Corona ઇફેક્ટ: વિશ્વભરમાં મૃત્યુઆંક ૭ હજારને પાર, ૧.૭૫ લાખ લોકો બીમાર, ફ્રાન્સમાં શટરડાઉન જેવી સ્થિતિ

Spread the love

વિશ્વમાં કોરોના વાયરસે હાહકાર મચાવ્યો છે. કેટકેટલા પ્રયત્નો કરવા છતાં કોરોનાને રોકવા અક્ષમ દેશો હવે કોરોના(Corona) સામે ઘૂંટણીયે પડી ગયા છે. કોરોના(Corona)ને આગળ વધતો રોકવા અમેરીકામાં કર્ફ્યુ અને ફ્રાન્સમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું છે. ફ્રાન્સે આગામી 15 દિવસ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ આદેશ આપ્યો કે કોરોનાનો ચેપ આગળના વધે એટલે ફ્રાન્સના નાગરિકો ઓછામાં ઓછા 15 દિવસ ઘરની બહાર ના નીકળે. તો બીજી તરફ કોરોનાના ચેપથી બચવા માટે યુ.એસ.ના બે મોટા રાજ્યો ન્યુ જર્સી અને સાન ફ્રાન્સિસ્કોમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકન નાગરિકોને કહેવામાં આવ્યું છે કે ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નિકળવું અને 10 થી વધુ લોકોએ એકઠા થવું નહીં. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં 7 હજાર લોકોની મોત થઈ છે. ત્યારે લગભગ 1.75 લાખથી પણ વધુ લોકોને આ વાઈરસનો ચેપ લાગ્યો છે.  ભારતમાં પણ કોરોના (Corona)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને કુલ 126 કેસ દાખલ થયા છે. લદ્દાખ, ઓડિશા, જમ્મુ કાશ્મીરમાં એક-એક કેસ દાખલ થયો. જ્યારે કર્ણાટકમાં બે અને કેરળમાં કોરોનાના ત્રણ નવા કેસ દાખલ થયા. આ સાથેજ દેશમાં કુલ સંક્રમિત વ્યક્તિની સંખ્યા 126 થઈ. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ વર્ષની બાળકોનો કોરોના (Corona) ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકીના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 13 લોકોને સારવાર બાદ તબિયત સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી મૃત્યુઆંક બે છે. કોરોનાને વકરતો રોકવા માટે વધુ કેટલીક પાબંધીઓ લગાવી દેવામાં આવી છે. જેમાં યુરોપીય યુનિયન, તુર્કી અને બ્રિટનથી આવનારા યાત્રિકોને 18 માર્ચથી આગળના આદેશ સુધી આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

વિશ્વભરમાં જીવલેણ Coronavirus સામનો કરી રહ્યો છે. ત્યારે સમગ્ર દુનિયા  Coronavirus સામે લડવા ઝઝૂમી રહ્યું છે. ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં 3થી લઈને 18 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ અમેરિકાએ રસી તૈયાર કરવામાં ઝડપ દાખવી છે. જોકે રસીકેટલી કારગત સાબિત થાય છે એ તો પરીક્ષણ પછી જ ખબર પડશે. અમેરિકામાં પ્રાથમિક ધોરણે 45 દરદીઓને રસીનો ડોઝ આપવામાં આવશે. અમેરિકાના સિએટલમાં આવેલી કૈઝર પરમેનેન્ટ વોશિંગ્ટન હેલ્થ રિસર્સ ઈન્સિટયૂટે આ પહેલ કરી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યુ હતુ કે આ રસી વાઈરસમાંથી તૈયાર નથી. માટે તેનો ચેપ લાગે એવી કોઈ શક્યતા નથી. સામાન્ય રીતે વાઈરસ દ્વારા ફેલાતા રોગની રસી પણ એ વાઈરસનો ઉપયોગ કરીને તૈયાર થતી હોય છે. આ રસીનો ડોઝ લેવા માટે કેટલાક વ્યક્તિ સ્વેચ્છાએ તૈયાર થયા છે, પરંતુ તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. આ વેક્સિન ટ્રાયલ માટે 45 યુવા વૉલન્ટિયર્સ પસંદ કરવામાં આવ્યા છે. આ લોકો સાથે જ પરીક્ષણની શરૂઆત હશે. આ લોકોને પહેલા કોરોનાની વેક્સિન લગાવવામાં આવશે. આ વેક્સિનને એનઆઈએચ અને મૉડર્ના ઈન્કે એક સાથે મળીને બનાવ્યુ છે. આ 45 યુવાઓને જુદા-જુદા વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનમાં કોઈ વાયરસ નથી. આ ટ્રાયલનું લક્ષ્ય માત્ર એ જાણવાનુ છે કે વેક્સિનથી કોઈનો દુષ્પ્રભાવ ના થાય અને ફરી મોટા પ્રમાણમાં આનું પરીક્ષણ કરી શકાય. પરિણામ સકારાત્મક આવશે તો સમગ્ર દુનિયામાં આ વેક્સિનને મોકલવામાં આવશે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસથી 162,774 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 6460 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીન બાદ સૌથી ખરાબ હાલત ઈટલીની છે.

વિશ્વભરમાંcoronavirusનો ભરડો ધીમો ધીમે વધી રહ્યો છે. ચીન પછી coronavirusનું એપી સેન્ટર બનેલા ઈટાલીમાં કોરોનાવાયરસનાં કારણે 1,441 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે સ્પેનમાં છેલ્લા 24 ક્લાકમાં 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 291 થઈ ગયો છે. વિશ્વના 134 દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સમગ્ર વિશ્વમાં સરકારી તંત્રો કોરોનાનો પ્રસાર અટકાવવા માટે પગલાં લઈ રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે મોટાભાગના દેશોમાં લોકડાઉન, કર્ફ્યુ અને પ્રવાસ પર પ્રતિબંધો મૂકવાના આદેશો અપાયા હતા. સમગ્ર વિશ્વમાં coronavirusથી કુલ મૃત્યુઆંક 6,000થી વધુ થયો છે જ્યારે કુલ 1,62,392 કેસ નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં મોટાભાગના દેશોની સરકારોએ ક્યાંક લોકડાઉનના તો ક્યાંક કર્ફ્યુના આદેશો આપ્યા છે. ક્યાંક નાગરિકોના પ્રવાસો પર પ્રતિબંધ મૂકી દેવાયા છે. સૈનિકો દેશોની સરહદો તો પોલીસ રાજ્યોની સરહદો બંધ કરી રહ્યા છે.

વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ ઝડપથી પ્રસરવા સાથે મહામારી પુરવાર થવાની સાથોસાથ વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ પ્રબળ બનતાં સાવચેતીના ભાગરૂપે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની સાથે બોન્ડ બાઇંગ વધારીને અર્થતંત્રને પ્રોત્સાહન આપવા સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કર્યાના અહેવાલો પાછળ વૈશ્વિક બજારમાં મહામારી પ્રબળ થવાની ગણતરીએ કિંમતી ધાતુઓમાં વેચવાલીનું દબાણ આવતા સ્થાનિક બજારોમાં પણ સોના-ચાંદીમાં ગાબડા નોધાયા હતા. અત્રે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનામાં રૂા. 1,000નો અને ચાંદીમાં રૂા. 3000નો પ્રચંડ કડાકો નોંધાતા અમદાવાદ સોના-ચાંદી બજારના વેપારીઓ બપોરના 3 વાગ્યા પછી કામકાજથી અળગા થઈ ગયા હતા.  જેના કારણે બજારમાં તરેહતરેહની અટકળો ઉદભવી હતી. કોરોના વાઇરસ વિશ્વભરમાં પ્રબળ થવા સાથે તેના પગલે મોતના અને અસરગ્રસ્તોના આંકડામાં વધારો થતાં તે મહામારી તરીકે પુરવાર થયો હતો. તેની સાથોસાથ વૈશ્વિક મંદી પણ ઝડપથી આગળ વધવાની ભીતિના પગલે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા તાત્કાલિક પગલાં ભરીને અમેરિકામાં વ્યાજનો દર ઘટાડયો હતો. તો બીજી તરફ અર્થતંત્રને વેગ આપવા સ્ટિમ્યુલસ પેકેજ પણ જાહેર કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com