નાણાં મંત્રીની મોટર, હેલ્થ ઈન્સ્યોરન્સમાં રાહત

Spread the love

23 કરોડ વાહન માલિકો અને 40 કરોડ નાગરિકોને નાણાં મંત્રાલયે ભેટ આપી છે. સરકારે ખાનગી અથવા રાજ્ય સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થીઓને corona વાયરસ સંકટના સમયે રાહત આપી છે. નાણા મંત્રાલયે કાયદામાં સંશોધન કર્યુ છે અને 21 એપ્રિલ 2020 સુધી વીમા પ્રિમિયમની માન્યતા વધારી દીધી છે. હકીકતમાં corona વાયરસના કારણે દેશભરમાં લૉકડાઉન લાગુ છે. જેના કારણે ઘણાં લોકોની સેલરી નથી થઇ તો ઘણી ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાથી લોકોના કામ-ધંધા ઠપ્પ થઇ ગયાં છે. એક અધિસૂચના અનુસાર નાણા મંત્રાલયે વીમા અધિનિયમ, 1938ની ધારા 64VBમાં સંશોધન કર્યુ છે જે પ્રિમિયમની ચુકવણી વિના અગ્રીમ કવરેજની પરવાનગી નથી આપતુ.  તેથી વાહન માલિકો અનેહેલ્થ ઇંશ્યોરન્સ પોલીસીહોલ્ડર્સની પોલીસીની માન્યતા વધારી દેવામાં આવી છે. લોકડાઉનનો સમયગાળો 25 માર્ચથી 15 એપ્રિલ સુધીની છે. એટલે કે તમારી પોલીસીનો વેલીડીટી 10 દિવસ માટે વધારી દેવામાં આવી છે. જો તમારી પોલીસી આ સમયગાળામાં સમાપ્ત થઇ ગઇ છે તો તમને પોલીસીના કવરેજ અને લાભ મળતા રહેશે.

ડિજિટલ પેમેન્ટ્સ કંપની PhonePeએ બજાજ આલિયાંઝ જનરલ ઇન્શ્યોરન્સ (Bajaj Allianz General Insurance)ના સહયોગથી કોરોના કેર નામની એક ઇન્શ્યોરન્સ પોવીલીની ઘોષણા કરી છે. ફોન પે 156 રૂપિયાની કિંમતે આ પોલીસી તે લોકોને 50 હજાર રૂપિયાનું વીમા કવર આપશે જે 55 વર્ષથી ઓછી ઉંમરના છે અને કોઇપણ હોસ્પિટલમાં માન્ય હશે જે કોવિડ-19 માટે ઉપચાર કરે છે. ઉપચારના ખર્ચને કવર કરવા ઉપરાંત આ પોલીસીમાં પ્રી-હોસ્પિટલાઇઝેશન અને પોસ્ટ-કેર મેડિકલ ટ્રીટમેન્ટ પર થતા એક મહિનાનો ખર્ચ પણ સામેલ છે. ગ્રાહક તેને ફોનપે એપના My Money સેક્શનમાં ઑનલાઇન ખરીદી શકે છે. કંપનીનો દાવો છે કે સમગ્ર પ્રક્રિયામાં 2 મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને પોલીસી ડોક્યુમેન્ટ તરત જ ફોનપે એપમાં જ જારી કરી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com