દિલ્હી ખાતેના ત્રણ પો. સ્ટે. વિસ્તારમાંથી ચોરી થયેલ ત્રણ ફોરવ્હીલર સાથે ત્રણ ઇસમોને ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

આરોપી ભરતભાઇ પટેલ , મહેન્દ્ર યાદવ , મોહંમદનિયામુદ્દીન મોહંમદ ઇસ્લામ

ત્રણ ચોરીના વાહનો મળી કુલ રૂ.૨૩,૦૦,૦૦૦/ નો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકની સુચનાથી ક્રાઈમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.એમ.વ્યાસના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.આર.બલાત તથા ટીમના માણસો અમદાવાદ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ટીમના H.C.હરિશકુમાર રમણલાલ તથા H.C.ધર્મેદ્રકુમાર મંગાભાઇ ને સંયુકત બાતમી હકિકત મળેલ કે, બે બલેનો કાર તથા મારુતિ સ્વીફટ કાર જે ત્રણેય વાહનો ચોરીના શંક પડતા છે.જે આધારે ત્રણેય ઇસમો ભરતભાઇ ગોરધનભાઇ પટેલને અમદાવાદ શહેર એસ.પી.રીંગ રોડ દહેગામ સર્કલ પાસેથી એક બ્લ્યુ કલરની બલેનો કાર કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તથા મહેન્દ્ર બિભુતી યાદવને શહેર ઓઢવ કેનાલ પાસે આવેલ ફાયરબ્રિગેડ સામે જાહેર રોડ ઉપરથી બલેનો કાર કિં.રૂ. ૮,૦૦,૦૦૦/ તથા મોહંમદનિયામુદ્દીને ઘોડાસર સ્મૃતિ મંદિર ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપરથી મારુતિ કંપનીની સ્વીફટ કાર કિં રૂ.૭,૦૦,૦૦૦/- સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જે ત્રણેય આરોપીઓની પુછપરછમાં તેઓ પાસેથી કબજે કરવામાં આવેલ ત્રણેય વાહનો છેલ્લા છ માસ દરમ્યાનમાં વાજીદખાન ઇકબાલખાન જાતે દહેગામમાં અલગ અલગ વિસ્તારોમાં આપી ગયો હતો.

આમ ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ત્રણ ચોરીના વાહનો મળી કુલ રૂ.૨૩,૦૦,૦૦૦/ નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ તજવીજ સારૂ દિલ્હી પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. દિલ્હી પાંડવનગર પો. સ્ટે. (ઇસ્ટ) માં ઇ.પી.કો.કલમ૩૭૯ મુજબ , દિલ્હી રોહીણી નોર્થ પો. સ્ટે. માં ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ , દિલ્હી ગાજીપુર પો.સ્ટે.માં ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ ગુનો દાખલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com