મોદીનો માર સરકારને પણ નડ્યો, સરકારી આવકમાં ઘટાડો

Spread the love

આિર્થક મંદીના સંકેતો દર્શાવતાં દેશમાં નાણાકીય વર્ષ 2019-20માં બીજી વખત જીએસટી કલેક્શન રૂ. 1 લાખ કરોડથી ઓછું થયું હતું. ઓગસ્ટ 2019માં જીએસટીની મહેસૂલી આવક રૂ. 98,202 કરોડ રહી છે. જુલાઈ 2019માં જીએસટી કલેક્શન રૂ. 1.02 લાખ કરોડથી વધુ રહ્યું હતું તેમ નાણામંત્રાલયે રવિવારે જણાવ્યું હતું.

જોકે, કુલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ગયા વર્ષે ઓગસ્ટમાં રૂ. 93,960 કરોડની સરખામણીમાં આ વર્ષે તેમાં 4.51 ટકાનો વધારો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં બીજી વખત જીએસટીની મહેસૂલી આવક રૂ. 1 લાખ કરોડથી નીચે ગઈ છે. અગાઉ જૂન 2019માં જીએસટીનું કલેક્શન રૂ. 1 લાખ કરોડ કરતાં થોડુંક ઓછું રૂ. 99,939 કરોડ રહ્યું હતું, જે જુલાઈ 2019માં વધીને રૂ. 1.02 લાખ કરોડ થયું હતું.

ઓગસ્ટ મહિનામાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 17,733 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 24,239 કરોડ અને ઈન્ટેગ્રેટેડ જીએસટી કલેક્શન રૂ. 48,958 કરોડ રહ્યું હતું, આઈજીએસટીમાં રૂ. 24,818 કરોડનું જીએસટી કલેક્શન આયાતોમાંથી થયું હતું તેમ નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.

મંત્રાલયે ઉમેર્યું હતું કે ઓગસ્ટમાં સેસ મારફત આયાતો પર રૂ. 841 કરોડ સહિત કુલ રૂ. 7,273 કરોડનું કલેક્શન થયું હતું. જુલાઈથી ઓગસ્ટના અંત સુધીમાં ફાઈલ કરવામાં આવેલ જીએસટીઆર 3બી રિટર્ન્સ (સ્વ-મૂલ્યાંકિત રીટર્નની સમરી)ની સંખ્યા કુલ 75.80 લાખ હતી. મંત્રાલયના નિવેદન મુજબ જૂન-જુલાઈ 2019 માટે જીએસટી વળતરરૂપે રાજ્યોને રૂ. 27,955 કરોડ આપવામાં આવ્યા છે.

સરકારે સીજીએસટી સ્વરૂપે રૂ. 23,165 કરોડ અને રેગ્યુલર સેટલમેન્ટ તરીકે આઈજીએસટીમાંથી એસજીઅસ્ટીમાં રૂ. 16,623 કરોડ સેટલ કર્યા છે. ઓગસ્ટ 2019માં રેગ્યુલર સેટલમેન્ટ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારોની કુલ જીએસટી કમાણી રૂ. 40,898 કરોડ સીજીએસટી માટે અને રૂ. 40,862 કરોડ એસજીએસટી માટે રહી છે. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન એકંદર જીએસટી કલેક્શન રૂ. 5,14,378 કરોડ રહી છે, જે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 4,83,538 કરોડની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં 6.3 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

એએમઆરજી એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું કે, ‘આૃર્થતંત્રમાં મંદી છવાયેલી છે. ઓટોમોબાઈલ અને એફએમસીજી સહિત વિવિધ સેક્ટર્સ મંદ વપરાશને કારણે સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.

જીએસટીના આંકડામાં આ બાબતનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે.’ જોકે, સરકારે અનેક પ્રસંગોએ જણાવ્યું હતું કે તે બજેટમાં નિશ્ચિત કરાયેલો પરોક્ષ કર સંગ્રહનો ટાર્ગેટ પૂરો કરી લેશે.નાણાકીય વર્ષ 2019-20 માટે સરકારે સીજીએસટીમાંથી રૂ. 6.10 લાખ કરોડ અને કમ્પેસેશન સેસ તરીકે રૂ. 1.01 લાખ કરોડના કલેક્શનની દરખાસ્ત કરી છે. આઈજીએસટી બેલેન્સ રૂ. 50,000 કરોડ છે. નાણાકીય વર્ષ 2018-19માં  સીજીએસટી કલેક્શન રૂ. 4.25 લાખ કરોડ જ્યારે સમ્પેન્સેશન સેસ રૂ. 97,000 કરોડથી વધુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com