ભારતીય સમાજ વ્યવસ્થામાં લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોની સંખ્યા નિરંતર વધી રહી છે. આ દરમિયાન પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા એવા યુગલો પણ સુરક્ષાના હકદાર છે, જેમણે સુરક્ષાનો ખતરો હોય, ભલે જ એ યુગલોમાં કોઇ પણે કોઈ અન્ય સાથે લગ્ન કેમ કર્યા ન હોય.
યશ પાલ વિરુદ્ધ રાજ્ય સરકારના એક મામલાની સુનાવણી કરતી વખતે જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ સુદીપ્તિ શર્માની બેન્ચે કહ્યું કે, આવા લિવ-ઈન રિલેશનશીપના સામાજિક અને નૈતિક પ્રભાવ છતાં, એ યુગલોને વિવિધ સ્વરુપોમાં સ્વાયત્તતા પણ આપવામાં આવી છે.
હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, જ્યારે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોમાંથી કોઈ એક વિવાહિત છે, તો આ પ્રકારના સંબંધમાં રહેતા લોકોના સંબંધિત પરિવારના સભ્ય કે કોઇ નૈતિક દેખરેખ રાખનાર દ્વારા ધમકી આપવામાં આવે છે. આ રીતે આવા લિવ-ઈનમાં રહેતા યુગલોને સુરક્ષાનો દાવો કરવાનો હક છે.
જોકે, હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, લિવ-ઈન રિલેશનશીપમાં રહેતા યુગલોમાંથી કોઈ પણ સાથીને જો કોઇ સગીર બાળક છે, તો કોર્ટે માતા-પિતાને તેના બાળકની દેખરેખ રાખવાની સૂચના આપી શકે છે. સિંગલ બેન્ચના જજે પોતાના ચુકાદામાં કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા.
કોર્ટે પૂછ્યું હતું કે શું જો લિવ-ઈનમાં રહેનાર બે વ્યક્તિ ઉચિત અરજી દાખલ કરીને પોતાના અને સ્વતંત્રતાની સુરક્ષા ઈચ્છે છે, તો કોર્ટને તેમની લગ્નની સ્થિતિ અને એ મામલાની અન્ય પરિસ્થિતિઓની તપાસ કર્યા વિના તેમને સુરક્ષા પ્રદાન કરવાની જરુરિયાત છે. આ ઉપરાંત, કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર નકારાત્મક છે, તો એવી કઇ પરિસ્થિતિ છે, જેમાં કોર્ટે તેમને સુરક્ષા આપવાનો ઈનકાર કરી શકે છે? આ ચુકાદા પછી પીડિત યુગલે હાઇકોર્ટની ડબલ બેન્ચનો દરવાજો ખટખટાવ્યો હતો.