RTI ને ઈન્કમ બનાવી તોડબાજી, ખંડણીખોરો સામે CID ક્રાઈમની તપાસ, અધધ.. 2734 RTI,

Spread the love

 

 

પત્રકારના સ્વાંગમાં આરટીઆઇ તોડબાજો, ખંડણીખોરોનો મોટો વેપલો, ચાર બ્લેક લિસ્ટ


આર.ટી.આઈને ઈન્કમ બનાવી તોડબાજી, ખંડણીખોરો સામે CID ક્રાઈમની તપાસ, અધધ.. 2734 RTI,


સુરતમાંથી ત્રણ, ગાંધીનગરમાં બે સામે CID તપાસનો ધમધમાટ

 

 

 

ગાંધીનગર

રાજ્યમાં આરટીઆઈના કાયદાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેમાં હવે નાના મોટા નહીં પણ હજારોની સંખ્યામાં આરટીઆઇઓના થોકડા બંધ નીકળી રહ્યા છે, આર.ટી.આઈ ના નામે મહાનગરપાલિકા કલેકટર કચેરી ભૂસ્તર કચેરી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આ બધી કચેરીઓમાં અડીંગો જમાવીને માહિતી મેળવીને અનેક અધિકારી કર્મચારીઓને દબાવતા હોવાનું સામે આવતા અને અનેક ફરિયાદ સરકારને મળતા હવે ગૃહ વિભાગ પણ કડક પગલાં લેવા તૈયારી આરંભી છે, ત્યારે સુરત જેવા શહેરમાં એક ધારાસભ્ય દ્વારા ફરિયાદ કર્યા બાદ ટ્રકો ભરાય તેટલી આઈટીઆઈની માહિતીના પોટલા ભરાઈ જાય તેમ આર.ટી.આઈ તોડબાજો પણ વધી ગયા છે, ત્યારે આનો સડો ગુજરાતની અનેક મહાનગરપાલિકા કલેકટર કચેરી ભૂસ્તર કચેરીમાં પેસી ગયો છે, આખો દિવસ એક જ તોડબાજોનો વેપલો કરતા તત્વો સામે હવે લોકો પણ જાગૃત થતા ફરિયાદો કરવા સામે આવ્યા છે, આ ફરિયાદોના કારણે હવે ગૃહ વિભાગ પણ બાઝ નજર રાખી રહ્યું છે, ત્યારે માહિતીનો અધિકાર અધિનિયમ–RTI ૨૦૦૫ હેઠળ માહિતી માંગી સરકારી અધિકારીઓ, GIDCના ઔદ્યોગિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાનોના સંચાલકો પાસે તોડબાજી કરતા કથિત એક્ટિવિસ્ટ, કથિત ન્યુઝ વેબ પોર્ટલ સંચાલકો સામે ગુજરાત માહિતી આયોગે પહેલીવાર આકરૂ વલણ દાખવ્યુ છે. સુરત અને ગાંધીનગરમાં રહેતા અને રાજ્યભરના અધિકારીઓ, જાહેર એકમોના સંચાલકોની માહિતી માંગીને બ્લેકમેઈલ કરવાના આરોપસર ચાર જેટલા કપિત એક્ટિવિસ્ટ ક્રમ ન્યુઝ પોર્ટલ સંચાલકોને આયોગે બ્લેકલિસ્ટ કર્યા છે. બે વ્યક્તિ સામે CID કાઈમને તપાસ કરવા આદેશો કર્યા છે. અને ૯૫ પાનાના બે અલગ અલગ અપીલ હુકમોમાં સુરતના પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ કો-ઓ સોસાયટીના પ્રમુખ તરફથી રજૂ થયેલી હકીકતો, પોલીસ કેસને આધારે RTI નો દૂરઉપયોગ કરીને બ્લેકમેઈલિંગ કરતા, નાણાં પકડતા કુલ ૨૭ કથિત એક્ટિવિસ્ટ સામે પોલીસ અને સરકારી અધિકારીઓને ધ્યાન રાખવા ‘ઓબ્ઝર્વેશન’ ઓર્ડર કર્યો છે. એટલુ જ નહી, કહેવાતા ૨૭એક્ટિવિસ્ટના નામોની સૂચિ દરેક સરકારી કચેરીઓ, જાહેર અને સરકારનું હિત ધરાવતા એકમોને મોકલીને કોના નામે કેટલી RTI થઈ અને અપીલને તબક્કે પાછળથી સમાધાનને નામે એ અપીલ કે RTI પરત ખેંચવામાં આવી તેનું ધ્યાન રાખવા પણ કહેવાયુ છે. લાંબા સમયથી એક જ કુટુંબના ત્રણ સભ્યો મહેન્દ્રસિંહ બ્રહ્મભટ્ટ, જશવંતસિંહ બહ્મભટ્ટ અને હર્ષ બ્રહ્મભટ્ટ દ્વારા RTI એક્ટ હેઠળ અનેકવિપ સરકારી કચેરીઓ, જાહેર સંગઠનોમાં ૨,૭૩૪ જેટલી અરજી અને અપીલ થયેલી હોવાનું જાણમા આવતા આયોગે પહેલીવાર આ ત્રણેયને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનિય છે કે, આ ત્રણેય સામે સુરતમાં RTI ના નામે તોડબાજી, કથિત પોર્ટલને આધારે ડરાવી ધમકાવીને નાણાં પડાવવા સબબ ફરિયાદો પણ નોંધવામાં આવી છે. સુરત ઉપરાંત ગાંધીનગરમાં રહેતા મહેન્દ્ર પટેલ કે જેની સામે શિક્ષણ વિભાગમાં RTI કરી શૈક્ષણિક સંસ્થાના સંચાલકોનો તોડનો આરોપ છે તેને બ્લેકલિસ્ટ કરાયો છે. ઉપરાંત હિતેશ પટેલ અને મેધના પટેલ સામે CID તપાસનો આદેશ થયો છે.

 


આરટીઆઇને ‘ઇન્કમ’ સમજનારા તોડબાજો અને ખંડણીખોરોની મોડસ ઓપરેન્ડી પણ ગજબની છે, બીજા જિલ્લામાં આરટીઆઇ તૈયાર કરવા નવા માણસો રોકવામાં આવે, બાકી બીપીએલ કાર્ડ દ્વારા જે આરટીઆઈ થઈ તેમાં ૮૦% વિના મૂલ્ય લેવા બીપીએલ કાર્ડ ધારકનો ઉપયોગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે, સુરત બાદ હવે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ નો વારો અહીંયા પણ પગ પેસારો અને ખંડણીખોરોનો ત્રાસ વધી ગયો છે, સરકાર દ્વારા હવે જે લોકો આરટીઆઇ કરીને જેમના વિરુદ્ધ અરજીઓ કરે છે, તેનું કારણ ફક્ત ખંડણી, ત્યારે આવા આરટીઆઇ અને અરજી કરનારા તત્વો સામે ખંડણીથી લઈને તોડબાજી કરતા હોય તો ફરિયાદ નોંધાવવા સામે આવો તેવું પણ અધિકારીઓ કહી રહ્યા છે, આવનારા દિવસોમાં અનેક ખંડણીખોરો પાંજરે પૂરાશે


પાસા પકડાયેલા આરોપીઓના નામ

ભરત પાટીલ(બુટલેગર), અમદાવાદ,

અનિલ દાયમા (બુટલેગર), અમદાવાદ

મહેન્દ્ર માલી (ભયજનક), રાજકોટ

પારસ કિશનલાલ ગુર્જર ભયજનક), અમદાવાદ

રાહુલ આમીર સૈયદ (ભયજનક), અમદાવાદ

સંજય મધુ કાતરીયા(સાયબર), અમદાવાદ

સુમિત સંતોષ મિશ્રા(ભયજનક), અમદાવાદ

મનીષ રમાશંકર પ્રજાપતિ (ભયજનક), અમદાવાદ

બળવંત હીરજી વરીયા(ખંડણીખોર), પોરબંદર

લલીત બાબુ ડોંડા(ખંડણીખોર), ભૂજ –

રાજેશ રાધવ મોરડીયા(ખંડણીખોર), મહેસાણા,

વિનય વિશાલ આહીર (ભયજનક), અમદાવાદ

આબીદ કાદીર શેખ (ભયજનક), રાજકોટ –

શૈલેષ પોપટ ખેની (બુટલેગર), અમદાવાદ

રૂ દિનેશ નારાયણ પાટીલ(બુટલેગર), અમદાવાદ

આબીદ હુસૈન હું રીઝવાની (ભયજનક), અમદાવાદ

સુનિલ મિશ્રા(ભયજનક)ભૂજ


 

 

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com