ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા
• અરબી સમુદ્ર માં બે દશકમાં વાવાઝોડાં ના આવર્તન માં ૫૨% નો વધારો
• વર્ષ ૧૯૭૫- ૨૦૦૦ સુધી માં ૭ જેટલા મુખ્ય ચક્રવાત પ્રવુત્તિ જોવા મળી હતી,જ્યારે વર્ષ ૨૦૦૧-૨૦૨૩ વચ્ચે ૨૦ થી વધુ ચક્રવાત અને ડિપ્રેશન જેવી પ્રવુત્તિ જોવા મળી છે
પ્રતિ વર્ષ સરેરાશ ૧૦.૧ મિલીડિગ્રી વધી રહ્યું છે દરિયાઈ સપાટી નું તાપમાન જેથી વધી રહ્યાં છે ચક્રવાતો
સરકારે આવનારા સમયમાં મૌસમ વૈજ્ઞાનિકો, સમુદ્રી નિષ્ણાતો, પર્યાવરણ ચિંતકો જોડે ચર્ચા કરી ને આ દિશા માં નક્કર પગલાં લેવા જોઈએ.
અમદાવાદ
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસ વાર્તા ને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે જ્યારે બિપરજોય નામનું વાવાઝોડાં ગુજરાતના દરિયાકિનારે દસ્તક આપી રહ્યું છે ત્યારે છેલ્લા કેટલાક સમય થી અરબી સમુદ્ર ચક્રવાતોનું હોટસ્પોટ બની રહ્યું છે. ભારત ની આજુબાજુના દરિયાઈ કિનારા નો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે, સામાન્ય રીતે બંગાળ ની ખાડી માં વધુ ચક્રવાતો જોવા મળતા હતા. બંગાળ ની ખાડી માં અરબી સમુદ્ર કરતા વધુ ઉષ્ણતા જોવા મળતી હતી. રિસર્ચ મુજબ છેલ્લા બે દશક માં વાવાઝોડાં ના આવર્તન માં ૫૨% નો વધારો થયો છે, જ્યારે વાવાઝોડાં ના સમયગાળા માં ૮૦% નો વધારો અને તીવ્રતા માં ૨૦ થી ૪૦% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે બંગાળ ની ખાડી માં વાવાઝોડાં માં ૮ % નો ઘટાડો જોવા મળ્યો છે.
વર્ષ ૧૯૭૫-૨૦૦૦ ની વચ્ચે ૭ જેટલી મુખ્ય ચક્રવાતી પ્રવુત્તિ જોવા મળી જેની સામે ૨૦૨૧- ૨૦૨૩ સુધી માં ૨૦ થી વધુ ચક્રવાત અને ડિપ્રેશન ની પરિસ્થિતિ નો સામનો કરવો પડ્યો છે. અલગ અલગ નિષ્ણાતો ના મત મુજબ દરિયાઈ સપાટી ના તાપમાન માં વધારા થી વધી રહ્યા છે વાવાઝોડાં, સરેરાશ વર્ષે ૧૦.૧ મિલી ડિગ્રી દરિયાઈ સપાટી ના તાપમાન માં વધારો થઈ રહ્યો છે. વધી રહેલા વાવાઝોડાં ચિંતાજનક છે, જે વાર્ષિક પ્રવૃત્તિ બની ગઈ હોય તેમ લાગે છે. વર્ષ ૨૦૧૪- ‘નિલોફર’, ૨૦૧૫-‘ચાપલા’ અને ‘મેઘ’, ૨૦૧૯-‘વાયુ’, ‘ફાની’, ૨૦૨૦-‘નિસર્ગ’, ૨૦૨૧-‘તોક્તે’ અને ૨૦૨૩ માં ‘બીપરજોય’ જેવા વાવાઝોડાંનો સામનો કરવો પડ્યો છે. દરિયાઈ સપાટી ના તાપમાન માં એક થી બે ડિગ્રી નો વધારા થી વાવાઝોડાં ના આવર્તન માં વધારો જોવા મળે છે. વર્ષ ૨૦૧૯ માં અરબી સમુદ્ર માં ૫ અને વર્ષ ૨૦૨૦ માં ૨ વાવાઝોડાં જોવા મળ્યા છે. ગુજરાત રાજ્ય માં ૧૪ જેટલા જિલ્લા વાવાઝોડાંઓ માટે અત્યંત સંવેદનશીલ જિલ્લા છે. સરકાર અને પર્યાવરણ વિભાગે આવનારા સમય માં ચિંતા કરવી જોઈએ સાથે મૌસમ વિજ્ઞાનિક, સમુદ્રી નિષ્ણાત, પર્યાવરણવિદ અને પ્રકૃતિ પ્રેમીઓ જોડે સંવાદ સ્થાપી અને નક્કર પગલાં લેવા જોઈએ. ગ્લોબલ વોર્મિંગ ની સામે પર્યાવરણ નું જતન કરવું આપણા સહુ ની જવાબદારી છે, જે આપણે સહુ સાથે સ્વીકારીએ. પર્યાવરણ ને દંડવા નો પ્રયત્ન કરશું તો કુદરત છોડશે નહિ, અને પરિણામ ગંભીર થઈ શકે. આપણે સહુ એ પર્યાવરણ ના દરેક ભાગ ના સંવર્ધન અને જતન માટે ચિંતા કરવી પડશે.