ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન યોજાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ આ અધિવેશનને ઊર્જાવાન ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી પર આ અધિવેશનનું આયોજન ખૂબ જ પોઝીટીવ છે. તેમણે દાવો કર્યો હતો કે સમગ્ર કોંગ્રેસ પાર્ટી ચાર્જ્ડ થઈ ગઈ છે અને અમને સ્વાગત કરવાની તક મળી છે.
ગાંધીજી અને વલ્લભભાઈ જે મૂલ્યો માટે ઊભા હતા તેના આધારે ગુજરાત અને દેશનું નિર્માણ કરવાના સંકલ્પથી વિશેષ કયો સંકલ્પ હોઈ શકે છે.
ન્યાય પથ અંગે જણાવ્યું હતું કે જે લોકો અન્યાયનો શિકાર છે, બેરોજગાર યુવાન હોય, દલિત હોય કે આદિવાસી, માઈનોરીટીઝ હોય, નાના વ્યાપારીએ હોય કે જેઓ છેલ્લા 10 વર્ષથી અન્યાયનો શિકાર બનેલ છે તેમને ન્યાય મળે તેવા પથનું નિર્માણ થાય.