અમદાવાદ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરે ના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે જે સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે. આ પ્રોજેક્ટે એ લોકોને રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા (સા.રી.ફરી.ડે.કો.લી.) રિવરફ્રન્ટની બંને બાજુએ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ/રિવર ક્રૂઝની જોગવાઈ, સંચાલન, જાળવણી અને વ્યવસ્થાપન માટે રિકવેસ્ટ ફોર પ્રોપોઝલ (RFP) પ્રકાશિત કર્યું હતું.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ માટે રસ ધરાવતી સંસ્થાઓ પાસેથી વિવિધ બિડ પ્રાપ્ત થઈ હતી. વધુમાં, જરૂરી મૂલ્યાંકન કર્યા પછી, સા.રી.ફરી.ડે.કો.લી એ મેસર્સ અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર જારી કર્યો છે.આ રિવર ક્રૂઝ/ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે.પ્રોજેક્ટના સમગ્ર વિકાસ ના લીધે નદી આરામ અને મનોરંજન માટે નું શ્રેષ્ઠ સ્થાન બની છે.