કર્ણાટકમાં આદિવાસી યુવાનને ઝાડ સાથે બાંધીને ક્રૂરતા આચરાઇ, ગુપ્તાંગ પર લાલ કીડીઓ છોડી

Spread the love

 

 

કર્ણાટક

કર્ણાટકના દાવણગેરે જિલ્લામાંથી લોકો હચમચી જાય તેવો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક આદિવાસી છોકરા પર તેના જ સમુદાયના સભ્યો દ્વારા ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેને સોપારીના ઝાડ સાથે બાંધીને ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવે છે.  આ ઘટના થોડા દિવસો પહેલા બની હતી પરંતુ મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો વ્યાપકપણે શેર થયા બાદ જ લોકોનું ધ્યાન ખેંચાયું હતું. વિડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પાીડિતને પહેલા ઝાડ સાથે બાંધી દેવામાં આવે છે. ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે. આ શખ્સો આટલે જ નથી રોકાતા ગુપ્તાંગ પર લાલ કીડીઓ મૂકીને વધુ માર મારે છે. પીડિત સતત દર્દથી કણસે છે.

ચોકાવનારી વાત એ છે કે હુમલાખોરો પીડિતા અને તેના પરિવારના જ આદિવાસી સમુદાયના છે, જેના કારણે તેમના જ એક વ્યક્તિ સાથે થયેલા અમાનવીય વર્તન પ્રત્યે લોકોનો ગુસ્સો વધુ વધ્યો છે. દાવણગેરેના પોલીસે આ મામલે જણાવ્યું હતું કે તેમણે ચન્નાગિરી પોલીસને ગામની મુલાકાત લેવા અને વિગતવાર માહિતી એકત્રિત કરવા નિર્દેશ આપ્યો છે. હવે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે, અને પોલીસે આ ક્રૂર કૃત્ય માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે.

પોલીસની નાગરિકોને આ વિડિયો વધુ શેર ન કરવા વિનંતી અધિકારીઓ આ વીડિયો કેવી રીતે સામે આવ્યો તેની પણ તપાસ કરી રહ્યા છે અને નાગરિકોને આ વિડિયો વધુ શેર ન કરવા વિનંતી કરી રહ્યા છે કારણ કે આ ઘટનામાં એક સગીર સામેલ છે અને તે પીડિતને વધુ આઘાત પહોંચાડી શકે છે. આ ઘટનાની કર્ણાટકમાં બહોળા પ્રમાણમાં વખોડાઈ છે. આ ઘટના પછી આદિવાસી ન્યાય અને બાળકોના અધિકારોનું રક્ષણ કરવાની રીત અંગે ચિતા વધી છે. કાર્યકરો રાજ્યને વિનંતી કરી રહ્યા છે કે આદિવાસી સમુદાયોને કાનૂની પ્રક્રિયાઓ વિશે શિક્ષિત કરવામાં આવે અને આવા જાગ્રત ન્યાયને તાત્કાલિક બંધ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *