તાજેતરમાં જ પીએમ મોદીએ સાર્ક દેશોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગનું આમંત્રણ આપ્યું હતું, જેથી કરીને કોવિડ-19ની વિરૂદ્ધ સાથે મળીને લડી શકાય. થોડાંક સમય પહેલાં સુધી ભારત સાર્કથી વધુ બિમસ્ટેકને પ્રમોટ કરી રહ્યું હતું, પરંતુ મોદીએ સમયની નસ પારખી સાર્કને ફરીથી જીવંત બનાવાનું કામ કર્યું છે. એટલે સુધી કે તેમણે એ પાકિસ્તાનને પણ આમંત્રણ આપ્યું છે જ્યાં યોજાયેલ સાર્ક સંમેલનમાં થોડાંક સમય પહેલાં ભારત સહિત બાંગ્લાદેશ, ભૂતાન અને અફઘાનિસ્તાનમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. અત્યારે SAARC દેશોમાં ભારત સિવાય અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા છે. પાકિસ્તાનના લીધે જ છેલ્લાં કેટલાંક સમયથી સાર્ક સંમેલન ટળી રહ્યું હતું પરંતુ તક જોતા જ પીએમ મોદીએ શાનદાર રણનીતિની અંતર્ગત તમામ સાર્ક દેશોને વીડિયો કોન્ફરન્સિંગને આમંત્રણ આપી દીધું.
અત્યારે આ ખૂબ જ જરૂરી પણ હતુ, કારણ કે ભારતની સરહદો પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, શ્રીલંકા સાથે જોડાયેલ છે. અફઘાનિસ્તાન અને માલદીવથી પણ ભારતની સીધી અવરજવર છે. એવામાં આ દેશોમાંથી કોરોના વાયરસનું સંક્રમણ સરળતાથી ભારત પહોંચી શકે છે. તેને રોકવા માટે એ જરૂરી હતું કે તમામ પાડોશી દેશ ભારતની જેમ જ મજબૂતીથી કોરોના વાયરસની વિરૂદ્ધ પગલાં ઉઠાવે જેથી કરીને એકબીજાને આ મહામારીથી બચાવી શકાય. પીએમ મોદીએ સાર્ક દેશોને સાથે લાવીને દક્ષિણ એશિયામાં તો પોતાની લીડરશીપની મનાવી જ દીધી છે. હવે તેમનો નેકસ્ટ ટાર્ગેટ જી20 દેશ છે. આ વાતની પુષ્ટિ ખુદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કરી છે. પીએમ મોદીએ કોરોના વાયરસને ઉકેલવા માટે જી20 દેશોની વચ્ચે સંયુકત રણનીતિ બનાવાનો પ્રસ્તાવ આપ્યો છે. થોડાંક સમય પહેલાં સુધી એ દેખાતું હતું કે અમેરિકા, બ્રિટન જેવા દેશ જી20ના લીડરની જેમ સામે આવતું હતું પરંતુ કોરોનાથી ઝઝૂમતા આ સમયમાં ભારતે લીડરશીપની જવાબદારી ઉઠાવી છે અને પીએમ મોદી તેને સારી રીતે નિભાવતા દેખાઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે જી20 દેશોમાં ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બ્રાઝીલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રૂસ, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન સંઘ છે. પીએમ મોદીએ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથે પણ વાત કરી છે. જ્યારથી કોરોના વાયરસે દુનિયામાં ફેલાવાનું શરૂ કર્યું છે અને સ્વાસ્થ્ય એજન્સીઓએ કહ્યું છે કે હાથ મિલાવો કે ગળે લગાવાની જગ્યાએ દૂરથી જ અભિવાદન કરો, ત્યારથી આખી દુનિયાએ નમસ્તેને અપનાવી લીધું છે. અત્યારે આપણું ‘નમસ્તે’ દુનિયામાં ભારતને લીડર તરીકે રજૂ કરી રહ્યું છે.