ગુજરાતનું પાટનગર gj -૧૮ જ્યારથી મનપા આવી ત્યારથી પ્રશ્નો રોજબરોજ વધતા જાય છે, અને પહેલાં ફક્ત નાના સ્ટાફ સાથે નોટીફાઇડનું કામ સારૂ હતું. ત્યારે બડે લોગો કી બડે બાત હોય તેવા દર્સન થઇ રહ્યા છે, ત્યારે કચરાની ડંમ્પીંગ સાઇટ વચ્ચે ચરેડી, રાંધેજા, પેથાપુર બાદમાં સાદરા ખાતે લઇ જવાની વાતથી ત્યા પણ વિરોધનો વંટોળ શરૂ થઇ ગયો છે, અને આખરે સાદરા ખાતે અનેક લોકોના વિરોધ બાદ સાઇટ રદ કરવાની ફરજ પડી છે, ત્યારે ચૂંટણીલક્ષી માહોલ હોય તેમ ફક્ત ડર જરૂરી હૈ, તેવો ઘાટ સર્જાયો છે, ત્યારે કોંગ્રેસે ભાજપ શાસિત નગરપાલિકાના પદાધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિપક્ષના નેતા અંકિત બારોટે કહ્યું કે ડમ્પીંગ સાઇટ ભાજપના નેતાઓ માટે રાજકીય રોટલો શેકવાનું સાધન બની ગયું છે. બારોટે જણાવ્યું કે દરેક મેયર પોતાની રાજકીય શાખ બચાવવા માટે ડમ્પીંગ સાઇટનો ઉપયોગ કરતા હોય છે તે સ્પષ્ટ થઇ ગયું છે. અધિકારીઓ ડમ્પીંગ સાઇટના નામે મહાનગરપાલિકાના લાખો રૂપિયાનું આંધણ કરી કામગીરી કરાવે છે અને પ્રજામાં જાહેરાતો કરે છે કે ગાંધીનગરને ઝીરો વેસ્ટ સિટી બનાવીશું પરંતુ રાજકીય આગેવાનો વોટ બેંકના રાજકારણ માટે અધિકારીઓના કામ પર અને પ્રજાના પૈસા પર પાણી ફેરવી નાખે છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ ડમ્પીંગ સાઇટ નથી. મેયર અને અન્ય પદાધિકારીઓ દ્વારા આધઉનિક ડમ્પીંગ સાઇટ બનાવવાના વાયદા કરવામાં આવે છે પરંતુ છેલ્લે રાજકારણની રમતમાં પ્રજાના સ્વાસ્થ્યને જાેખમમાં મૂકીને માત્ર રાજકીય ર્નિણય લે છે તે ગેર વ્યાજબી છે. અધિકારીઓ આવા રાજકીય લોકોના હાથા બનીને કામ કરતા થઇ ગયા છે. ભૂતકાળમાં ત્રણથી ચાર સ્થળ બદલવામાં આવ્યા છે.
સત્તાપક્ષ પાસે કોઇપણ પ્રકારનું વિઝન નથી. દરેક ગામમાં ડમ્પીંગ સાઇટનો વિરોધ થવાનો છે તે નક્કી છે તો શા માટે વહીવટી પ્રક્રિયા કરવામાં આવે છે. સંકલનના અભાવે ગાંધીનગર મહાનગરપાલિકાનો વહીવટ ખાડે ગયો છે. સરકાર સાથે પરામર્શ કરીને આસપાસ માનવ વસ્તી ન હોય તેવી ખુલ્લી સરકારી જગ્યા શોધીને તાત્કાલિક ડમ્પીંગ સાઇટ બનાવવી જાેઇએ. અધિકારીઓએ પણ રાજકીય પદાધિકારીઓના દબાણમાં આવ્યા વગર કામગીરી કરવી જાેઇએ.