ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ ગુજરાતના દસ જિલ્લામાં પ્રમુખોની નિમણૂક કરી છે, જેમાં અમદાવાદમાં હિંમતસિંહ પટેલ, રાજકોટમાં લલિત વસોયા, વડોદરામાં જશપાલસિંહ પઢિયાર અને અમરેલીમાં પ્રતાપ દૂધાતની નિમણૂક કરી છે, સાથે જ કોંગ્રેસ ઇલેક્શન કમિટીની પણ રચના કરી છે, જેમાં 40 સભ્યનો સમાવેશ કર્યો છે.
કોંગ્રેસની જાહેર થયેલી યાદીમાં મોટા ભાગના એવા સભ્યો છે, જે ચૂંટણી લડી ચૂક્યા હોય અને અનુભવી હોય. આવા લોકોની સંગઠનમાં પસંદગી કરી છે અને સંગઠનની કામગીરીમાં બદલાવ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એમ લાગે છે, જેમ કે હિંમતસિંહ પટેલ પૂર્વ મેયર તથા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. પ્રતાપ દૂધાત, લલિત વસોયા, લલિત કગથરા વગેરે જેવા નેતાના અનુભવનો લાભ લઈ નવું સંગઠન ઊભું કરી બદલાવ લાવવાનો આ પ્રયાસ હોય એમ લાગે છે.
જ્યારે જૂનાગઢમાં ભરત અમીપરા, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, ખેડામાં ચંદ્રશેખર ડાભી, આણંદમાં વિનુભાઈ સોલંકી, નર્મદામાં પ્રફુલ પટેલ અને ડાંગમાં મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
હાલમાં જાહેર કરવામાં આવેલી યાદીમાં 10 જિલ્લા પ્રમુખના નામની યાદી જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં અન્ય શહેર અને જિલ્લાના પ્રમુખના નામની યાદી પણ જાહેર કરવામાં આવશે. આ અંગે તમામ ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ગમે ત્યારે બાકી રહેલા શહેર અને જિલ્લા પ્રમુખના નામ પણ જાહેર થશે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગત 26 નવેમ્બરના રોજ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તાલુકા અને જિલ્લા સ્તરના સંગઠનના નામ જાહેર કરવા અંગે ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય થવાનાં બે જ સપ્તાહમાં કોંગ્રેસે પોતાની કમિટીની જાહેરાત કરી છે.
ઓલ ઇન્ડિયા ગુજરાત કોંગ્રેસ માટે ઇલેક્શન કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ કમિટીમાં 40 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ઇલેક્શન કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં હાલના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, સિનિયર નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલનો આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
1. શક્તિસિંહ ગોહિલ
2. અમિત ચાવડા
3. ભરતસિંહ સોલંકી
4. અર્જુન મોઢવાડિયા
5. જગદીશ ઠાકોર
6. સિદ્ધાર્થ પટેલ
7. અમી યાજ્ઞિક
8. નારાયણ રાઠવા
9. દીપક રબારિયા
10. મધુસૂદન મિસ્ત્રી
11. શૈલેષ પરમાર
12. લાલજી દેસાઈ
13. તુષાર ચૌધરી
14. સી.જે. ચાવડા
15. અનંત પટેલ
16. વિમલ ચૂડાસમા
17. ગેનીબેન ઠાકોર
18 . પરેશ ધાનાણી
19. સુખરામ રાઠવા
20. સોનલબેન પટેલ
21. પ્રભાબેન તાવિયાડ
22. જિજ્ઞેશ મેવાણી
23. હિંમતસિંહ પટેલ
24. લલિત કગથરા
25. ઋત્વિક મકવાણા
26. અમરીશ ડેર
27. કાદિર પીરઝાદા
28. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ
29. પુંજાભાઈ વંશ
30. વીરજીભાઈ ઠુંમર
31. વિક્રમ માડમ
32. ગ્યાસુદ્દીન શૈખ
33. ચંદ્રિકાબેન ચૂડાસમા
34. બલદેવ ઠાકોર
35. રઘુ દેસાઈ
36. લાખાભાઈ ભરવાડ
37. કિશન પટેલ
38. ગૌરવ પંડ્યા
39. ઇન્દ્રનીલ રાજ્યગુરુ
40. નૌશદ સોલંકી