ભારતમાં લાખો મંદિરો આવેલા છે. દેશમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં તમને કોઈ મંદિર ન જોવા મળે. આમાંથી ઘણા એવા મંદિરો છે, જેમણે તેની અંદર અનેક પ્રકારના રહસ્યો સાચવીને રાખ્યા છે. આ સિવાય તમામ મંદિરોની પોતાની આગવી ઓળખ અને પોતાનું અલગ મહત્વ છે. આજે અમે તમને એક એવાં જ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં માતાજીની મૂર્તિને પરસેવો થાય છે.જેને શ્રદ્ધાળુઓ સૌભાગ્યનું પ્રતીક માને છે.
આ મંદિર હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલું છે. મંદિરને પ્રખ્યાત દેવીપીઠ ભલેઈ માતાના નામથી ઓળખવામાં આવે છે. અહીં માતાજીના દર્શન માટે દરરોજ હજારો ભક્તો આવે છે, પરંતુ નવરાત્રીના તહેવાર દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
અહીં આવનારા ભક્તો વિશેષ આસ્થાના કારણે મંદિરે આવે છે. કહેવાય છે કે માતાજીના આ મંદિરે મૂર્તિને પરસેવો વળે છે. લોકોનું માનવું છે કે જ્યારે પણ માતાજીને પરસેવો આવે છે ત્યારે મંદિરમાં હાજર તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થઈ જાય છે. મંદિરના પૂજારીનું કહેવું છે કે આ ગામમાં દેવી માતા પ્રગટ થયા હતા, તેથી અહીં તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશમાં આવેલું ભલેઈ ગામ ડેલહાઉસીથી 35 કિમી દૂર આવેલું છે. મંદિરનું નામ પણ ગામના નામથી જ ઓળખાય છે. તમે અહીં ફ્લાઈટ દ્વારા પણ જઈ શકો છો. દિલ્હીથી તમને ડેલહાઉસી માટે ફ્લાઇટ મળશે, ત્યારબાદ તમારે અહીંથી કેબ અથવા બસ દ્વારા જવું પડશે. જો તમે અહીં ટ્રેન દ્વારા આવવાનું વિચારી રહ્યા છો, તો તમારે દિલ્હીથી પઠાણકોટ સુધીની ટ્રેન લેવી પડશે. ડેલહાઉસી પઠાણકોટથી 82 કિલોમીટર દૂર આવેલું છે.