અમદાવાદ: કોંગ્રેસ અધિવેશનમાં મહેમાનોને લઈ જવા લાવવાની ગાડીની વ્યવસ્થા; રેલવે સ્ટેશન એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક ઉભું કરાશે

Spread the love

 

5 એપ્રિલ 2025 અમદાવાદ: શહેરમાં આવનારી 8 અને 9 એપ્રિલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન યોજવા જઈ રહ્યું છે ત્યારે 3,000થી વધુ નેતાઓ દેશભરમાંથી આવવાના છે ત્યારે 7 એપ્રિલના રોજ સવારથી જ અમદાવાદ શહેરના રેલ્વે સ્ટેશનો તથા એરપોર્ટ પરથી અમદાવાદ પહોંચવાના છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ જોર શોરમાં ચાલી રહી છે.

ત્યારે દેશભરના નેતાઓને અમદાવાદમાં અધિવેશનના કાર્યક્રમોમાં પહોંચાડવા માટે શહેરના કુલ 6 રેલવે સ્ટેશન, ગાંધીનગરમાં એક અને એરપોર્ટ ઉપર ત્રણ હેલ્પ ડેસ્ક મળીને કુલ 10 હેલ્પ ડેસ્ક બનાવાશે જેમાં દરેક હેલ્પ ડેસ્ક ઉપર NSUI તથા યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહી સેવા આપશે.

દરેક નેતાઓ માટે ગાડીઓની વ્યવસ્થા: કાર્યકર સાથે રહેશે.

રાજીવ ગાંધી ભવન ખાતે NSUI પ્રમુખ તથા યુવક કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે. NSUI ના કાર્યકર્તાઓ હેલ્પ ડેસ્ક ઉપર હાજર રહીને દેશભરમાંથી આવતા તમામ નેતાઓને લઈ જવા અને લાવવા માટે ખડે પગે હાજર રહેશે. આવનારા તમામ નેતાઓ માટે અલગ અલગ ગાડીઓની વ્યવસ્થા કરાઈ છે અને તમામ ગાડીઓમાં એક NSUI કાર્યકર નેતાઓની સાથે રહેશે.

3000 નેતાઓ બેસી શકે તેઓ AC ડોમ તૈયાર

હાલ ગુજરાત કોંગ્રેસ દ્વારા દેશના તમામ નેતાઓ પાસેથી કયા સમયે ટ્રેન અથવા ફ્લાઈટમાં આવવાના છે તેની જાણકારી મેળવી તેમની માટે વ્યવસ્થા કરવાની તૈયારીઓ કરાઈ રહી છે. અધિવેશન આઠ અને નવ એપ્રિલે મળવાનું હોવાથી 8 એપ્રિલના રોજ સૌથી પહેલા સવારે 11 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી શાહીબાગ ખાતેના સરદાર પટેલ સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. જેમાં 150 જેટલા નેતાઓ ભાગ લેશે. જે બાદ સાંજે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાશે. અને બીજા દિવસે એટલે કે 9 એપ્રિલના રોજ સવારે 9:30 વાગે રિવરફ્રન્ટના તટે આવેલા ઇવેન્ટ સેન્ટર ખાતે અધિવેશન મળશે જેમાં દેશભરના 3000થી વધુ નેતાઓ ભાગ લેવાના છે. રિવરફ્રન્ટ ખાતેના ગુજરાત કોંગ્રેસ દ્વારા 3000થી વધુ લોકો બેસી શકે તેવો ડોમ બનાવવામાં આવ્યો છે જેમાં એસી અને કુલરોની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે 150થી વધુ નેતાઓ બેસી શકે તેવો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસ દ્વારા મહાિવેશન માટે વિશાળ ડોમ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આવનારા સમયમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કઈ રીતે બાજી મારશે કે સંગઠનમાં કોઈ ફેરફારો કરશે કે કેમ? ભારતના મતદારોનું દિલ કેવી રીતે જીતશે? કયા એવા નિર્ણયો લેશે જેના કારણે કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની શકે. તેના ઉપર સૌ કોઈની નજર રહેશે.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com