દર વર્ષે HIV અને AIDS થી હજારો લોકો સંક્રમિત થાય છે. તેમાંથી ઘણા લોકોના મોત થઇજાય છે. પરંતુ જલદી જ તેને શરીરમાં સંપૂર્ણ રીતે ખાતમો કરી શકાશે. તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ એક ટેક્નિકથી શરીરમાંથી તમામ ઇન્ફેક્ટેડ HIV સેલ હટાવી દીધા છે. વૈજ્ઞાનિકોએ એડવાન્સ જેનેટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇન્ફેક્ટેડ સેલ્સમાંથી વાયરસને સફળતાપૂર્વક એચઆઇવીના સારવાની શોધમાં એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
‘જેનેટિક કાતર’ (Genetic Scissors) નો ઉપયોગ કરીને નિષ્ણાતો લેબોરેટરી સેટિંગમાં જ ઇન્ફેક્ટેડ ટી-સેલ્સમાંથી HIV વાયરસ કાઢવાનું કામ કર્યું છે. આ સાથે વાયરસના તમામ નિશાનો સંપૂર્ણપણે દૂર થઈ ગયા. આ ઉપલબ્ધિને વિશ્વભરના તબીબી ઉદ્યોગમાં એક મોટો વિકાસ માનવામાં આવી રહ્યો છે. જો તે સફળ થાય તો કોઈને આજીવન એન્ટિવાયરલ દવાઓ લેવાની જરૂર રહેશે નહીં અને તેને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે.
જોકે, HIV શરીરની રોગપ્રતિકારક શક્તિમાં હાજર કોષોને નુકસાન પહોંચાડે છે. તેનાથી નુકસાન એ થાય છે કે કોઈપણ ચેપ સામે લડવાની શરીરની ક્ષમતા નબળી પડી જાય છે. આ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરમાંથી નીકળતા પ્રવાહી દ્વારા ફેલાય છે. જેમ કે વીર્ય, યોનિમાર્ગ અને એનલ ફ્લૂઇડ અથવા બ્લડ કે બ્રેસ્ટ મિલ્કમાંથી. જો કે, તે પરસેવો, લાળ અથવા પેશાબ દ્વારા ફેલાઈ શકતું નથી.
એચઆઇવી (HIV) વિશે જાણવાની એકમાત્ર રીત ટેસ્ટ છે. એક નિવાર્ક એચઆઇવી દવા, પ્રી એક્સપોઝર પ્રોફિલેક્સિસ (PrEP) છે. જેન દર વર્ષ 16 થી વધુ ઉંમરના વ્યક્તિને આપવામાં આવે છે. જો તેને યોગ્ય રીતે લેવામાં આવે તો એચઆઇવી થવાનો ખતરો ઓછો થઇ જાય છે. પરંતુ જો કોઇ એકવાર તેનાથી ઇન્ફેક્ટેડ થઇ જાય છે, એવામાં એચઆઇવીની કોઇ સારવાર ઉપલબ્ધ નથી.
નેધરલેંડના શોધકર્તાઓએ તેના માટે Crispr જીનોમ-એડિટીંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેમણે ઇન્ફેક્ટેડ એરિયાને ટ્રેક કર્યો અને સ્પેશિયલ રીતે પ્રોટીન પર ધ્યાન કેન્દ્રીત કર્યું. ત્યારબાદ શોધમાં છુપાયેલા એચઆઇવી સેલ્સને શોધીને તેમના પર રિસર્ચ કરવામાં આવ્યું. શરૂઆતી પરિણામ ખૂબ આશાજનક આવ્યા છે. તેના માટે માણસો પર ટ્રાયલ શરૂ થઇ ગઇ છે.
જોકે આ પ્રગતિઓ છતાં એચઆઇવી માટે એક નિશ્વિત સારવારની શોધ હજુ ચાલી રહી છે. જો આ ટ્રાયલ સફળ થઇ જાય છે તો મેડિકલની દુનિયામાં એક મોટી શોધ હશે.