ગાંધીનગર/અમદાવાદ
ગાંધીનગર ખાતે રાહત નિયામક સી. સી. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની મીટીંગ યોજાઈ હતી, જેમાં IMDના અઘિકારી એમ. મોહન્તીએ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ ગયું છે તેમ જણાવતા કહ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે સમગ્ર ચોમાસા દરમિયાન ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ ૫ડવાની શક્યતા રહેલી છે.
છેલ્લા ૨૪ કલાક રાજ્યમાં થયેલ વરસાદની માહિતી આપતાં રાહત નિયામકે જણાવ્યું હતું કે, સવારના ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી રાજ્યમાં બે જિલ્લાઓના બે તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં ૦૭ મીમી. વરસાદ નોંધાયો છે.
કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલું વર્ષે અંદાજીત ૨,૫૩,૦૨૯ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા. ૧૩/૦૬/૨૦૨૨ સુધીમાં થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨,૧૮,૫૫૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૨.૯૩% વઘુ વાવેતર થયું છે.
સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧૫૪૯૧૫ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના ૪૬.૩૭ ટકા છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૯૪,૯૫૪ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૩૪.૯૩ ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશયો વોર્નીંગ પર છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી અમદાવાદની પ્રજાને ચોમાસાની ઋતુ દરમ્યાન પરેશાની ન થાય તે હેતુથી પ્રી-મોનસુન પ્લાન તૈયાર કરી જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહેલ છે. જેના અનુસંધાને આજ રોજ સ્ટેન્ડીંગ કમિટી રૂમ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ અમદાવાદ ખાતે માન. મેયરના અધ્યક્ષ સ્થાને પ્રી-મોનસૂનની તૈયારીઓ કરવા માટે સમીક્ષા બેઠક અ.મ્યુ.કોર્પો.ના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ સાથે મળેલ હતી.
અમદાવાદની પ્રજાને ચોમાસાની ઋતુ દરમ્યાન પરેશાની ન થાય તે હેતુથી પ્રી-મોનસુન એક્ટીવીટી તથા મહત્વના સૂચનો
* અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા ભળેલ વિસ્તારોમાં પ્રી-મોનસુન એક્ટીવીટીનું અપગ્રેડેશન કરાવવું.
* જરૂરી જગ્યાએ કંટ્રોલ રૂમનું આયોજન કરવું. (હાલનાં વિસ્તાર તથા નવા ભળેલ વિસ્તારો)
* કેચપીટ સફાઈ, વરસાદી પાણીના કેચપીટ તથા ગટર લાઈનની ડીસીલ્ટીંગની કામગીરી કરાવવી.
* વોટર લોગીંગ થતા એરીયામાં પાણી ન ભરાય તેનું પ્લાનીંગ તથા અનાવશ્યક સંજોગોમાં ભરાય તો તાકીદે ખાલી કરાવવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી.
* અધુરા રોડ રસ્તાના કામો તથા વરસાદી પાણીના નિકાલની લાઈનના કામો તાકીદે પૂર્ણ કરવાનું આયોજન કરાવવું.
* નવી સ્ટ્રીટ લાઈટ કામના ખોદાણ, નવી ડ્રેનેજ લાઈન ખોદાણ તથા ગેસ કંપની / ટેલીકોમ કંપની દ્વારા થતા ખોદાણના કામો ચોમાસાની સીઝન દરમ્યાન મનાઈ હુકમ તથા થયેલ કામનાં યોગ્ય પુરાણની ચકાસણી કરાવવી.
* સ્ટ્રીટ લાઈટ ચાલુ રહે તથા સ્ટ્રીટ લાઈટ થાંભલા પડવા અને વીજ કરંટની શક્યતાનું નિવારણ કરાવવું.
* વિવિધ અંડરપાસોમાં પાણી ન ભરાય તેનું આયોજન કરવું તથા અનાવશ્યક સંજોગોમાં પાણી ભરાય જાય તો તાકીદે ખાલી કરવાની વ્યવસ્થા ગોઠવવી.
* વરસાદી પાણીના નિકાલ સાથે સંલગ્ન વિભાગો જેવાં કે, ઈજનેર વિભાગ, ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ તથા એસ.ટી.પી. વિભાગની કામગીરીનું મોનિટરીંગ કરવું તથા ઈજનેર વિભાગ, ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ તથા એસ.ટી.પી. વિભાગો વચ્ચે યોગ્ય સંકલન કરવું.
* હેવી ડીવોટરીંગ વાન-વરૂણ પંપ તથા અન્ય યોગ્ય વ્યવસ્થા સ્ટેન્ડે ટુ રાખવી.
* એસ.ટી.પી. વિભાગના સ્ટ્રોમ વોટર સંપ, એસ.ટી.પી. પંપીગ સ્ટેશનો તથા એસ.ટી.પી. પ્લાન્ટની તમામ મશીનરી કાર્યરત છે કે નથી તેનું ચેકીંગ કરવું અને જરૂર જણાય સુએજ પંપો તથા સંલગ્ન મટીરીયલ સ્ટેન્ડ બાય રાખવા.
* ચોમાસાની ઋતુમાં પડી ગયેલા વૃક્ષો, હોર્ડીંગ્સ વિગેરે રસ્તા ઉપરની અડચણરૂપ વસ્તુઓનો તાકીદે નિકાલ કરવો તથા ટ્રાફીક સામાન્ય કરવાની કામગીરીનું આયોજન કરાવવું.
* નમી ગયેલા વૃક્ષોનું ટ્રીમીંગ કરાવવું.
* તમામ જાહેરાતનાં હોર્ડીંગ્સ ચેક કરવા તથા જાન-માલનું નુકશાન ન થાય તેની તકેદારી રાખવી.
* ઈરીગેશન વિભાગ સાથે સંકલન કરી સાબરમતી નદીમાં પાણીનું યોગ્ય લેવલ જાળવવું.
* વરસાદી વિજળીથી થતું નુકશાન અટકાવવા યોગ્ય પગલાં લેવાનું આયોજન કરવું.
* રસ્તા પર રખડતા ઢોર-ઢાંખર માટે યોગ્ય વ્યવસ્થા તથા તેનાથી થતા રોડ અકસ્માત અટકાવવાનું આયોજન કરવું.
* ફુટપાથ પર રહેતા લોકોનું રેનબશેરામાં રહેવા જરૂરી જમવાની, ઓઢવાની યોગ્ય વ્યવસ્થા કરાવવી.
* જુનાં જર્જરીત ભયજનક મકાનથી થતી જાનમાલના નુકશાન ન થાય તે અંગે ગંભીરતાથી કામગીરી કરાવવી.
* ગટર લાઈન તથા ચોખ્ખા પાણીની લાઈનમાં લીકેજ ને કારણે પીવાના પાણીને કારણે / ગંદકીને કારણે ફેલાતા રોગચાળાને નાથવાનું આયોજન કરવું.
* પીવાના પાણીમાં યોગ્ય ક્લોરીનેશનનું મોનિટરીંગ, જરૂરી ક્લોરીનની ગોળીઓનું વિતરણ તથા જરૂરી દવા છંટકાવ કરવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી.
* પાણીજન્ય રોગો જેવાં કે, કોલેરા, કમળો, ડાયરીયા ન ફેલાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવી.
* વાહકજન્ય રોગો જેવાં કે, મલેરીયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનીયા જેવાં રોગો શહેરમાં ન ફેલાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવી.
* દૈનિક ધોરણે આદર્શ સફાઈની વ્યવસ્થા કરવી.
* વોર્ડ દીઠ મેડીકલ કેમ્પના આયોજન કરવા.
* અ.મ્યુ.કો. સંચાલિત હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને ઈન્ડોર કેસો માટે રોગચાળાની સ્થિતિ પ્રમાણે વ્યવસ્થા ગોઠવવી.
* ચાલુ વરસાદ દરમ્યાન ટ્રાફીકનું યોગ્ય મોનીટરીંગ તેમજ જરૂર જણાય ત્યાં યોગ્ય ટ્રાફીક ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી.
* સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન તેમજ જાહેર માર્ગના સફાઈનું ખાસ ધ્યાન રાખવું તથા વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કચરો કોહવાય તે પહેલા દૂર કરવો