અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજરોજ વિવિધ સેવાઓની શરૂઆત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 48 લાખના ખર્ચે તૈયાર કરાયેલા રાજ્યની સૌથી મોટી સરકારી સ્કિન બેંકનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે 128 સ્લાઇસનું GE સિટી સ્કેન મશીન, સિવિલ હોસ્પિટલની OPD ખાતે અંદાજે 2.60 લાખની કિંમતથી તૈયાર કરાયેલા દર્દીઓ સુવિધા કેન્દ્ર અને પેશન્ટ ગોલ્ફ કાર્ટ સેવાનો આજે મંત્રીના હસ્તે શુભારંભ થયો હતો.
મળતી માહિતી અનુસાર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કિન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી તૈયાર કરાઈ છે. આ બેંક અમદાવાદ શહેરની પ્રથમ અને રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક હોવાનો સરકારે દાવો કર્યો છે. રોટરી ક્લબ કાંકરીયા દ્વારા અંદાજે 48 લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવ્યા છે અને આ સ્કિન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે. જેમાં મૃત વ્યક્તિની ચામડી (ચામડીનું પડ) લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈપણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયેલી હોય, દાઝી ગયેલી હોય, અકસ્માત બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયેલો હોય અને તેમની પોતાની ચામડી લગાવવા માટે મેડીકલી ફીટ ના હોય અથવા તો બહુ મોટો ઘા હોય કે જ્યાં દર્દીની પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાંકવો શક્ય ના હોય તેવા સંજોગોમાં આ સ્કિન બેંકમાં રહેલી ચામડીનો ઉપયોગ કરી શકાશે.
સ્કિન બેંક માટે સ્કિન ડોનેટ કરવા મૃત્યુના 6 કલાકની અંદર ચામડી લેવામાં આવે છે. સ્કિન બેંકમાં રહેલી (ખાસ પ્રોસેસ કરેલી) ચામડીનો 5 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં વર્ષમાં આશરે 400થી વધારે દાઝેલા દર્દી દાખલ થાય છે અને અન્ય અકસ્માતના દર્દીઓ કે જેમને ચામડી લગાવવાની જરૂર પડે છે. તેવા 200થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન કરવામાં આવે છે. આ સ્ક્રિન બેંક આવા દર્દીઓની સારવારમાં મદદરૂપ બની રહેશે.
સ્કિન બેંક ઉપરાંત નવું સિટી સ્કેન મશીન પણ આજથી શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના જી-2 ખાતે ગુજરાત સરકાર દ્વારા 6.35 કરોડનું 1(६) GE CT Scanners 128 Slice No of Acquisition Channels 64 with spatial resolution મશીન કાર્યરત થયું છે. આ મશીનથી સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે આવતાં દર્દીઓને બહોળા પ્રમાણમાં લાભ મળી રહેશે અને સિટી સ્કેન કરાવવાનો સમયગાળો ઓછો થશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંકના ઉદ્ઘાટન
દરમિયાન આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અન્ય મુદ્દાઓ ઉપર
પણ ચર્ચા કરી હતી. જેમાં એક તરફ સિવિલ હોસ્પિટલમાં
દાઝી જવાના અને અકસ્માતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં
આવી રહ્યા છે. તેથી ક્રાઇમ રેટમાં પણ વધારો થયો હોય તેવું
જણાતા એફએસએલ દ્વારા પણ વિવિધ ટેકનોલોજીનું વધુ
પ્રમાણમાં ઉપયોગ થાય છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં શરૂ
કરવામાં આવેલી સ્કિન બેંક કેટલી ઉપયોગી સાબિત થશે તે
બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર
દેશમાં ટેકનોલોજી ક્ષેત્રે વિસ્ફોટ થયો છે. દરેક ક્ષેત્રમાં હાલમાં
ટેકનોલોજીનો ભરપૂર માત્રમાં ઉપયોગ થઇ રહ્યો છે. હાલમાં
આપણા દેશ ઉપરાંત દુનિયાભરમાં સાઇબર ક્રાઇમ સંબંધિત
ગુનાઓનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. એનએફએલને
ટેકનોલોજીથી સજ્જ કરીને ત્યાંથી જ ગુનાહોનું ડિટેક્શન
થાય અને પ્રિવેન્શન પણ ત્યાંથી જ થાય તે પ્રકારની સુવિધા
ઉભી કરવામાં આવશે. તેમજ અત્યાર સુધી એફએસએલ
ગુજરાતનું ઘરેણું હતું અને હવે દેશનું ઘરેણુ બન્યું છે.