પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoK)માં સ્થાનિક લોકો દ્વારા પાકિસ્તાન આર્મી અને પોલીસ વિરુદ્ધ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ દ્વારા PoKના રાવલકોટ શહેરમાં ભારતીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન સંરક્ષણ દળો(આર્મી અને પોલીસ) વિરુદ્ધ સંયુક્ત અવામી એક્શન કમિટીના કોલ પર પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં વિરોધ પ્રદર્શન અને લાંબી રેલી(કૂચ)ને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા 11 મેના રોજ વિરોધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક લોકોએ 10મે રોજ જ PoKના મુઝફરાબાદ, કોથલી, દાદાયાલ, રાવલકોટ, હજીરા, ભીંબર અને બાગ જેવા કેટલાક શહેરોમાં વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. આ વિસ્તારના સ્થાનિકો આસમાની મોંઘવારી, લોટ અને ઘઉંની ઉપલબ્ધતા, ભારે લોડ શેડિંગ, બેરોજગારી અને ગંભીર માળખાકીય અવિકસિતતા સામે વિરોધ કરી રહ્યા છે.
દેખાવકારોએ દાવો કર્યો હતો કે, તેઓ છેલ્લા ઘણા સમયથી તેમના મુદ્દા ઉઠાવી રહ્યા છે, પરંતુ પાકિસ્તાની વહીવટીતંત્ર તેમના પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. PoKમાં વિરોધમાં એક સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે “કાયદા અમલીકરણ એજન્સીઓએ PoKમાં જે હિંસાનો ઉપયોગ કર્યો છે તે અસ્વીકાર્ય છે અને અમે તેના માટે અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ, પરંતુ અમે હંમેશા અમારો વિરોધ શાંતિપૂર્ણ રીતે ચાલુ રાખીશું, કારણ કે અમે શાંતિપ્રેમી લોકો છીએ.” નેતાએ ઉમેર્યું કે, “અમે શાંતિપૂર્ણ રીતે લોટ અને ઘઉં પર સબસિડી જેવા અમારા મૂળભૂત અધિકારોની માંગ કરી રહ્યા છીએ. જો કે, પાકિસ્તાની સંરક્ષણ કર્મચારીઓ દ્વારા દબાવવામાં આવી રહેલા વિરોધને કારણે તોપમારો અને લાઠીચાર્જ થયો હતો. જેનાથી ઘણા વિરોધીઓ ગંભીર રીતે ઘાયલ થયા અને સ્થાનિક લોકોને હેરાનગતિ થઈ.”
બાગના અન્ય એક નેતાએ કહ્યું કે, “PoKના વહીવટીતંત્રે તેમના મુદ્દાઓના નિરાકરણ માટે સામાન્ય લોકો દ્વારા આયોજિત વિરોધને દબાવવા માટે સંરક્ષણ કર્મચારીઓની તૈનાતીની માંગ કરી હતી. બાગના લોકોએ દમનના આ કૃત્યનો બદલો લીધો અને તેની સામે લોંગ માર્ચ યોજી. અમે 11-મેના રોજ જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) દ્વારા બોલાવવામાં આવેલા વિરોધ સાથે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ. અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરીશું પરંતુ દમન માટે સંરક્ષણ કર્મચારીઓનો ઉપયોગ અસ્વીકાર્ય છે.
એક્સ પરની એક પોસ્ટમાં, પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે કહ્યું કે, “આ આજે મુઝફ્ફરાબાદ છે. હજારો કાશ્મીરીઓએ કોલોનીયલ કાળા કાયદા, કલમ 144નું ઉલ્લંઘન કર્યું. તેઓ પગે ચાલીને તેમના ઘરોમાંથી બહાર આવ્યા. વ્હીલ જામ હડતાલને કારણે કોઈ પરિવહન થઈ શકતું નથી. તેઓ મંગળા ડેમમાંથી કરમુક્ત વીજળી અને ઘઉંના લોટ પર સબસિડીની માંગ કરી રહ્યા છે.”
આ પહેલા, સેંકડોની સંખ્યામાં ફ્રન્ટિયર કોર્પ્સ PoKમાં પ્રવેશ્યા હતા, જેના પરિણામે વિરોધીઓ અને પાકિસ્તાની દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેના પરિણામે 18 વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી.બંને પક્ષો વચ્ચેની અથડામણ દરમિયાન, સંરક્ષણ કર્મચારીઓ દ્વારા લાઠીચાર્જનો આદેશ આપવામાં આવ્યો હતો અને વિરોધીઓએ દડ્યાલ વિસ્તારના સહાયક કમિશનરને માર માર્યો હતો. આ વિરોધ વચ્ચે પ્રદર્શનકારીઓ રાવલકોટમાં ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. JAAC સાથે જોડાયેલા સ્થાનિક નેતા શૌકત નવાઝ મીર દ્વારા પણ શટરડાઉન હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું હતું.