રાજ્યમાં હમણાજ રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે આ ઘાતક વાયરસના ભરડામાં ઘણા રાજનેતાઓ આવી રહ્યા છે. જેમાં ગુજરાત કોંગ્રેસનાં વધુ બે નેતાઓ ઝપેટામાં આવ્યા છે. કોંગ્રેસનાં નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. જેમાં ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ચેપગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ચેતન રાવલ અને મૌલિન વૈષ્ણવનો પણ રિપોર્ટ પોઝિટીવ આવતા ગુજરાત કોંગ્રેસમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોંલકી બાદ વધુ બે નેતાઓ મહામારીની ભારડામાં સપડાયા છે. કોંગ્રેસ નેતા મૌલિક વૈષ્ણવનો પ્રથમ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો, પરંતુ બીજો રિપોર્ટ પોઝિટીવ આવ્યો અને ચેતન રાવલનો પણ રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે. બન્ને નેતાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની એક બેઠક પર હાર થઈ હતી. જ્યારે ભાજપની ત્રણ બેઠક પર જીત થઈ હતી. જ્યારે આ રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોંલકીની હાર થઈ હતી. ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. સાથે સાથે તેમના સંપર્કમાં આવેલા ગુજરાત કોંગ્રેસનાં નેતાઓમાં ફફડાટ મચ્યો છે.