. જેનો મોટો ફટકો ભાજપને પડ્યો હતો. સફળતાનો લાભ ઉઠાવવા કોંગ્રેસે ન્યાય યાત્રાનું પ્લાનિંગ કર્યું. જેમાં રાજકોટ અગ્નિકાંડ, મોરબી પુલ દુર્ઘટના, વડોદરા બોટકાંડ અને સુરતના તક્ષશિલાકાંડના પીડિત પરિવારોને સાથે રાખવાનું અને તેમને અન્યાય થયો હોવાનો મુદ્દો ઉઠાવવાનું નક્કી કર્યું.
જો કે કોંગ્રેસની બાજી ઉંધી પડી હતી. 9મી ઓગસ્ટે શરૂ થયેલી આ ન્યાય યાત્રામાં પીડિત પરિવારોનો સાથ મળ્યો ન હતો. ઘણા પીડિત પરિવારોએ તેમાં જોડાવાની ચોખ્ખી ના કહી દીધી.
કોંગ્રેસની આ ન્યયા યાત્રા મોરબીથી શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં 150થી વધુ કિલોમીટરનું અંતર કાપી ચૂકી છે. આ યાત્રા ગાંધીનગર પહોંચતા સુધીમાં તે 300 કિલોમીટરનું અંતર કાપશે. કહી શકાય કે માર્ચ મહિનામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓએ ભાગ લીધો હતો. પરંતુ દુર્ઘટના પીડિતો માટેની આ ન્યાય યાત્રામાં હજુ સુધી અમુક મોટા નેતાઓ ફરક્યા જ નથી.