વધુ એક વખત બંગલાદેશના નાગરિકો ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાયા છે. ગેરકાયદેસર વસવાટ કરતા 10 નહિ 20 નહિ પણ 50 જેટલા બાંગ્લાદેશના નાગરિકો પકડાયા છે. ઉલ્લેખનીય છે કે તમામ પાસેથી ભારતીય ઓળખ પાત્રો મળી આવ્યા છે. અમદાવાદમાં બાંગ્લાદેશીઓનો જાણે રાફડો ફાટયો હોય એવી સ્થિતિ જણાય રહી છે કારણ કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક ખાસ ડ્રાઇવ શરૂ કરી હતી જેમાં 48 ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બંગલાદેશી નાગરિકો ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 32 પુરુષ 8 મહિલાઓ 8 સગીર સગીરાઓ મળી આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ તમામ લોકોની નરોડા પાટિયા, શાહઆલમ, કુબેરનગર, સરદારનગર અને ચંડોળા તળાવથી ધરપકડ કરી છે. આ તમામ લોકો છેલ્લા 2થી 5 વર્ષથી અમદાવાદમાં વસવાટ કરી રહ્યા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
ચોંકાવનારી બાબત તો એ છે કે આ તમામ બંગલાદેશીઓ પાસેથી ભારતીય સરકારના ઓળખ પત્ર મળી આવ્યા છે, જેમાં આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજ તપાસમાં મળી આવ્યા છે ભારતીય ઓળખ પાત્ર બાબતે પૂછપરછ કરતા આ ઓળખપત્રો એજન્ટો મારફતે બનરાવ્યા હતા. પહેલા કેસમાં પકડાયેલ ફારુક મંડલ સહિત અન્ય સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. જેમાં બનવાટી દસ્તાવેજ હોવાનું સામે આવ્યું હતું અને જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ડ્રાઇવ શરૂ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા 200થી વધુ બનાવટી દસ્તાવેજની તપાસ કરવામાં આવી હતી.
દરોડાની કાર્યવાહી દરમિયાન દેહવ્યાાર સાથે જોડાયેલ સગીરાઓ ને મુક્ત કરવામાં આવી હતી અને અન્ય 100 મહિલા દેહવ્યાપારમાં હોવાની શંકાની આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આ દેહવ્યાપારના પૈસા બાંગ્લાદેશમાં મોકલવામાં આવતા હતા ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આ ડ્રાઇવની માહિતી અમુક બાંગ્લાદેશીઓ નાગરિકોને મળી જતા ફરાર થઈ જવામાં સફળ થયા હતા. બાંગ્લાદેશી મહિલાઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંગાલદેશના પુરુષો મહિલા સાથે લગ્ન કરાવી ભારતમાં લઇ આવે છે અને ત્યારબાદ દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. આ સહિત જે પણ બાંગ્લાદેશીઓ પકડ્યા છે, તેની પૂછપરછ કરતા સામે આવ્યું છે. મજૂરી, દેહવ્યાપાર અને મજૂરીના કામ સાથે જોડાયેલ હોય છે
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલ બાંગ્લાદેશીઓ ભારતીય નાણાં હવાલા મારફતે બંગલાદેશમાં મોકલાવતા હતા ત્યારે એ નાણાં કોને મળતા હતા એ પણ તપાસ શરૂ કરી છે ભારતમાં બાંગ્લાદેશીઓ કઈ રીતે ઘુસણખોરી કરે છે એ તપાસ કરતા સામે આવ્યું છે કે એજન્ટો અને ભૌતિક પરિસ્થિતિના કારણે એનકેન રીતે ભારતમાં પ્રવેશી જાય છે અને વસવાટ કરવા લાગે છે ત્યારે ઝડપાયેલ બાંગ્લાદેશીઓ ભારતીય વિરોધ પ્રવુતિમાં જોડાયેલ છે કે કેમ એ દિશામાં તપાસ પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી છે.