ગુજરાતનું કહેવાતું gj-૧૮ આખા ગુજરાતનું જમાદાર કહેવાય, ત્યારે કાયદા, નિયમો, પરિપત્રો, ઠરાવો, આદેશો ભલે અહીંથી પસાર થાય પણ સૌથી મોટું ભેળસેળિયું અને લૂંટણીયુ બજાર બન્યું છે, ત્યારે દર્દીઓ પોતે નાણા ખર્ચીને પ્રાઇવેટમાં રિપોર્ટ કઢાવે અને રિપોર્ટમાં નીલ આવે અને જણાવે કે સોનોગ્રાફીમાં કશું આવ્યું નથી, mri કરાવો, એટલે ઊંડા ખાડામાં ઉતારવાની વાત ત્યારે સોનોગ્રાફીમાં કદમના રિપોર્ટમાં કશું જ ન આવતા દર્દીના પિતાએ હાસકારો અનુભવ્યો હતો, અને ડોક્ટરે જણાવેલ કે ખાવામાં કાંઈક આવી ગયું હશે, બાદમાં ડોક્ટર તો રિપોર્ટ આધારે સારવાર કરે એ સત્ય છે, ત્યારે રિપોર્ટમાં લોચા લાપસી ગણો કે ધપલેબાજી કે પછી ધ્યાનપૂર્વક કામ ન કરતા આખરે દર્દીને ફરી ચાર કલાક બાદ દુખાવો ઉપડતા બીજી જગ્યાએ સોનોગ્રાફી કરાવી, ત્યારે દેવાંશમાં સોનોગ્રાફી કરાવતા દર્દીને એપેન્ડિક્સ આવતા અને ૧૧ mm હોવાનું જાણવતા તથા ૯૦% એપેન્ડિક્સ હોવાથી ઓપરેશન ત્વરિત કરાવવાનું કહેતા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરીને ત્વરિત ઓપરેશન કરવામાં આવેલ અને દર્દીની તબિયત હાલ સુધારા પર છે, ત્યારે રિપોર્ટમાં લાલીયાવાડીના કારણે બીજી જગ્યાએ રિપોર્ટ કરાવતાં સામે આવ્યું બાકી દર્દીની હાલત બહારગામ ગયા હોત તો કફોડી થઈ જાત,
પ્રાપ્ત વિગતોનુસાર સેક્ટર-૨૨ ખાતે રહેતા જતીન શુકલના પુત્ર પ્રભાસને પેટમાં અસહ્ય દુખાવો ઉપાડતા ડોક્ટર પાસે લઈ ગયેલ, ત્યારે ડોક્ટરે સોનોગ્રાફીનો રિપોર્ટ પેટનું કરાવવાનું કહેતા રિપોર્ટ ઘ-૨ પાસે આવેલ સેક્ટર-૬ના મેદાનમાં આવેલ કદમ ડાયોગનોસ્ટિકમાં રિપોર્ટ કરાવેલ ત્યારે આ રિપોર્ટમાં ૧૫૦૦ ખર્ચ કર્યા બાદ રિપોર્ટ નીલ આવેલ ત્યારે નીલ રિપોર્ટથી પુત્ર તથા પિતાએ હાશકારો અનુભવીને મનમાં એવું માન્યું કે, ખાવામાં કંઈક આવી ગયું હશે, અને ડોક્ટર પાસે રિપોર્ટ લઈને ગયા, ત્યારે ડોક્ટરે રિપોર્ટના આધારે જ જણાવેલ કે કશું જ નથી, ચિંતા નથી, દવા લખી આપીને જણાવેલ કે ખાવામાં કશું આવી ગયું હશે, અને દવા લખી આપેલ, ત્યારબાદ ૪ કલાક બાદ અસહ્ય દુખાવો ઉપાડતા બીજી જગ્યાએ સોનોગ્રાફી કરાવવાનું જણાવતા દર્દીના પિતા જતીન શુક્લે, દેવાંશ રેડિયોલોજિસ્ટ પથિકાશ્રમ પાસે કરાવતા ત્યાં ૯૦% દર્દીને એપેન્ડિક્સ હોવાનું અને તાત્કાલિક દાખલ કરવા તથા ઓપરેશન ઝડપી કરાવવાનું હોવાનું માહિતી આપતા અને ડોક્ટરની રિપોર્ટ બતાવતા ડોક્ટર પણ રિપોર્ટ જાેઈને ચોકી ગયા હતા, ત્યારે હવે રિપોર્ટ એક પોઝિટિવ અને બીજાે નેગેટિવ આવતા ચર્ચાનો વિષય શહેરમાં બન્યો હતો, ત્યારે જે પણ ડોક્ટરો દવા કે ઓપરેશન કરે તે રિપોર્ટ ના આધારે જ કરવામાં આવતો હોય છે, ત્યારે કદમ દ્વારા રિપોર્ટમાં કેમ આમ થયું તે પ્રશ્ન શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે દર્દીના પિતાએ તુરંતજ સીવીલમાં દાખલ કરીને તમામ રિપોર્ટ કરાવ્યા બાદ દર્દી પ્રભાસ શુકલ નું ઓપરેશન બીજા જ દિવસે કરાતા અને ઓપરેશનમાં ૧૧ mm એપેન્ડિક્સ સામે આવેલ, ત્યારે મોટાભાગના રિપોર્ટિયા ડોક્ટરો અને અનેક દર્દીઓને રિપોર્ટ કઢાવવાનું કહીને કમિશનની લાલચમાં ઘણીવાર દર્દી અને સગાને શોધવાનું આવતું હોય છે,