રોગપ્રતિકારક શક્તિ ફાસ્ટ વધારવા લીંબુ પાણીનું સેવન અકસીર ઈલાજ

Spread the love

આપણે સહુ જાણીએ છીએ કે લીંબુમાં (Lemon) વિટામિન સી (Vitamin C) ભરપૂર માત્રામાં મળે છે. લીંબુમાં રોગપ્રતિકારક શક્તિ  (Immune system) હોવાની સાથે સાથે લીંબુનો સૌંદર્ય પ્રસાધન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. લીંબુના રસને સવારે ગરમ પાણીમાં નાખી પીવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. આજે આપણે લીંબુ પાણીથી શરીરને થતાં ફાયદા વિશે જાણીએ. (1) પાચન શક્‍તિને વધારવામાં લીંબુ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પેટને સ્‍વચ્‍છ કરે છે. (2) આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે ભોજન ન પચવાથી પેટમાં મૃત બેક્ટેરિયા એકત્રિત થઈ જાય છે. લીંબુ પાણીનું સેવન કરવાથી તે બહાર નિકળી જાય છે. કોલોનને પણ ઉત્તેજિત કરી તેની સફાઈ કરે છે. આપણા શરીરમાં કોલોનની સફાઈ વધુ સારી રીતે થતી હોય તો વધુ સારું કામ આપે છે અને પોષક તત્વોને ગ્રહણ કરી તેનો ઉપયોગ કરે છે. (3) મેટાબોલિઝમ યોગ્ય રાખે છે, જેનાથી થાક ઝડપથી દૂર થાય છે અને તમે દિવસભર ઊર્જાવાન રહી શકો છે. (4). લીંબુમાં એસીડિક તત્વ હોવાને કારણે તે આપણા મોમાં આવતી દુર્ગંધને અટકાવે છે. આ ઉપરાંત દાંતમાં રહેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. (5) લીંબુના નિયમિત સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. લીંબુમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ અને અનેક પોષક તત્વો શરીરને ઋતુ બદલાવાથી થતા સંક્રમણોથી બચાવે છે. (6) શરદી થઈ હોય તો હુફાળા પાણીમાં એક ચમચી લીંબુનો રસ નાંખો અને એક ચમચી મધ નાંખી તે પી જવાથી ફાયદો થાય છે. (7) આ જ રીતે દમના રોગીઓ પણ હુંફાળા પાણીમાં લીંબુનો રસ નાખી પીવાથી ઘણો આરામ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com