અમદાવાદ
ગુજરાત ઉર્જા વિકાસ નિગમે 2023-24ના નાણાંકીય વર્ષ માટેના વીજદર વધારા માટે ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ કરેલી પીટીશનમાં વીજદરમાં સીધો કોઈ જ વધારો માગ્યો નથી, પરંતુ સિફતથી ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટની ફોર્મ્યુલા હેઠળ એફપીપીપીએના પાયાના દરમાં 70 પૈસાનો વધારો માગી લીધો છે.આ વધારાના ગુજરાત વીજ નિયમન પંચ માન્ય રાખે તો તેને પરિણામે એફપીપીપીએ હેઠળ અત્યારે યુનિટદીઠ રૂૂા. 1.90 ચૂકવવાના આવે છે તે વધીને રૂૂા. 2.60 થઈ જશે. તદુપરાંત વીજ ખરીદી અને વીજ ઉત્પાદન માટે વપરાતા ઇંધણમાં આવતા ખર્ચ બોજના વધારાનો ખર્ચ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ માગી શકશે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વીજ કંપનીઓ માટે માગવામાં આવેલા આ વધારાને પરિણામે ગુજરાતના 1.40 કરોડ વીજ વપરાશકારોને માથે મહિને અંદાજે રૂૂા. 700 કરોડ અને વસે અંદાજે રૂૂા. 8400 કરોડનો બોજો આવી શકે છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમની કંપનીઓએ વીજદરમાં કોઈ જ વધારો ન માગ્યો હોવાનો દેખાવ કર્યો છે. તેની સાથે જ એફપીપીએના દરમાં યુનિટદીઠ 70 પૈસાનો વધારો માગ્યો હોવાથી એક યુનિટે લેવાતા એફપીપીપીએમાં રૂૂા. 70નો વધારો તો સીધો જ આવી જશે. અત્યારે તેણે વીજ વપરાશકારો પાસેથી 2.60ના એફપીપીપીએ ઉપરાંત યુનિટદીટ 69 પૈસા લેવાના બાકી છે.જર્ક જીયુવીએનએલની આ દરખાસ્તને માન્ય રાખે તો 69 પૈસાની બાકી વસૂલી એક ઝાટકે જ થઈ જશે.હવે ત્રિરાશી માંડીએ તો ખરેખર વીજ બિલમાં કેટલો વધારો આવે છે તેનો અંદાજ આવી જશે. મહિને 50 યુનિટ વીજળી વાપરનારે યુનિટદીઠ અત્યારે રૂૂા. 3.05 ચૂકવવા પડે છે. તેના પર એફપીપીપીએના રૂૂા. 2.60 વત્તા નવા 70 પૈસા મળીને રૂૂા. 3.30 ચૂકવશે. પરિણામે રૂૂા. 5.65ના ભાવે એક યુનિટ વીજળી મળતી હતી તે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી સાથે યુનિટે રૂૂા. 6.30 થઈ જશે. તેના પર 15 ટકા ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી ચડાવવામાં આવે તો રૂૂા. 6.50ના યુનિટદીઠ દરની વીજળીનો ભાવ વધીને યુનિટદીટ રૂૂા. 7.30 થઈ જશે.
આમ મહિને 200 યુનિટ વીજળી વાપરનારાઓને માથે મહિને અંદાજે રૂૂા. 160નો અને બાર મહિને 1920નો વધારાનો બોજ આવશે. તેમ જ મહિને રૂૂા. યુનિટ વીજળીનો વપરાશકરનારાઓને માથે મહિને રૂૂા. 320નો અને વર્ષે રૂૂા. 3840નો બોજો આવશે.
એફપીપીપીએને મર્જ-વિલીન કરી દેવામાં ન આવી હોત તો એફપીપીપીએના દર વધીને યુનિટદીઠ રૂૂા. 4.00ને આંબી જવાની સંભાવના છે. પરંતુ જર્ક કે જીયુવીએનએલ બંનેમાંથી એક પણ તંત્ર એફપીપીપીએના યુનિટ દીઠ રૂ.2ને યુનિયના પાયાના રૂ.2 ગણીને હિસાબ કરવા જ માગતા નથી. ચૂંટણી જીત્યા પછી સરકાર વીજદર વધારી દે છે તેવા મહેણા લોકો ન મારે તે માટે એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ આડકતરો વીજદર વધારો માગી લીધો છે. બીજીતરફ પાવર પરચેઝ કોસ્ટ વધીને યુનિટદીઠ રૂૂા. 5.75 થઈ ગઈ છે.