કોરોનાના કારણે દેશથી લઈને રાજ્યના અર્થતંત્ર ઉપર ભારે અસર પડી છે ત્યારે હાલમાં ઘણા લોકોને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે મોટા ભાગના મજૂરો લોકડાઉન બાદ પોતાના વતન ભણી જતા રહેતા ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે જે લોકો અહીંયા સ્થાયી થઈને નોકરી ધંધો કરે છે તેમાં હીરા બજારના કારીગરોમાં કોરોનાની સંખ્યા વધી છે તે બાદ હવે ટેકસટાઇલના કારીગરોમાં સંખ્યા વધતા ટેન્શન વધી ગયું છે, અને સુરતમાં હવે રોજ બરોજ 150થી વધારે કેશો નવા આવી રહ્યા છે, હાલ કોરોના પોઝિટિવ દર્દી આવી રહ્યાં છે તેમાં સૌથી વધુ ૩૫ ટકાથી પણ વધારે દર્દીઓ હીરા ઉદ્યોગના છે તો હવે ટેક્સટાઇલ માર્કેટના વિસ્તારના કેસો પણ આવવાનું શરૃ થયુ છે. ઘણી ઓછી કાપડ માર્કેટ શરૂ થઇ છે છતા પચ્ચીસ ટકા કેસ કાપડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી આવતા થયા છે. હીરા બાદ કાપડ ઉદ્યોગમાં કોરોના વિસ્ફોટથી મ્યુનિ. તંત્ર ટેન્શનમાં છે.
છેલ્લા પંદરેક દિવસથી Corona પોઝીટીવ દર્દીઓ આવી રહ્યાં છે તેમાં 35 ટકા હીરાના કારીગરો, 25 ટકા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને 20 ટકા સુપર સ્પ્રેડર્સ બહાર આવી રહ્યા છે. આ ઉપરાંત મ્યુનિ. તંત્ર માટે ચિંતાનો વિષય એ પણ છે કે 30 ટકા જેટલા દર્દીઓ રહેણાંક સોસાયટીમાંથી આવી રહ્યાં છે.
હીરાના કારખાનાની જેમ કાપડ ઉદ્યોગ અને ટેક્ષટાઈલ માર્કેટમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. તેને લીધે સંક્રમણ વધી રહ્યું છે. ઉપરાંત માસ્ક અને સેનેટાઈઝનો ઉપયોગ પણ ઘણો જ ઓછો થઈ રહ્યો છે. આવી જ સ્થિતિ હીરાના કારખાનામાં પણ હોવાથી મ્યુનિ. તંત્રએ હીરાના કારખાનેદારો સાથે પણ મીટીંગ કરીને નિયમોના ચૂસ્ત પાલન સાથે કામ કરવા સૂચના આપી છે. કાપડ ઉદ્યોગ પણ આગામી દિવસોમાં સુપર સ્પ્રેડર બની શકે તેમ હોવાથી મ્યુનિ. તંત્રએ ટેક્સટાઈલ માર્કેટ અને કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટેની અપીલ કરી છે.