સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 118 રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. આ ષડયંત્રનો મુખ્ય આરોપી બીજું કોઈ નહીં પણ તે જ કંપનીના મેનેજરનો ભાણેજ નિકુંજ હોવાનું બહાર આવ્યું છે.
મહત્વનું છે કે આરોપી નિકુંજના મામા ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે અને નિકુંજ પણ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે જોબ ઉલ્લેખનીય છે કે નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ઉધાર લીધા હતા.
જે રકમ ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. સવારે દુકાનમાંથી ઝેરી દવા સેલ્ફોસ ખરીદી હતી. ફિલ્ટર પાસે જઈને તેણે આ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિંમત ન થતાં તે ત્યાં ઊભો રહી ગયો હતો. જે બાદ લોકોની અવરજવરથી તે ભયભીત થઈ ગયો અને ઝેરનું પાઉચ ફિલ્ટરમાં નાખી દીધું હતું જેથી કોઈને ખબર ન પડે. નિકુંજ હાઈફાઈ લાઈફ જીવી રહ્યો હતો. જેથી તેણે ઉધારમાં આઠ લાખ રૂપિયા લીધા હતા, પરંતુ ચૂકવી શકવાની સ્થિતિમાં નહોતો. નિકુંજે જે વિગત આપી છે તે સાચી છે કે નહીં તેની તપાસ પણ હાલ કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.