જાણકારો એવું કહે છે કે કોઈ વ્યક્તિ, સમાજ કે દેશ જો ઈતિહાસમાંથી યોગ્ય બોધપાઠ ન લે તો સમય જતા તેનું પતન નિશ્ચિત છે. આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી મૂળ વાત ઉપર આવીએ. મૂળ વાત ગુજરાતમાં નોંધપાત્ર જનસંખ્યા ધરાવતા પાટીદાર સમાજની છે.
થોડા સમય પહેલા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના નેતા મનહર પટેલે સમાજની અગ્રણી સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓને સંબોધીને એક પત્ર લખ્યો જેમાં કેન્દ્રવર્તી વિચાર એ હતો કે પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે.. સાબિતીરૂપે તાજેતરમાં પકડાયેલા આરોપીઓના ઉદાહરણ આપવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓ મોટેભાગે અધમ કક્ષાના કૃત્ય સાથે સંકળાયેલા હતા. જેટલા આરોપીઓ તાજેતરમાં પકડાયા તેમાથી 50 ટકા જેટલા પાટીદાર હતા. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઘણા પાટીદાર અગ્રણીઓએ મનહર પટેલની વાતને વ્યાજબી ગણાવી અને સમાજના અગ્રણીઓને આ દિશામાં ગંભીર વિચાર કરવા અપીલ પણ કરી. નકલી અધિકારી, નકલી ખાતર-બિયારણ, નકલી દવાઓ એવા કોઈપણ ગુના હોય જેમાં સમાજની સીધી છેતરપિંડી અને નુકસાન હોય તેમા પાટીદાર વ્યક્તિની સંડોવણી સામે આવી. કદાચ માનસિકતા એ વ્યક્તિગત મુદ્દો હોય તો પણ કોઈપણ સમાજના અગ્રણી અને શ્રેષ્ઠીઓની નૈતિક ફરજ તો છે જ કે તેઓ સમાજને સાચો રસ્તો ચિંધે. સવાલ એ છે કે સમગ્ર સમાજનો યુવાવર્ગ ગેરમાર્ગે જાય છે એવી ચિંતા વ્યક્ત કરતો પત્ર કેમ લખવો પડ્યો. પાટીદાર સમાજ જેવા ખમીરવંતી સમાજના કેટલાક સંતાન રૂપિયા કમાવવા માટે શોર્ટકટ અપનાવે અને છેતરપિંડી કરે તેવી સ્થિતિ કેમ આવી. પાટીદારોની અગાઉની પેઢી જેવી નૈતિક રીતે ઉંચા મૂલ્ય ધરાવતી પેઢી પાસેથી આજનો સમાજ કંઈ શીખશે કે નહીં. ગુનાહિત માનસિકતાને ડામવા સમાજ અને સંસ્થાઓ શું કરશે.
‘નકલી’કાંડથી પાટીદાર સમાજની શાખ ખરડાઈ? તેમજ ગુનામાં પાટીદાર યુવાનોની સંડોવણી ચિંતાજનક છે. પાટીદાર સંસ્થાઓને યુવાનો પ્રત્યે ચિંતા કેમ કરવી પડી? તેમજ યુવાનોને અવળા માર્ગે જતા કેવી રીતે અટકાવવા?, ગુનેગારીને ઓછી કરવા સમાજ-સંસ્થાઓ શું કરશે?
પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા મનહર પટેલનો પત્ર ચર્ચામાં આવ્યો છે. પત્ર પાટીદાર સમાજની સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓને સંબોધીને હતો. મનહર પટેલના પત્રનો સંસ્થાઓએ ખાસ પ્રત્યુત્તર નહતો આપ્યો તેમજ સમય જતા પત્ર સાર્વજનિક કરાયો. પત્રમાં પાટીદાર સમાજના યુવાનો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. યુવાનોને ખોટા રસ્તે જતા રોકવા સંસ્થા અને સમાજ ચિંતન કરે તેવી અપીલ
મનહર પટેલે જે પત્ર લખ્યો તેમાં અનેક ઠગબાજનો ઉલ્લેખ હતો. પકડાયેલા ઠગબાજમાંથી ઘણાખરા પાટીદાર હતા તેમજ મનહર પટેલે ચિંતા વ્યક્ત કરી કે ઠગ ટોળકીમાં 50% જેટલા પાટીદાર છે. ભૂતકાળમાં પણ પટેલ સમાજના યુવાનો અધમ ગુનાઓમાં પકડાયેલા છે. નકલી હીરા, નકલી ઘી, નકલી પાસપોર્ટ જેવા ગુનાઓમાં પાટીદાર યુવાનોના નામ. સમાજમાં ગુનાહિત માનસિકતા ઘર કરી રહી છે તેની સામે ચિંતા વર્તમાન પેઢી ગેરમાર્ગે જઈને બરબાદ થઈ રહી હોવાનો મત. સમાજના સારા કામ ઉપર પાણી ફરી રહ્યું છે.
પાટીદાર યુવાનોને ગેરમાર્ગે જતા અટકાવવામાં આવે તેમજ સમાજની સંસ્થાઓના સંચાલકો અને અગ્રણીઓ ચિંતન કરે. અધમ કૃત્યોમાં પાટીદારોની સંખ્યા કેમ વધી રહી છે તે અંગે ચર્ચા થાય છે. પાટીદાર સમાજની દરેક વ્યક્તિ શિસ્તને અનુસરે અને પાટીદાર સમાજને એક સૂત્રે બાંધવાનો સમય આવ્યો છે. `એક સમાજ એક બંધારણ’ એવા વિચાર સાથે `પટેલ સંસદ’નું નિર્માણ થાય અને સમાજની ગતિ, પ્રગતિ, કાર્ય પદ્ધતિ, વિકાસની વ્યાખ્યા સ્પષ્ટ થાય. તંદુરસ્ત સમાજ માટે લાંબાગાળાની રણનીતિ ઘડવામાં આવે
કિરણ પટેલ
PMOના નકલી અધિકારી
વિરાજ પટેલ
CMOના નકલી અધિકારી
નિકુંજ પટેલ
CMOના નકલી અધિકારી
નેહા પટેલ
નકલી કલેક્ટર