છોકરા-છોકરીઓ હંમેશા પોતાના લગ્નને લઈને મોટા સપના જોતા હોય છે. છોકરીઓ વિચારતી હોય છે કે મારો પતિ આવો હશે, તેવો હશે. પણ અમુક છોકરીઓ પતિ વિશે નહીં પણ પોતાની પત્નીઓ વિશે વિચારતી હોય છે. તેઓ સપના જોતી હોય છે કે મારી થનારી દુલ્હનિયા સુંદર હશે અને લહેંગામાં શાનદાર લાગતી હશે. જી હાં, તમને સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ આ સત્ય છે. પ્રેમ ક્યારે, કોની સાથે ક્યાં થઈ જાય કોઈ નથી જાણતું. આજકાલ છોકરીઓ-છોકરીઓ સાથે અને છોકરા-છોકરા સાથે પ્રેમમાં પડી રહયા છે. મોટા ભાગે આવા સંબંધોનો વિરોધ થતો હોય છે. પણ મધ્ય પ્રદેશના છતરપુરમાંથી એક અલગ મિસાલ જોવા મળી અહીં બે છોકરીઓએ એકબીજા સાથે લગ્ન કર્યા, સૌથી નવાઈની વાત તો એ છે કે, પરિવારના લોકોએ પણ આ લગ્નનો વિરોધ કર્યો નહીં. ઉલ્ટાનું વહુનું જોરદાર સ્વાગત કર્યું. આખો કિસ્સો નૌગાંવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના દૌરિયાનો છે. અહીં એક ગામની અનોખી લવ સ્ટોરી સામે આવી છે. અહીં બે બહેનપણીઓએ સમાજની પરંપરાના ધજાગરા ઉડાવતા પ્રેમને મહત્ત્વ આપી કાયમ માટેનો સંબંધ બનાવી લીધો. આ વિવાહ એટલા માટે અનોખા છે. કેમ કે તેમાં વરરાજા તો નહોતો, પણ બે યુવતીઓના પરિવારના ચોક્કસ હતા. બંનેએ એકબીજાનો હાથ પકડી જીવનભર સાથે રહેવાનો સંકલ્પ કર્યો. નૌગાંવ વિસ્તારની રહેવાસી ૨૪ વર્ષની સોનમ યાદવ અને મણિપુરની માનસીની દોસ્તી સોશિયલ મીડિયા પર થઈ હતી. શરૂઆતમાં બંનેએ ખૂબ વાતો કરી. પણ ધીમે ધીમે મુલાકાતો શરૂ થઈ અને દોસ્તી ક્યારે પ્રેમમાં બદલાઈ ખબર પણ ન પડી. સમાજના પ્રતિબંધોને નજરઅંદાજ કરી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. સોનમ અને માનસીએ કોર્ટ મેરેજ કર્યા છે. સોનમ યાદવ હંમેશા છોકરાઓની માફક રહેવાની શોખીન હતી. આ દરમ્યાન તેની મુલાકાત ફેસબુક પર માનસી સાથે થઈ. જે મણિપુરની રહેવાસી હતી. બંનેમાં પ્રેમ થયો અને તેમણે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા. હવે આ બંને છોકરીઓ રહેવા માટે આસામ જતી રહી છે. હકીકતમાં જોઈએ તો, નૌગાંવ પોલીસ સ્ટેશનમાં એક યુવતી ગુમ થઈ હોવાની FIR નોંધાઈ હતી. પણ જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો બંને યુવતીઓ દૌરિયા ગામ પહોંચી. પોલીસે તેમને ચોકીએ બોલાવીને પૂછપરછ કરી, પણ જ્યારે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હોવાના પુરાવા આપ્યા તો પોલીસે તેમને નિવેદન નોંધી તેમને છોડી મૂકી. (૨૩.૭)