લાંબા વાળ જ બન્યા મૃત્યુનું કારણ, 13 વર્ષની છોકરીનો આ કિસ્સો સાંભળીને તમને પણ આઘાત લાગશે

Spread the love

 

બિહાર,

વાળ એ આપણી સુંદરતાની નિશાની છે. કેટલાક લોકોને ટૂંકા વાળ રાખવા ગમે છે જ્યારે કેટલાકને લાંબા વાળ રાખવાનો શોખ હોય છે. બિહારના ગોપાલગંજમાં એક 13 વર્ષની છોકરી પણ લાંબા વાળ રાખવાની શોખીન હતી. પરંતુ એક દિવસ આ જ તેના મૃત્યુનું કારણ બની જશે, કદાચ તેણે સપનામાં પણ આવું વિચાર્યું ન હોય. છોકરી ગેસનો ચૂલો ચાલુ કરી રહી હતી.

તેણે દિવાસળી સળગાવી, સ્ટોવમાંથી જુવાળાઓ નીકળી. તેના વાળમાં આગ લાગી અને થોડીવારમાં તે બળી ગઈ. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ તેને બચાવી શકાઈ નહિ. આ ઘટના બૈકુંથપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફૈજુલ્લાપુર ગામમાં બની હતી. અહીં ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં 13 વર્ષની રવિના કુમારી ખરાબ રીતે દાઝી ગઈ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

પરિવારજનોના જણાવ્યા અનુસાર રવિના ચા બનાવવા માટે ગેસનો ચૂલો ચાલુ કરી રહી હતી. તેણે માચીસ પ્રગટાવતાની સાથે જ ગેસના ચૂલામાંથી નીકળતી જ્વાળાએ તેના વાળ અને કપડાને લપેટમાં લીધા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી રવિનાને તરત જ ગોરખપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

રવિનાના પિતા રવિ પ્રસાદે કહ્યું કે આ ઘટના બાદ પરિવારમાં શોકનું વાતાવરણ છે. રવિનાના નિધનથી પરિવાર અને ગામમાં ઘેરા શોકની લાગણી છે. પરિવારના સભ્યોએ કહ્યું કે રવિનાને લાંબા વાળ ખૂબ જ પસંદ હતા, પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે આ તેના મૃત્યુનું કારણ બનશે. આ દુર્ઘટના બાદ
પ્રશાસને મામલાની તપાસ શરૂ કરી છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને  તે માટે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

ગેસ સ્ટવ સળગાવતી વખતે સાવચેત રહો
ગોપાલગંજ પોલીસ અને ફાયર વિભાગ અકસ્માતના કારણ વિશે સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ગેસ સ્ટવનો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને જો કોઈના વાળ લાંબા હોય, તો સાવચેત રહો અને ગેસના ચૂલા પાસે જતા પહેલા સલામતીની સાવચેતી રાખો. આગની નજીક કોઈપણ કામ કરતી વખતે સુતરાઉ કપડાં પહેરવા સૌથી સલામત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *