RTI હેઠળ ખાનગી માલિકીની મિલકતો, બાંધકામ, રીનોવેશન રીપેરીંગ કામની માહિતી નહીં આપવાનો ઐતિહાસિક નિર્ણય

Spread the love

 

આરટીઆઇના માહિતી અધિકારના કાયદાને હાથો ઇન્કમ બનાવી તોડપાણી, ખંડણી ઉઘરાવતા તત્વોમાં સોપો

મનપા કમિશનરે આરટીઆઇના નામે અધિકારી, કર્મચારીઓને ધાકધમકી આપનારા તત્વોની કમર તોડી

ગાંધીનગર,

રાજ્યમાં આર.ટી.આઈ ના નામે તોડપાણી, ખંડળી ગેંગની સંખ્યા વધી ગઈ છે, ત્યારે સુરતના ધારાસભ્ય થી લઈને અમદાવાદના અમિત ઠાકર, અલ્પેરાજી ઠાકોર, ઉદય કગડગઢ દ્વારા પણ વિધાનસભામાં આ પ્રશ્ને તડાફડી ભોલાવી હતી, અને ખાસ આ પ્રશ્ને ચર્ચા થઈ હતી, ત્યારે આ આરટીઆઈનું દૂષણ દરેક મનપા, કલેક્ટર કચેરી, ફૂડ એન્ડ ડ્રગ્સ, માર્ગ મકાન વિભાગ, ભુસ્તર કચેરી ખાતે મોટાભાગના આરટીઆઇ એક્ટિવિસ્ટોનો અડિંગો જેવો તોડવાજી કરતા હોય છે, ત્યાં પથારો પાથરીને બેઠા હોય છે, ત્યારે હવે કોઈપણ વ્યક્તિ જેઓ અનેક આર.ટી.આઈ કરીને તોડપાણી કરી રહ્યા છે, તેઓ સામે પણ સરકાર હવે જો કોઈને હેરાનગતિ કરતા હોય તો બાજુ પાલિકા વર્તુળમાં શરૂ થયેલા ફરિયાદ કરવા સામે આવો, ત્યારે… માહિતી માંગવાના આરટીઆઈના અધિકારને હાથો બનાવીને તોડપાણી કરતા, ખંડણી ઉથરાવતા, ધાકધમકી આપનારા લેભાગુ એક્ટિવિસ્ટો ફરતે સકંજો કસાયો છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન બેઠકમાં કરેલી કરિયાદ બાદ શહેર પોલીસે લેભાગુ એક્ટિવિસ્ટોને દબોચી લેવા માટે ઝુંબેશરૂપી કાર્યવાહી કરી હતી. ૩૮થી વધુ કરિયાદો નોંધાઈ હતી. એટલું જ નહીં, સમગ્ર ઝુંબેશની ફળશ્રુતિરૂપે હવે આરટીઆઈમાં ખાનગી મિલકતોની માહિતી નહીં આપવાનો નિર્ણય મહાનગરપાલિકા કમિશનરે કર્યો છે. તેને કારણે લેભાગુઓની મેલી મુરાદ પર પહાર થવાની સાથે જ લોકોમાં હકારાત્મક પ્રતિસાદ સાંપડયો છે. મહાનગરપાલિકામાં શનિવારે ડેપ્યુટી કમિશનર નિધિ સિવાયની હાજરીમાં મળેલી સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ગંભીર રજૂઆત કરી હતી. રજૂઆત સંદર્ભે કમિશનર શાલિની અગ્રવાલે પાલિકામાં દરેક ઝોન અને મધ્યસ્થ શહેરી વિકાસમાં પણ સુરક્ષાની દષ્ટિએ જાહેર સિવાયની માહિતી ન આપવાના પરિપત્ર અને ગાઈડલાઈન તૈયાર કરી અમલીકરણ બાબતે ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકને જવાબદારી સોંપી હોવાની માહિતી આપવામાં આવી હતી. તેમજ કમિશનર કથાએ દર ૧૫ દિવસે રિવ્યૂ કરવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી પણ રજૂ કરાઈ હતી. આમ, હવે પાલિકાના ઝોન, વિભાગોમાં આરટીઆઈ હેઠળ ખાનગી માલિકીની મિલકતોના બાંધકામ કે રિનોવેશન, રિપેરિંગ કામની માહિતી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયની રવિવારે રજાના દિવસે પણ શહેરભરમાં ચર્ચા ચાલી હતી. ખાસ કરીને આરટીઈની આડમાં તોડપાણી કરનારાઓનો ભોગ બનેલા લોકો, ડેવલપરોએ આ નિર્ણયને સહર્ષ આવકાર્યો છે. બીજી બાજુ પાલિકા વર્તુળમાં શરૂ થયેલા જ ગણગણાટ મુજબ, લેભાગુ એક્ટિવિસ્ટો ભોંઠા પડી ગયા હતા. લોકોને ત્રાસ આપીને તોડ કરનારાઓ હવે આ ડરનો ખેલ કરી શકશે નહીં. તે સાથે જ પાલિકાના કેટલાક ઝોનમાં દેખતી ઈજનેર, જુનિયર, સુપરવાઈઝરના ઈશારે ચાલતા આ ખેલ પર અંકુશ, લગામ આવશે. પાલિકાના નિર્ણયથી ઝોનમાં ગેરકાયદે બાંધકામના કિસ્સાઓમાં સેટિંગ કરનારા અધિકારીઓ પર સ્તબ્ધ થઈ ગયા છે. અનેક કિસ્સાઓમાં લેભાગુ એક્ટિવિસ્ટ સાથે અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકાની ચર્ચા ચાલી હોય હવે આવા અધિકારીઓની ઉપરની મલાઈ, કમાણી બંધ થશે. તે સાથે જ લોકો. ડેવલપરોને મોટી રાહત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *