ગુજરાતમાં તાબડતોબ નાણાંપંચ ઉભું કરાશે, રાજય સરકાર ટૂંક સમયમાં જ કરી શકે જાહેરાત

Spread the love

ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી નાણાપંચની રચના નથી થઈ. 2015 પછી રાજ્યમાં નવું નાણાપંચ બનાવવું જ પડશે, કેમ કે કેન્દ્રીય નાણાપંચે રાજ્ય સરકારને તાકીદ કરી છે. 15માં નાણાપંચની તાજેતરની મુલાકાત દરમિયાન આ મુદ્દે રાજ્યને ચેતવણી આપવામાં આવી. જે બાદ હવે રાજ્ય સરકાર તાત્કાલિક નાણાપંચ રચવાની તૈયારી કરી રહી છે.
આ નાણાપંચના અભાવે કારણે રાજ્ય સરકારે તાજેતરમાં નગરપાલિકાઓને 1000 કરોડ રૂપિયાની સીધી ચુકવણી કરી છે. નાગરિક સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને સ્થાનિક વિકાસ માટેનું બજેટ નગરપાલિકાઓ અને પંચાયતી સુધી પહોંચાડવા માટે નાણાપંચનું માળખું ખૂબ મહત્વનું છે. નાણાપંચ દ્વારા નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોમાં નાણાં ફાળવવામાં આવે છે. પરંતુ, નાણાપંચના અભાવે આ બધું રાજ્ય સરકાર દ્વારા કન્ઝ્યુમ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સરકાર પર વધારાના ખર્ચનો બોજો આવ્યો છે.
ગુજરાતને પ્રગતિશીલ રાજ્ય માનવામાં આવે છે, પરંતુ અન્ય રાજ્યોની સરખામણીએ નાણાપંચની રચનામાં ગુજરાત પાછળ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળ જેવા રાજ્યોમાં છ-છ નાણાપંચોની રચના થઈ ચૂકી છે, જ્યારે ગુજરાતમાં માત્ર ત્રણ નાણાપંચ બની છે. 2015માં અંતિમ નાણાપંચની મુદત પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર નાણાપંચની રચના કરવામાં ભૂલ કરી ગઈ છે.
કેન્દ્રની 15મી નાણાપંચે પોતાના રિપોર્ટમાં આ બાબતની ચેતવણી આપી છે અને ટકોર કરી છે કે જે રાજ્યોમાં નાણાપંચની રચના નથી, તેઓએ વહેલી તકે આ માળખું ઊભું કરવું જોઈએ. નાણાપંચ ન હોવાના કારણે ગુજરાત સરકારનું નાણાં નિયમન ફક્ત સરકારી જાહેરાતોમાં અને સીધી ફાળવણીમાં થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક નગરપાલિકાઓ પાસે લાઈટ બિલ ભરવા માટે નાણાં ન હોવા જેવી સ્થિતિ ઊભી થઈ છે, અને સ્થાનિક કક્ષાએથી નાણાંની સીધી ફાળવણીની માંગણી ઊઠતી રહે છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર ક્યારે નાણાપંચની રચનાની જાહેરાત કરે છે તે જોવું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com