ગુજરાતના કૃષિમંત્રી બીજ બુટલેગરોને આજીવન કેદની સજાની જોગવાઈ માટે કાયદો લાવવાની જાહેરાત કરે : મનહર પટેલ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન અબ્દુલ સત્તારની બોગસ બિયારણ વેચનાર બીજ બુટલેગરોને ઓછામા ઓછી 10 વર્ષની સજાની જાહેરાત કરી છે.મહારાષ્ટ્ર રાજ્યની સરકાર જે કાયદો લાવી રહી છે તે કાયદો ગુજરાતની ભાજપા સરકાર પોતાના રાજ્યના ખેડુતોને સુરક્ષિત કરવા માટે લાવવા તૈયાર નથી ? સમગ્ર દેશમા સૌથી વધુ બોગસ બીજ ઉત્પાદન કરતા બીજ બુટલેગરો ગુજરાતના છે, જે દેશના છ રાજ્યોમા બોગસ બીજ વેચવાનુ ખુબ મોટુ સામ્રાજ્ય ધરાવે છે. તેને ગુજરાત સરકારમા કોણ હિંમત અને આશરો આપી રહ્યુ છે ? રાજયમા ખેડુતો બોગસ બીયારણનો ભોગ ન બને તે માટે તેને સુરક્ષિત કરવા માટે રાજયના વર્તમાન કાયદાનુ પણ પાલન કરવામા રાજ્ય સરકાર નિષ્ફળ છે એ જ સ્પષ્ટ કરે છે કે ગુજરાતની ભાજપા સરકારને ખેડૂતોના મુદા નિવારવામા નહી બીજ બુટલેગરોની મલાઇમા વધુ રસ છે.ખેડુતોની માંગને અમારુ સમર્થન છે કે બીજ બુટલેગરોને આજીવન કેદની સજાનુ કાયદામા પ્રાવધાન કરતો કાયદો વહેલામા વહેલી તકે ગુજરાતમા લાવવામા આવે.